સાવરણો છોડી કમળ પકડ્યું / વિજય સુંવાળા AAP સાથે છેડો ફાડી કેસરિયો ખેસ ધારણ કર્યો, CR પાટિલના હાથે પહેર્યો ખેસ, જુઓ આપ્યું મહત્વનું નિવેદન : VIDEO

ગુજરાત ટોપ ન્યૂઝ

ગુજરાતના જાણીતા ગાયક કલાકાર અને આમ આદમી પાર્ટીના પૂર્વ દિગ્ગજ નેતા વિજય સુવાળા ભારતીય જનતા પાર્ટીમાં સત્તાવાર રીતે સામેલ થયા છે.

ગુજરાતમાં વિધાનસભા ચુંટણી 2022 પહેલા રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે. ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને(AAP) એક મોટો આંચકો લાગ્યો છે. આમ આદમી પાર્ટીમાં જોડાયેલા જાણીતા ગાયક કલાકાર વિજય સુંવાળાએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો છે. વિજય સુંવાળા છેલ્લા કેટલાક સમયથી આંતરિક વિખવાદના પગલે નારાજ હતાં જેને લઈને આમ આદમી પાર્ટીમાં ઘણા સમયથી નિષ્ક્રિય થઈ ગયા હતાં. વિજય સુવાળાને CR પાટીલે ખેસ પહેરાવીને ભાજપમાં આવકાર્યા. આ દરમિયાન રજની પટેલ, પ્રદિપસિંહ વાઘેલા સહિતના ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા.

મારી ઉંમર નાની છે, રાતનો ભૂલ્યો સવારે ઘરે આવ્યો છું: વિજય સુવાળા
મીડિયા સાથેની વાતચીતમાં પૂર્વ આપ નેતા વિજય સુવાળાએ કમલમ જતા પહેલા કહ્યું કે, દરેક રાજકીય પક્ષની નીતિ અલગ હોય છે, પરંતુ કુટુંબનો કોઈ મોભી એક પક્ષમાં હોય તો દિકરા અને પરિવારે પણ એજ પાર્ટીમાં રહેવું જોઈએ. ત્યારે મારી ઉંમર નાની છે, રાતનો ભૂલેલો દિવસે ઘરે આવ્યો. સુવાળાએ કહ્યું કે, મેં કોઈ ઉતાવળમાં કાર્ય નથી કર્યું, સભાનતામાં રહીને મેં આત્મનિર્ણયો લીધા છે, મેં જે સમયે જે નિર્ણય લીધો તે રાઇટ જ હશે.

આજે મોટું શક્તિ પ્રદર્શન થઈ શકતું હતું પરંતુ કોરોનાને લઇને નથી થઇ શકેઃ સુવાળા
સુવાળાએ કહ્યું કે, મેં રાજીનામાની જાહેરાત કરી ત્યારે મારા 2000 સમર્થકોએ પણ મારી સાથે રાજીનામા આપ્યા હતા. હાલ અમારુ 2000 યુથનું આ ગ્રુપ સેવાકીય કાર્યો કરે છે. કોરોના ગાઇડલાઇનને લઇને 150થી વધુ લોકોને લઇ નથી લઇ જવાના નહીં તો આજે મોટું શક્તિપ્રદર્શન થઇ શકતું હતું. મારી સાથે 5000 લોકસેવકો અને કાર્યકર્તાઓ આજે ભાજપમાં જોડાશે.

પાટીલે શું કહ્યું?
સી.આર. પાટીલે કહ્યું હતું કે, વિજયભાઈ સુંવાળા આજે ભાજપમાં જોડાયા છે. આજે હું તેમનું સ્વાગત કરું છું. તેઓ ફરીથી ઘરે પાછા આવ્યા છે. એ બીજી પાર્ટીમાં જોડાયા ત્યારે પણ મને મળ્યા હતા.

રવિવારે સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાશે તેવી અટકળો શરૂ થઈ હતી. પરંતુ છેલ્લે સુધી વિજય સુવાળા ના પાડતા રહ્યા હતા. બીજી બાજુ ઈસુદાન ગઢવીએ વિજય સુવાળાના ઘરે જઈને તેમના મનાવવા માટે અનેક પ્રયાસો કર્યા હતા, છતાં વિજય સુવાળા માન્યા નહોતા અને આપ છોડીને ભાજપમાં જોડાયા છે.

જાણીતા ગુજરાતી સિંગર વિજય સુવાળા આમ આદમી પાર્ટીમાં જોડાયાના સાત મહિનામાં જ સિંગર રાજીનામુ આપી ભાજપમાં જોડાયા છે. જો કે વિજય સુવાળા કયા કારણોથી નારાજ હતા તે સામે આવ્યું નથી. ગત જૂન મહિનામાં વિજય સુવાળા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં છોડયા બાદ વિજય સુવાળા ભાજપ કે કોંગ્રેસમાં જોડાશે તેવી અટકળો હતી. જો આ દરમ્યાન તેમણે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સાથે રવિવારે મુલાકાત કરી હતી અને આજે બપોરે ભાજપમાં જોડાયા છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://youtu.be/vXASdhvRvfk )

જાણીતા ગુજરાતી સિંગર વિજય સુવાળા કોણ છે?
જાણીતા ગુજરાતી સિંગર તરીકે વિજય સુવાળાનું ગુજરાતમાં મોટું નામ છે, તેઓ મહેસાણાના સુવાળાના વતની છે. તેમના પિતાનું નામ રણછોડભાઈ છે અને તેમણે 16 વર્ષની ઉંમરે અમદાવાદ આવીને ચા વેચવાનો ધંધો કર્યો હતો. વિજય સુવાળાના પિતાજી ટ્રકના ડ્રાઈવર તરીકે નોકરી કરતા હતા. વિજય સુવાળાએ નાનપણમાં પિતાનો સંઘર્ષ નજીકથી જોયો હતો. ઘરની આર્થિક સ્થિતી સારી ન હોવાથી વિજય સુવાળાને ભણવામાં મન લાગતું નહીં અને ઝડપથી પૈસાદાર બનવાનો વિચારો આવતા હતા. આથી એક ખાનગી ટેલીકોમ કંપનીના કોલ સેન્ટરમાં રૂ. 6500ની નોકરીથી શરૂઆત કરી હતી.

વિજય સુવાળા શરૂઆતમાં માતાજીની રેગડી અને ગરબા જ ગાતા હતા. તેમના એક મિત્રએ સૌપ્રથમ વખત વિજય સુવાળાને પ્રોફેશનલ સિંગર બનવાનું સપનું દેખાડ્યું. આથી વિજય સુવાળાએ રેગડી સિવાયના ઉત્તર ગુજરાતના ગીતો ગાવા લાગ્યા. એક માતાજીના કાર્યક્રમમાં વિજય સુવાળાએ ‘સીદડી તલાવડી’ ગીત ગાયું હતું. આ ગીતનો વીડિયો ઉત્તર ગુજરાતમાં વાયરલ થતા વિજય સુવાળા રાતોરાત લોકપ્રિય બની ગયા.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.