પીલે-પીલે ઓ મેરે રાજા / સુરત ભાજપના નેતાઓની દારૃપાર્ટીનો વિડિઓ વાઇરલ, જાણો પ્રમુખ સાથે કોણ કોણ છે આ દારૂ પાર્ટીમાં : જુઓ ભાજપની મેહફીલનો વિડિઓ

ટોપ ન્યૂઝ સુરત

રાજ્યમાં લઠ્ઠાકાંડ મુદ્દે રાજકારણ ગરમાયું છે ત્યારે સુરતના વોર્ડ નં.16 પુણા(પશ્ચિમ)ના ભાજપના વોર્ડ પ્રમુખ જયસુખ ઠુમ્મર અને વોર્ડ ન.16ના જ ભાજપના બક્ષીપંચ મૉર્ચાના મહામંત્રી શાંતિલાલ સુતરીયા દારૂની મહેફિલ માણતા કેમેરામાં કેદ થઇ ગયા હતા. બંને દારૂના ગ્લાસ પકડી ચર્ચા કરતા વીડિયોમાં સ્પષ્ટ નજરે પડ્યા હતા. જ્યારે વીડિયોમાં બોલવૂડ સોંગ પણ વાગી રહ્યા હતા. ( દારૃપાર્ટીનો વિડિઓ નીચે આપેલો છે )

સુરતના વોર્ડ નં.16 પુણા(પશ્ચિમ)ના ભાજપના વોર્ડ પ્રમુખ જયસુખ ઠુમ્મર અને વોર્ડ ન.16ના જ ભાજપના બક્ષીપંચ મૉર્ચાના મહામંત્રી શાંતિલાલ સુતરીયા કોઈ ઓફિસ જેવી જગ્યાએ બંને મહેફિલમાં બેઠા હતા. એમાંથી જ કોઈએ બંનેનો દારૂ પીતો વીડિયો બનાવી લીધો હતો.

આ વિડીયોમાં જોઈ શકાય છે કે, કોઈ ઓફિસ જેવી જગ્યાએ બંને જે મહેફિલમાં બેઠા હતા એમાંથી જ કોઈએ બંનેનો દારૂ પીતો વિડીયો બનાવી લીધો હતો, જે હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ( વિડિઓ નીચે આપેલો છે )

બંને દારૂના ગ્લાસ પકડી ચર્ચા કરતા વીડિયોમાં સ્પષ્ટ નજરે પડતા હતા. મહેફિલમાં અન્ય એક કે બે વ્યક્તિ પણ હોવાનું વીડિયો પરથી જણાય રહ્યું હતું. વિડીયોમાં‘ અભી ઝિંદા હું તો જી લેને દે,ભરી બરસાત મેં જી લેને દે’ સોંગ પણ વાગી રહ્યું હતું.

વીડિયો મામલે ઠુમ્મરને પૂછવામાં આવતા કહ્યું કે વીડિયો મને મળ્યો નથી, તમે મોકલો તો જોઈને કહું. બાદમાં વીડિયો જોઈ કહ્યું કે, હા હું દેખાઉં તો છું વીડિયોમાં, કઈ જગ્યાએ મહેફિલ ચાલતી હતી અને અન્ય કેટલા લોકો મહેફિલમાં હતા એ બાબત પૂછતાં કશો ફોડ પાડ્યો ન હતો.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.