આલે લે / જુઓ આ ગામની મહિલાઓના વાળ છે દુનિયામાં સૌથી લાંબા, આની પાછળનું રહસ્ય જાણીને તમે પણ ચોંકી ઉઠશો

ટોપ ન્યૂઝ વર્લ્ડ

ચીનની મહિલાઓ તેમના વાળ માટે ખૂબ જ જાણીતી છે. રેશમ જેવા વાળ તેમની ઓળખ છે. ત્યારે આજે વાત કરીશું ચીનના એક પ્રાચીન ગામ હુઆંગ્લુઓની. જ્યાંની મહિલાઓના વાળ દોઢ થી બે મીટરથી પણ વધુ લાંબા છે. આ ગામને લોન્ગ હેર વિલેજના નામે પણ ઓળખવામાં આવે છે.

આ માટે તેનું નામ ગિનિઝ બુક ઑફ રેકોર્ડમાં પણ નોંધાયેલુ છે. અહીના સ્થાનિક લોકોનું માનવું છે કે, મહિલાઓના વાળની લંબાઈ જેટલી હશે એટલો જ તેનો પરિવાર ભાગ્યશાળી રહેશે. આ ક્ષેત્રની એક ખાસ વિશેષતા છે કે અહીંની મહિલાઓ જીવનમાં માત્ર એક જ વાર વાળ કાપી શકે છે. 18માં જન્મદિવસે અહીંની મહિલાઓ વાળ કપાવી શકે છે.

જેનો અર્થ એ થાય છે કે, છોકરી હવે લગ્ન માટે તૈયાર થઈ ગઈ છે. આ ગામની મહિલાઓ જ્યારે લગ્ન માટે જીવનસાથીની શોધ કરતી હોય છે ત્યારે પોતાના વાળને ઢાંકીને રાખે છે. છોકરીના કપાયેલા વાળને તેના દાદી સંભાળીને રાખે છે. લગ્ન બાદ તે વરરાજાને ભેટ આપવામાં આવે છે.

કુંવારી છોકરીઓ પોતાના વાળ સૌથી પહેલા પતિને જ બતાવે છે. તમને સાંભળીને આશ્ચર્ય થશે કે આ ગામનું નામ ગિનિઝ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ છે. સૌથી લાંબા વાળ ધરાવતા ગામનો દરજ્જો આ ગામને મળ્યો છે. ચીનના આ ગામને લોન્ગ હેર વિલેજ પણ કહેવામાં આવે છે.

આ ગામનું નામ હુઆંગ્લુઓ છે. જે જિનશા નદીના કિનારે આવેલું છે. અહીં રેડ યાઓ લોકો રહે છે અને આ મહિલાઓ તેમના લાંબા, ઘટાદાર અને કાળા વાળ માટે જાણીતી છે.

અહીંની મહિલાઓના લાંબા વાળનું રહસ્ય છે ચોખાનું પાણી. જેને તેઓ શેમ્પુની જેમ યુઝ કરે છે. સાથે તેઓ ત્યાંની નદીના પાણીથી વાળ ધુએ છે.આ ગામમાં દર વર્ષે 3 માર્ચે લોંગ હેર ફેસ્ટિવલ મનાવવામાં આવે છે. જેમાં મહિલાઓ ગાઈને અને ડાન્સ કરીને પોતાના વાળનું પ્રદર્શન કરે છે. જેને જોવા માટે ટૂરિસ્ટો ખાસ આવે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.