મહાકાળી માતાની ચમત્કારિક આંખોનો વીડિયો વાયરલ, એક સમયે આ આંખમાં જડાયો હતો કોહિનુર : જુઓ ચમત્કારિક વિડિઓ

ધર્મ

માતા ભદ્રકાળી દેવી પાર્વતીનું સૌથી શક્તિશાળી સ્વરૂપ કહેવાય છે. ભદ્રકાળી માતાની પૂજા ખાસ કરીને દક્ષિણના રાજ્યોમાં વધુ થાય છે. ત્યારે તેલંગણામાં આવેલું માતા ભદ્રકાળીનું મંદિર ન માત્ર ઐતિહાસક છે, પરંતુ તેમાં આવેલી માતા ભદ્રકાળીની મૂર્તિ પણ દિવ્ય અને ચમત્કારિક છે.

ત્યારે તેલંગણાના વારંગલમાં આવેલ ભદ્રકાળી માતાના મંદિરના માતાની આંખનો ચમત્કારિક જાદુનોવીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં માતા ભદ્રકાળી પર થઈ રહેલા અભિષેક દરમિયાન માતાની આંખો ખુલે છે અને બંધ થાય છે, ભક્તોએ આ ઘટનાના સાક્ષી બની માતાની દિવ્યતાનો અનુભવ કર્યો.

ભદ્રકાળી મંદિર આંધ્રપ્રદેશના હનમકોંડા અને વારંગલ શહેરની વચ્ચે એક પહાડી પર આવેલું છે. જ્યાં મદિરની અધિષ્ઠાણી દેવી કાલી પોતાના ઉગ્ર સ્વરૂપમાં બિરાજમાન છે. મોટી આંખો, ગંભીર ચહેરો, આઠ ભુજીઓ જે વિવિધ હથિયાર ધારણ કરે છે. તેમની પ્રતિમા પત્થરમાંથી કંડારાયેલી છે અને તેઓ પોતાના વાહન સિંહ પર બિરાજમાન છે.

મંદિરના ઈતિહાસની વાત કરીએ તો, 625 ઈ.સમાં ચાલુક્ય વંશના રાજા પુલકેશિન દ્વિતીય દ્વારા આંધ્રપ્રદેશના વેંગી ક્ષેત્ર પર પોતાની જીત બાદ બનાવ્યુ હતું. કાકતીય રાજાઓએ બાદમાં મંદિરને અપનાવ્યુ અને દેવી ભદ્રકાળીને પોતાના કુળ દેવી બનાવ્યા. કહેવાય છે કે, કાકતીય રાજાઓએ જ દુર્લભ કોહિનુર હીરાને દેવીની ડાબા આંખમાં મઢાવ્યો હતો. આકર્ષક કોહિનુર હીરો કોલ્લુર ખાણોમાંથી કાઢવામાં આવ્યો હતો.

ગત અનેક શતાબ્દીઓમાં આ મંદિરને લૂંટનો સામનો કરવો પડ્યો છે. મંદિરને 1950 નાદાયકોમાં એક ઉત્સાહી ભક્ત અને પરોપકારી સંપન્ન વેપારીઓ દ્વારા ફરીથી બાઁધવામાં આવ્યુ હતું. કહેવાય છે કે, 1950 માં ગુજરાતી વેપારી મગનલાલની સાથે દેવી ઉપાસક ગણેશરાવ શાસ્ત્રીએ મંદિરનુ જીર્ણોદ્વાર કરાવ્યુ હતું.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://www.facebook.com/watch/?v=5237072233056701 )

આ ભદ્રકાળી મંદિરને દક્ષિણ ભારતના સ્વર્ણ મંદિરના રૂપમાં પણ માનવામાં આવે છે. તો મંદિરની ચાલુક્ય શૈલીની વાસ્તુકલા પણ પ્રશંસનીય છે. મંદિર સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સોનેરી રંગ ધારણ કરે છે. તેથી તેને દક્ષિણ ભારતનું સુર્વણ મંદિર પણ કહેવાય છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.