AAP ને પાછો ઝટકો / જુઓ વિજય સુંવાળા, સવાણી પછી આ નેતાએ પણ સાવરણો છોડ્યો, જુઓ રાજીનામુ આપીને ડાયરેક્ટ કમલમ પહોંચ્યા

ટોપ ન્યૂઝ ગુજરાત

વિધાનસભાની ચૂંટણીઓને હવે ગણતરીના મહિનાની વાર છે ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં ગાબડું પડયુ છે. લોકગાયક વિજય સુંવાળા અને સૌરાષ્ટ્રના મોટા ઉધોગપતિ મહેશ સવાણીએ આપના ઝાડુનો સાથ છોડી દીધો છે. વિજય સુવાળાએ તો ભાજપનો હાથ પકડી લીધો છે, પરંતુ મહેશ સવાણીએ હજુ સુધી કોઈ ફોલ પાડ્યો નથી.

ત્યારે વધુ એક વખત AAPમાં આજે એક મોટું ગાબડું પડ્યું છે. AAPના ગધીનગરના નેતાઓ ભાજપમાં જોડાયા છે. ગાંધીનગર જિલ્લા કક્ષાના નેતાઓ કમલમથી આજે ભાજપમાં જોડાયા છે. આમ આદમી પાર્ટીના ગાંધીનગર જિલ્લા મહિલા પ્રમુખ સાવિત્રીબેન શર્મા સહિતના અનેક નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે આમ આદમી પાર્ટીના ગાંધીનગર જિલ્લાના નેતા તેમના સમર્થકો સાથે આજે ભારતીય જનતા પાર્ટીમાં ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બપોરે પહોંચ્યા હતા. જ્યાં ભાજપ અગ્રણીઓની હાજરીમાં તેમણે કેસરિયો કેસ ધારણ કર્યો હતો. ભાજપના ડો. ઋત્વિજ પટેલ સહિતના નેતાઓ AAPના નેતાઓને આવકારવા હાજર રહ્યા હતા. જેમના હાથે AAPના મોટા નેતાઓએ ભાજપનો કેસ ઓઢ્યો છે.

તમને જણાવી દઈએ કે, આપના અગ્રણી નેતા અને સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણીએ પણ આપને અલવિદા કર્યુ છે. તેમણે હાલ રાજકીય સંન્યાસ લીધો છે પણ આવનારાં દિવસોમાં તેઓ ઘરવાપસી કરે તેવા એંધાણ મળી રહ્યા છે. આમ આદમી પાર્ટીમાં આંતરિક વિખવાદ ચરમસિમાએ છે જેનાથી આપના ટોચના નેતાઓ ઘણાં સમયથી વ્યથિત છે.

ગાયક કલાકાર વિજય સુંવાળાનો આપ પ્રત્યેનો મોહ ભંગ થયો હતો. રાજીનામુ ધરી સુંવાળાએ એવુ જણાવ્યું હતુ કે, હું ગાયકીમાં ધ્યાન આપી શકતો નથી જેથી પક્ષ છોડી રહ્યો છું. પણ પાર્ટી છોડ્યાના 24 કલાકમાં જ સુંવાળાના સૂર બદલાયા હતાં.

નોંધનીય છે કે ગુજરાતમાં ભાજપે અત્યારથી જ વિધાનસભા ચૂંટણીઓની તૈયારી કરી છે ત્યારે ઉત્તરપ્રદેશની રાજકીય ઇમેજ ગુજરાતના મતદારો પર અવળી અસર કરે તેમ છે તેવા ડરથી ગુજરાત ભાજપે આપને નિશાન બનાવી છે અને ટોચના નેતાઓને પક્ષપલટો કરાવી ભરતી અભિયાન હાથ ધર્યુ છે. ગુજરાતમાં કોંગ્રેસ-આપના નેતાઓ ભાજપ સાથે જોડાઇ રહ્યા છે તેવુ રાજકીય ચિત્ર ઉભુ કરવા પ્રદેશ નેતાગીરી સક્રિય બની છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.