મોટો ધડાકો / વિજય સુવાળા એ ભાજપમાં જોડાવા માટે લીધા આટલા કરોડ? જુઓ આમ આદમી પાર્ટીના આઈટી સેલ દ્વારા શું પુરાવા આપવામાં આવ્યા

ગુજરાત ટોપ ન્યૂઝ

ગુજરાત આમ આદમી પાર્ટીને હાલમાં જ વિજય સુવાળા(Vijay Suvada) અને મહેશ સવાણીએ(Mahesh Savani) જે રીતે ઝટકો આપ્યો તે ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના કાર્યકરો માં હાહાકાર મચી ગયો છે. તેને લઈને પ્રદેશ પ્રમુખ ઇટાલીયા(Gopal Italia) એ મોડી રાતે એક મિટિંગ બોલાવી હતી અને બધા કાર્યકરોને સંબોધન કર્યું હતું. હાલમાં જ આપ ના આઈટી સેલ દ્વારા એક એવો મેસેજ ફેલાવવામાં આવ્યો છે, જેમાં વિજય સુવાળા અને સી.આર.પાટિલ(C R Patil) પર સંગીન આરોપ મુકવામાં આવ્યા છે. જેની પુષ્ટિ VS24 News કરતું નથી, પરંતુ આ મેસેજ વાયુવેગે whatsapp મારફતે વાયરલ થઇ રહ્યો છે. જાણો શું છે આ મેસેજ?

આમ આદમી પાર્ટીના વિજય સુવાળા ગાંધીનગર ખાતે કમલમમાં ભાજપ પાર્ટી જોઈન કરી તેવા સમાચારોની અટકળ વચ્ચે એક સનસનીખેજ ભરી ખાનગી માહિતી અને ચચાઁ ચાલી રહી છે.

વિજય સુવાળા આપ પાર્ટી છોડવા પાછળનું જવાબદાર કારણ સી.આર.પાટીલ અને જીતુ વાઘાણી છે.

અંગત સૂત્રો પાસેથી મળેલી ખાતરીબંધ પાક્કી માહિતી પ્રમાણે ગત તા: 9/1/22 ના રોજ વિજય સુવાળા તેના અંગત માણસ વિષ્ણુ રબારી નામના વ્યક્તિ સાથે સુરત સી.આર.પાટીલની ઓફિસમાં મોડી રાત્રે રૂબરૂ મુલાકાત કરેલ હતી.

અંગત સૂત્રોએ આપેલ માહિતી પ્રમાણે વિજય સુવાળા સ્પેશિયલ અમદાવાદથી સુરત સી.આર.પાટીલને મળવા આવ્યા હતા તારીખઃ9/1/22 ના રોજ બપોરના સમયે પાટીલની ઓફિસ ખાતે લગભગ પોણો કલાક મિટિંગ કરી હતી. આ સમયે સી.આર.પાટીલની ઓફિસમાં MLA સંગીતા પાટીલ તેમજ સુરતના સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પટેલ તેમજ પૂર્વ ધારાસભ્ય પ્રફુલ્લ પાનશેરીયા પણ ઉપસ્થિત હતા. વિજય સુવાળા આવ્યા પછી પ્રફુલ્લ પાનશેરીયા નીકળી ગયેલ હતા.

જાણવા મળેલ માહીતી પ્રમાણે વિજય સુવાળાને આમ આદમી પાર્ટી છોડવા માટે દસ(10) થી પંદર(15) કરોડ રૂપિયાની ડીલ થઈ છે તેમજ વિજય સુવાળાના નજીકના ખાસ વ્યક્તિ વિષ્ણુ રબારી દ્વારા પૈસા ચુકવવાની જવાબદારી સુરતથી જ સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પટેલને સોંપવામાં આવી છે તેવુ આધારભુત સુત્રો પાસેથી જાણવા મળ્યુ છે.

જો કે વિજય સુવાળાને જીતુ વાઘાણી સાથે છેલ્લા ઘણા સમયથી અંગત સંબંધ હતા તેમજ નિયમિત રીતે વ્હોટસએપ કૉલથી જીતુ વાઘાણી સાથે વાતચીત કર્યા કરતા હતા. છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટીમાં રહીને વિજય સુવાળા પાર્ટીની વાતો સી.આર.પાટીલ અને જીતુ વાઘાણી સુધી પહોંચાડતા હતા.

અંગત સૂત્રોએ દાવા સાથે કહ્યું છે કે, દસ થી પંદર કરોડ લઈને પાર્ટી છોડવાની વાત ખોટી હોય તો વિજય સુવાળાની છેલ્લા બે મહિનાની વ્હોટસએપ કોલ ડિટેઈલ કાઢવામાં આવે તો સત્ય સામે આવી જાય. આ સિવાય તા.9/1/22 ના રોજની કોલ ડિટેઈલ કાઢવામાં આવે તો વિજય સુવાળાના આખા સ્ટંટનો ભાંડો ફૂટી જાય એમ છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.