માનવતા મરીપરવારી / વેવાણ અને વહુએ મળીને સાસુને મારી મારીને અધમૂઈ કરી નાખી, જુઓ પછી પ્રાઇવેટ પાર્ટ સાથે કર્યા એવા ચબકલા કે જાણીને ચોંકી ઉઠશો

ટોપ ન્યૂઝ ઇન્ડિયા

રાજસ્થાનના બાડમેર જિલ્લાના સિણધરી પોલીસ મથક વિસ્તારથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક મહિલા સાથે તેની વેવાણ અને મોટી વહુએ મારપીટ કરીને તેના પ્રાઈવેટ પાર્ટમાં મરચું ભરી દીધુ. ઘટના બાદ આરોપી મહિલાઓની પોલીસે ધરપકડ કરી લીધી છે.

અત્રે જણાવવાનું કે ઘટનાસ્થળે હાજર એક વ્યક્તિએ તે ઘટનાનો વીડિયો બનાવી લીધો જે હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોના આધારે પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસ અધિકારી બલદેવ રામે જણાવ્યું કે એક મહિલા તેની વહુને લેવા માટે તેના પિયર ગઈ હતી. જ્યાં તેની સાથે તેની વેવાણ અને તેની મોટી વહુએ મારપીટ કરી અને તેના પ્રાઈવેટ પાર્ટમાં મરચું નાખી દીધુ.

તેમણે જણાવ્યું કે આ ઘટના 6-7 દિવસ પહેલા ઘટી હતી અને તેનો વીડિયો આરોપી મહિલાના ભત્રીજાએ બનાવી લીધો હતો અને કોઈ સંબંધીને મોકલ્યો હતો. તેણે વીડિયો બુધવારે સોશિયલ મીડિયા પર નાખી દીધો અને પછી તો તે વાયરલ થઈ ગયો.

પોલીસ અધિકારી બળદેવ રામે જણાવ્યું કે વાયરલ વીડિયોને ગંભીરતાથી લેતા આરોપી મહિલાઓની ઓળખ કરીને તેમની ધરપકડ કરવામાં આવી છે. તેમની પૂછપરછ ચાલુ છે. તેમણે કહ્યું કે પીડિતાની મેડિકલ તપાસ કરાવી છે અને તેમના નિવેદનના આધારે આરોપી મહિલાઓ વિરુદ્ધ કેસ દાખલ કરાયો છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.