આલે…બીજો મોટો ધડાકો / જુઓ વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે વધુ એક મોટા કૌભાંડનો આરોપ લગાવી સરકાર પર ફોડ્યો મોટો બૉમ્બ : જુઓ વિડિઓ

ગુજરાત ટોપ ન્યૂઝ

ગુજરાતમાં વધુ એક ભરતીમાં મોટું કૌભાંડ સામે આવી રહ્યું છે. PGVCL, UGVCL, DGVCL દ્વારા લેવાયેલી ઓનલાઈન પરીક્ષા અંગે જુઓ AAP નેતા યુવરાજસિંહે ગંભીર આક્ષેપો લગાવ્યાં

વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ દ્વારા આજે એક પ્રેસ કોન્ફરન્સ કરીને મોટો ધડાકો કર્યો છે. તેમણે ઉર્જા વિભાગ દ્વારા જે ભરતી કરવામાં આવી છે, તેમાં UGVCL, PGVCL, MGVCL, DGVCL એમ કુલ પાંચ વિભાગોમાં ગેરરીતી થઈ હોવાનો ખુલાસો કરીને ખળભળાટ મચાવી દીધો છે. તેમણે જણાવ્યું હતું કે આજરોજ જે પરીક્ષા ચાલી રહી છે તેના સ્પષ્ટીકરણ અને કૌભાંડ આચરવામાં આવ્યું છે તેના પર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ વિગતવાર માહિતી આપીને અનેક મોટા ખુલાસાઓ કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે અમારી ટીમને કોઈ જાતિ, જ્ઞાતિ, વ્યવસાય કે અધિકારીઓ પ્રત્યે કોઈ રોગદ્રેષ નથી. અમે ફક્તને ફક્ત વિદ્યાર્થીઓના હિતમાં રાખીને અમે રજૂઆત કરીએ છીએ.

છેલ્લા ત્રણ વર્ષમાં ઉર્જા વિભાગ દ્વારા જે ભરતી કરવામાં આવી છે, તેમાં UGVCL, PGVCL, MGVCL, DGVCL એમ કુલ પાંચ વિભાગોમાં ગેરરીતી થઈ હોવાનો ખુલાસો કરીને ખળભળાટ મચાવી દીધો છે. જેની ક્ષતિઓ બહાર લાવવાનો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે આજે રાજ્યમાં જે પરીક્ષા ચાલી રહી છે, તેમાં પણ કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે. યુવરાજ સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે છેલ્લાં 3 વર્ષમાં ઉર્જા વિભાગની ભરતીમાં મોટાપાયે કૌભાંડ આચરવામા આવ્યા છે. અત્યારે અલગ અલગ કેન્દ્રો પર ભરતી ચાલી રહી છે.

યુવરાજ સિંહે ઉર્જા વિભાગની PGVCL, DGVCL અને UGVCLની ભરતીની પરીક્ષામાં કૌભાંડ થયાના ગંભીર આરોપ લગાવતાં કહ્યું કે, આ કૌભાંડ એપી સેન્ટર સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણા છે. તેમણે ઉમેર્યુ કે, UGVCL જુનિયર આસિસન્ટન્ટમાં એક જ સિક્વંસ અને નંબર ધરાવતા લોકોને એક સરખા માર્ક મળ્યા છે. સાથે જ આ કૌભાંડમાં કોની સંડોવણી છે, તેઓનું નામ પણ તેણે આપ્યું છે. તેમણે જણાવ્યું કે ધનસુરાના શિક્ષક અને બાયડના અવધેશ પટેલની આ કૌભાંડમાં સંડોવણી છે. બાયડમાં ટ્યુશન ક્લાસ ચલાવતો અજય પટેલ કૌભાંડ ચલાવે છે.

તેમણે જણાવ્યું કે GETCO ની ભરતીમાં આર્થિક લાભથી કૌભાંડ આચરાયું હોવાનો આરોપ લગાવ્યો છે. જેનું એપીસેન્ટર અરવલ્લી અને બાયડ હોવાનું જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે GETCO ની ભરતીમાં એક જ ગામના 18 પરિક્ષાર્થીઓને નિમણૂંક આપી હોવાનો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે GETCO ની ભરતીમાં એક જ ગામના 18 પરિક્ષાર્થીઓને નિમણૂંક આપવી તે ક્યારેય શક્ય નથી. આ પરીક્ષા ઓનલાઈન લેવામાં આવે છે, ત્યારે ઓનલાઈન પરીક્ષામાં પણ કૌભાંડ ચાલી રહ્યું છે.

યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું છે કે,2021માં લેવાયેલી પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાનો ઉલ્લેખ કર્યો છે. જેમાં વિદ્યાર્થીઓને એક સરખા માર્ક અપાયા છે. વચેટિયાઓ અવધેશ પટેલ, ધનસુરાના શિક્ષક અરવિંદ પટેલ, શ્રીકાંત શર્મા વડોદરાની સંડોવણી હોવાનું જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે એજન્સીના મળતીયાઓ સાથે સંપર્ક રાખીને આ લોકો કૌભાંડ કરી રહ્યા છે. અજય પટેલ બાયડમાં ક્લાસીસ ચલાવે છે. જ્યારે હર્ષ નાઈ પણ શિક્ષક છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://www.facebook.com/watch/?v=964338554461620 )

એક જ ગામના 18 યુવાનોએ કૌભાંડ કરી સરકારી નોકરી મેળવી : આ કૌભાંડ દ્વારા કોને કોને લાભ લીધો છે, તેઓનું નામ પણ તેમણે લીધુ છે. ધવલ પટેલ, કૃશાંગ પટેલ, હિતેશ પટેલ, રજનીશ પટેલ, પ્રિયંક પટેલ, આંચલ પટેલ, પ્રદિપ પટેલ, બાબુ પટેલ, જીગીશા પટેલ, ધ્રુવ પટેલ ભરતી કૌભાંડનો લાભ લીધો છે, તેમ યુવરાજસિંહે જણાવ્યું છે. એક જ ગામના 18 યુવાનોએ કૌભાંડ કરી સરકારી નોકરી મેળવી છે. જ્યારે જેટકોની પરીક્ષામાં મિતુલ પટેલે ભરતી કૌભાંડનો લાભ લીધો છે.

યુવરાજસિંહે સ્પષ્ટતા કરી છે કે અમે સમગ્ર મુદ્દાને રાજકીય રંગ આપવા નથી માગતા : ઉમેદવારો પાસેથી રૂપિયા લઈ તેઓની ભરતી કરવામાં આવે છે. શરૂઆતમાં ટોકન અને ત્યાર બાદ નોકરી મળતા પુરૂ કરાતુ હોવાનો આરોપ યુવરાજસિંહે લગાવ્યો છે. કૌભાંડ આચરનાર અને કૌભાંડ કરી રહેલા લોકોના પુરાવા હોવાનો યુવરાજસિંહે દાવો કર્યો છે. સાથે જ યુવરાજસિંહે સ્પષ્ટતા કરી છે કે અમે સમગ્ર મુદ્દાને રાજકીય રંગ આપવા નથી માગતા. આ સાથે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. SITની રચના કરી તમામ સ્પાર્ધાત્મક પરીક્ષાઓની તપાસ કરવામાં આવે તેવી માંગ યુવરાજ સિંહે કરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.