મદદની વ્હારે ‘મોરારી બાપુ’ / યુદ્ધમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની વ્હારે આવ્યા રામકથાકાર મોરારી બાપુ, જુઓ કર્યું આ મોટું દાન અને PM મોદી વિષે પણ મહત્વનું નિવેદન આપ્યું

ટોપ ન્યૂઝ વર્લ્ડ

રશિયા-યુક્રેનના યુદ્ધ વચ્ચે રામકથાકાર મોરારી બાપુએ મોટી મદદ કરી છે. રામકથા દરમિયાન સવા કરોડની મદદ કરી હોવાનું સામે આવ્યું છે. લોનાવાલાની કથાની પુર્ણાહુતિના દિવસે રામકથાકાર મોરારી બાપુએ સવા કરોડની મદદ કરી છે. જેમાં પોલેન્ડ, સ્લોવાકિયા અને રોમાનિયાની સંસ્થાઓને મદદ પહોંચાડી હોવાના અહેવાલ મળી રહ્યા છે.

જુદી-જુદી દસ સંસ્થાઓને મદદની રકમ પહોંચાડવામાં આવી છે. યુદ્ધના અસરગ્રસ્તોના બચાવ, નિવાસ, ભોજન, મેડિકલ સુવિધા માટે સહાય કરવામાં આવી છે. એટલું જ નહીં, યુદ્ધમાં જીવ ગુમાવનાર માટે પણ પ્રાર્થના કરાઈ છે. મોરારીબાપુએ મિશન ગંગા હેઠળ થયેલા PM મોદીના કાર્યને ઉત્તમ ગણાવ્યું હતું.

બે દેશો વચ્ચેના યુદ્ધને લઇ સમગ્ર વિશ્વ સ્તબ્ધ બન્યું છે. તાજતરમાં યોજાયેલી લોનાવાલાની કથાની પુર્ણાહુતીને દિવસે બે દેશો વચ્ચે છેડાઈ ગયેલા યુદ્ધમાં જે લોકો અસર પામ્યા છે તેમના પ્રતિ સંવેદના વ્યક્ત કરતાં રામકથાકાર મોરારિબાપુએ જણાવ્યું હતું કે તેમની વ્યાસપીઠ કેવળ વચનાત્મક ન બની રહે પરંતુ રચનાત્મક પણ બને. અને એથી યુક્રેનના યુદ્ધમાં જે ભારતીય અને અન્ય લોકોને અસર થઇ છે તેમના માટે રૂપિયા સવા કરોડની સહાયતા રકમ અર્પણ કરવાની પહેલ તેમણે તે રામકથા દરમ્યાન કરી હતી.

મોરારીબાપુએ જણાવ્યું હતું કે, આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારત સરકારનું અભિયાન ‘મિશન ગંગા’ હેઠળ યુક્રેનમાં ફસાયેલા લોકો માટે ઉત્તમ કાર્ય કરવામાં આવ્યું છે. છે. પૂજ્ય મોરારિબાપુએ પણ આ કાર્યમાં વ્યાસપીઠ તરફથી ગંગાજળનાં થોડા બુંદ અર્પણ કર્યા છે. અયોધ્યામાં નિર્માણ પામનાર રામમંદિર માટે અનુદાન આપવાની પૂજ્ય બાપુએ અપીલ કરી હતી અને એ નિમિત્તે શ્રોતાઓ દ્વારા રૂપિયા 19 કરોડની રાશી એકત્ર થઈ હતી, જે પૈકી 9 કરોડ રૂપિયા વિદેશી શ્રોતાઓનું અનુદાન હતું.

લંડન સ્થિત લોર્ડ ડોલરભાઈ પોપટ અને તેમના પુત્ર પાવન પોપટ દ્વારા આ રાશિમાંથી સવા કરોડ રૂપિયા પોલેન્ડ, સ્લોવેકિયા અને રોમાનિયામાં કાર્યરત જુદી જુદી 10 સંસ્થાઓને પહોંચાડવામાં આવી છે. આ સંસ્થાઓ યુક્રેન યુધ્ધના અસરગ્રસ્તોનાં ઈવેકયુએસનમાં, તેમને નિવાસ અને ભોજન આપવામાં, મેડીકલ સુવિધા આપવા જેવા અનેક કાર્યોમાં કાર્યરત છે.

વસુધૈવ કુટુંબકમની ભાવના અનુસાર ભારતીય અસરગ્રસ્તો અને અન્ય ધર્મ કે જાતિના હોય તેવા પીડિત લોકો માટે પણ આવશ્યકતા અનુસાર આ રકમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બે દેશો વચ્ચેના સંઘર્ષનો ઝડપથી અંત આવે અને આ દુ:ખદ પરિસ્થિતમાં જેમણે પ્રાણ ગુમાવ્યા છે તેવા લોકો માટે એમણે પ્રાર્થના કરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.