રશિયા-યુક્રેનના યુદ્ધ વચ્ચે અનેક ભારતીયો યુક્રેનમાં ફસાયેલા છે. બાળકોના ફોન ન લાગતા માતા-પિતાની સ્થિતિ કફોડી બની ગઈ છે. પોતાના વહાલસોયાની ત્યાં શું સ્થિતિ હશે તેની કંલ્પના કરતા અનેક માતા-પિતા રડી રહ્યા છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર લાવવા માટે ભારત સરકાર ‘ઓપરેશન ગંગા’ ચલાવી રહી છે.
આ અંતર્ગત ઘણા ભારતીઓને બહાર કઢાયા છે અને હજુ બીજા લોકોને લવાઈ રહ્યા છે. આવામાં એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થયો છે જેમાં બસમાં બેઠેલા ભારતીયો આટલી ગંભીર સ્થિતિની મજાક ઉડાવે છે. બચાવી લો…. બચાવી લો… ની હસતાં હસતાં બૂમો પાડી રહ્યા છે.
આ વીડિયો વાઈલર થતા અનેક લોકોએ ઉગ્ર પ્રતિક્રિયા આપી છે. ઘણા લોકો કહી રહ્યા છે કે ઓપરેશન ગંગાની આ તે કેવી મજાક, આમને અધવચ્ચેથી જ પરત મોકલો. આ વાઈરલ વીડિયોમાં રહેલા વિદ્યાર્થીઓ મહેસાણાના છે.
વીડિયો વાઈરલ થતા વિદ્યાર્થીઓના વાલીઓએ ભાસ્કરના રિપોર્ટરને ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે, મદદ મળતા અને ઉત્સાહમાં આવી જઈને વિદ્યાર્થીઓ આવું બોલી ગયા છે. તેમનો ઇરાદો આવો ન હતો, પરંતુ સોશિયલ મીડિયા પર તેમને ટ્રોલ કરવામાં આવ્યા હતા.
इन बेशर्मों को सुरक्षित वापिस लाने के लिए भारत सरकार दिन-रात एक कर रही है।
— Punit Agarwal 🇮🇳 (@Punitspeaks) February 26, 2022
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!