ગ્રિષ્મ હત્યા કેસમાં સૌથી મોટા સમાચાર / જાહેરમાં ગળે ચપ્પુ ફેરવી હત્યા કરનારા ફેનીલનાં સાથીદારો વિડિઓ ડિલીટ કરવા પાછળ લાગેલા હતા જુઓ પોલીસ એની બરોબરની આ રીતે ખબરઅંતર પૂછશે

ટોપ ન્યૂઝ સુરત

સુરતમાં કામરેજના પાસોદરામાં વેકરિયા પરિવારની 21 વર્ષની ગ્રીષ્માની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં આજે સેશન્સ કોર્ટમાં સુનાવણી થઈ હતી. આ મામલે મુખ્ય સરકારી વકીલ નયનભાઈ સુખડવાળાએ જણાવ્યું હતું કે, કુલ 9 પંચનામા અને 18 સાક્ષીઓની જુબાની થઈ હતી. આરોપી ફેનિલે ગ્રીષ્માની હત્યા કરી રહ્યો હતો, ત્યારે મોબાઈલમાં વીડિયો રેકોર્ડ કરનારની જુબાની કોર્ટમાં થઈ હતી. આરોપી ફેનિલે ગ્રીષ્માની હત્યા બાદ તેના મિત્ર આકાશને ફોન કરી ગ્રીષ્માની હત્યા કર્યાનું કહ્યું હતું, તે આકાશની જુબાની થઈ હતી.

આ ઉપરાંત પોલીસે આ મામલે મોબાઈલ ફોરેન્સિક પુરાવા મેળવ્યા હતા. પોલીસે ઘટના મામલે જે DVD મળી છે તે જુબાની પણ થઈ હતી. અગાઉ આ કેસમાં ગ્રીષ્માનું પીએમ કરનાર તેમજ ઇજાગ્રસ્તોની સારવાર કરનારા ડોક્ટરોની જુબાની થઈ હતી. આવતીકાલે આ કેસની વધુ સુનવણી હાથ ધરાશે.

અગાઉ ફેનિલ ગોયાણીએ ગ્રીષ્માની હત્યા કરવા માટે પ્લાનિંગ કર્યું હતું, તે પણ પોલીસ તપાસમાં ખૂલ્યું હતું. હત્યા કેવી રીતે કરી શકાય તે માટે તેણે ઇન્ટરનેટ પર સર્ચ કર્યું હતું, હથિયારો કેવી રીતે ઓનલાઇન મળી શકે અને તેનો ઉપયોગ કેવી રીતે થાય તે બાબતે જાણ્યું હતું. તેણે ગ્રિષ્માની હત્યા કરતા પહેલા એક મિત્રને ફોન પર વાત પણ કરી હતી, જે ઓડિયો ક્લિપ પોલીસને મળી હતી.

પોલીસ પાસે ફેનિલના સજ્જડ પુરાવા
ઓડિયો ક્લિપના આધારે પોલીસ ફેનિલને રિમાન્ડ દરમિયાન ગાંધીનગર એફએસએલમાં લઈ ગઈ હતી, જ્યાં તેનો વોઇસ રેકર્ડિંગ ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ પણ એફએસએલએ પોલીસને સોંપી દીધો છે. પોલીસે ફેનિલ સામે સજ્જડ પુરાવા એકત્ર કરી કઠોરની કોર્ટમાં ચાર્જશીટ કરી દીધી હતી. કઠોર કોર્ટમાંથી આ કેસ કમિટ થઇને સુરતની સેશન્સ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.

21 વર્ષીય ગ્રીષ્મા વેંકરિયાની ઘાતકી હત્યા કેસમાં ઘટનાના દિવસે શું શું બન્યુ હતું તેને લઈને આરોપી ફેનિલને સાથે રાખી સુરત પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યુ હતું. જિલ્લા પોલીસ દ્વારા SIT ની ટીમ સાથે અલગ અલગ જગ્યા પર ફેનિલને લઈ જવાયો હતો. અને તપાસ કરવામાં આવી હતી. જોકે આરોપી ફેનિલ ગોયાણી બનાવના દિવસે ક્યાં ક્યાં ફર્યો હતો અને ક્યાંથી છરી કયાંથી ખરીદવામાં આવી તે તમામ સ્થળે અને હત્યાના સ્થળ પર પણ આરોપીને લઈ જવામાં આવ્યો હતો.

ફેનિલ પહેલા કાપોદ્રા વિસ્તારમાં તેના એક મિત્રના કાફેમાં ગયો હતો અને મિત્ર સાથે અમરોલી વિસ્તારમાં ગયો હતો ત્યારે બાદ કોલેજમાં અને ઘટના સ્થળે આવ્યો હતો. ગ્રીષ્માની હત્યા બાદ આરોપી ફેનિલે પોતે પણ જ્યાં સુધી ગ્રીષ્માનું મોત થયું ત્યાં સુધી તેની પાસે ઉભો રહ્યો હતો અને બાદમાં ખિસ્સામાંથી માવો કાઢીને ખાધો હતો. આ બાદ ગ્રીષ્માનો પરિવાર તેની પાછળ દોડ્યો હતો. આ જોઈ ફેનિલે પોતાના હાથમાં ચપ્પુ માર્યું હતું. બાદમાં પોલીસ આવતા તેને પકડી પાડ્યો હતો. આરોપીને સુરત જિલ્લા કઠોર કોર્ટમાં રજુ કરી 19મી તારીખ સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. આજે હત્યાની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.

ઘટના શું હતી?
સુરતના કામરેજ વિસ્તારમાં 12 ફેબ્રુઆરીએ ફેનિલે હથિયાર સાથે ગ્રીષ્માના ઘરની બહાર તોફાન મચાવ્યું હતું. ત્યારબાદ તેણે યુવતીને પકડી લીધી હતી. તેણે છરી બતાવી લોકોને નજીક ન આવવાનું કહ્યું હતું. એકતરફી પ્રેમમાં બદલો લેવા માટે ફેનિલે ગ્રીષ્માનું ગળું કાપી જાહેરમાં હત્યા કરી દીધી હતી. મહત્વનું છે કે હત્યારો ફેનિલ ઘણા દિવસથી યુવતીનો પીછો કરી રહ્યો હતો. ત્યારબાદ યુવતીના મોટા પિતા દ્વારા તેને ઠપકો પણ આપવામાં આવ્યો હતો.

સુરતમાં કામરેજના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાની એક તરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી. ત્યારબાદ હાથની નસ કાપી અને ઝેરી દવા પીવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગ્રીષ્માની હત્યા કરનારા આરોપી ફેનિલને હોસ્પિટલમાંથી રજા મળતા પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતા જ્યુડિશિયલ કસ્ટડીમાં ખસેડાયો હતો. હાલ ફેનિલ લાજપોર જેલમાં બંધ છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.