કિંગ કોહલીનો દબદબો યથાવત / કેપ્ટન પદથી હટાવ્યા બાદ વિરાટ કોહલીએ દેખાડ્યું કિલર ફોર્મ, જુઓ તોડ્યો સચિન તેંડુલકરનો રેકોર્ડ

ટોપ ન્યૂઝ સ્પોર્ટ્સ

ભારત અને સાઉથ આફ્રિકા (India vs South Africa) વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચ પાર્લ મેદાન પર રમાઈ રહી છે. આ મેચમાં સાઉથ આફ્રિકા (South Africa) એ ભારતીય ટીમને જીતવા માટે 297 રનનો ટાર્ગેટ આપ્યો છે. કેપ્ટન પદથી હટાવ્યા બાદ વિરાટ કોહલી પ્રથમ મેચ રમી રહ્યો છે. આ મેચમાં તેણે શાનદાર બેટિંગનો નમૂનો રજૂ કર્યો છે. તેણે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે.

કોહલીએ આ તોડ્યો રેકોર્ડ
સાઉથ આફ્રિકા સામે વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરતા 51 રન બનાવ્યા હતા. તેણે મેદાનની ચારે બાજુ સ્ટ્રોક લગાવ્યા છે. કેપ્ટન પદથી હટાવ્યા બાદ તે એક ખેલાડી તરીકે મેદાનમાં આવ્યો છે. તેણે બતાવ્યું કે ફોર્મ ટેમ્પરેરી હોય છે અને ક્લાસ પરમનેન્ટ છે. વિરાટ કોહલીએ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી નાખ્યો છે. વિરાટ કોહલી હવે વિદેશી ધરતી પર સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. તેણે નવમો રન બનાવતાની સાથે જ આ સિદ્ધિ મેળવી લીધી છે. વિરાટ કોહલીએ ખૂબ જ સંયમ સાથે બેટિંગ કરી હતી.

જ્યારે વિદેશની ધરતી પર રમાયેલી મેચીસની વાત કરીએ તો તે આવી મેચીસમાં 7,226 રન કરી ચૂક્યો છે. અવૅ મેચીસમાં 5,065 રન કરનારા સચિને વિદેશની ધરતી પર કુલ 11,450 રન કર્યા છે, જે વર્લ્ડ રેકોર્ડ છે.

સચિન કરતાં આગળ
સુપરસ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી હવે વિદેશી ધરતી પર સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. તેણે 108 મેચમાં 5066 રન બનાવ્યા છે. જો કે, સચિન તેંડુલકરે 147 મેચમાં 5065 રન બનાવ્યા હતા. ત્યારે કરિશ્માઈ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ત્રીજા નંબર પર 145 મેચમાં 4520 રન બનાવ્યા છે. ચોથા નંબર પર કોચ રાહુલ દ્રવિડ છે જેણે 117 મેચમાં 3998 રન બનાવ્યા છે.

પ્રથમ વનડેમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આફ્રિકન કેપ્ટન ટેમ્બા બાવુમા અને રાસી વેઈન ડુસેને શાનદાર સદી ફટકારી હતી. આ બંનેના કારણે આફ્રિકાની ટીમ આટલો મોટો સ્કોર બનાવી શકી હતી. જો કે, તેના જવાબમાં ભારતીય ટીમે ત્રણ વિકેટના નુકસાન પર 158 રન બનાવી લીધા છે. ભારત તરફથી વિરાટ કોહલી અને શિખર ધવને શાનદાર ઇનિંગ્સ રમી છે. બંને બેટ્સમેનોએ અડધી સદી ફટકારી હતી. શિખર ધવન 79 રન બનાવીને આઉટ થયો હતો. તે જ સમયે, વિરાટ કોહલી 51 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

સાઉથ આફ્રિકા પ્રવાસ માટે કેએલ રાહુલને કેપ્ટન અને જસપ્રિત બુમરાહને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ઘણા દિગ્ગજ ખેલાડીઓ ટીમમાં પરત ફર્યા છે. રવિચંદ્રન અશ્વિન, શિખર ધવન અને જયંત યાદવની વાપસી થઈ છે. આ ખેલાડીઓના કારણે ભારતીય ટીમ સાઉથ આફ્રિકામાં કમાલ કરી શકે છે.

પ્રથમ વનડે મેચ માટે ભારતીય ટીમ
કેએલ રાહુલ (કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, ઋષભ પંત, વેંકટેશ ઐયર, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રિત બુમરાહ (વાઈસ કેપ્ટન).


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.