BIG NEWS / ‘વિરાટ’ નિર્ણય : ટેસ્ટના કેપ્ટન પદેથી પણ વિરાટ કોહલીનું રાજીનામું, જુઓ જણાવ્યું આ મોટું કારણ

ટોપ ન્યૂઝ સ્પોર્ટ્સ

વિરાટ કોહલીએ T-20 પછી ટેસ્ટની કેપ્ટનશિપ પણ છોડી દીધી છે. તેણે શનિવારે આની જાણકારી ટ્વીટ કરીને આપી છે. ઉલ્લેખનીય છે કે વિરાટે દ.આફ્રિકા સામે ટેસ્ટમાં મળેલી કારમી હાર પછી આ નિર્ણય લેતા બધા ચોંકી ગયા છે. કોહલીએ આ અંગે ટ્વીટ કરી માહિતી આપતા એક ભાવુક સંદેશો પણ શેર કર્યો છે. આની પહેલા BCCIએ લિમિટેડ ઓવરમાં એક જ કેપ્ટન રાખવા મુદ્દે વિરાટને કેપ્ટન પદેથી હટાવી રોહિતની પસંદગી કરી હતી.

વિરાટ કોહલીએ ટેસ્ટ કેપ્ટન પદેથી રાજીનામા પછી કહ્યું…
મેં 7 વર્ષથી ટીમને દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે સક્ષમ બનાવી છે અને આમાં મારું સંપૂર્ણ સમર્પણ આપ્યું છે. મેં આ તમામ ફરજ ઈમાનદારી પૂર્વક નિભાવી છે. દરેક યુગનો એક સમય હોય છે અને મને લાગી રહ્યું છે કે ટેસ્ટ ફોર્મેટમાં કેપ્ટન તરીકે મારો બસ આ ક્ષણો પૂરતો જ સમય હતો. આ દરમિયાન મેં ઘણા ચઢાવ ઉતારનો સામનો કર્યો છે અને દરેક મેચમાં એક ખેલાડી અને કેપ્ટન તરીકે મેં મારું બેસ્ટ આપવાનો પ્રયત્ન કર્યો છે.

કોહલીએ સ્વેચ્છાએ T-20 કેપ્ટનપદેથી રાજીનામું આપ્યું
વિરાટ કોહલીએ સ્વેચ્છાએ T-20ની કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય કર્યો હતો. જેના પરિણામે BCCIને એવી આશા હતી કે વિરાટ કોહલી વનડે ફોર્મેટની કેપ્ટનશિપ પણ સ્વેચ્છાએ છોડે. જોકે એમ ન થતા BCCIએ રોહિત શર્માને વનડે ફોર્મેટનો પણ કેપ્ટન બનાવી દીધો છે. ઉલ્લેખનીય છે કે કોહલીએ કહ્યું હતું કે તે ટેસ્ટ અને વન-ડેની કેપ્ટનશિપ કરવા માગતો હતો.

કોહલીની કેપ્ટનશિપમાં ઈન્ડિયન ટીમનો વનડે ફોર્મેટમાં રેકોર્ડ શાનદાર રહ્યો છે. ભારતે 95 વનડે મેચ રમી છે, જેમાંથી 65 જીતી અને 27માં હારનો સામનો કરવો પડ્યો છે. તેવામાં 3 એવી મેચ રહી છે જે ટાઈ રહી અથવા નિર્ણય આવી શક્યો નહોતો. વળી કોહલીની કેપ્ટનશિપ દરમિયાન ટીમનો વિનિંગ રેશિયો પણ 68% રહ્યો છે. જોકે તે ટીમને એકપણ ICC ટ્રોફી જીતાડી શક્યો નથી.

ટેસ્ટ કેપ્ટન તરીકે વિરાટ કોહલીનો રેકોર્ડ
• મેચ- 68 • જીત- 40 • હાર- 17 • જીતની ટકાવારી-58.82

વિરાટ કોહલીના કેટલાક મહત્વપૂર્ણ રેકોર્ડ
• ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ શ્રેણી જીતનાર પ્રથમ ભારતીય કેપ્ટન
• દક્ષિણ આફ્રિકાની ધરતી પર 2 ટેસ્ટ મેચ જીતનાર પ્રથમ ભારતીય કેપ્ટન
• ઈંગ્લેન્ડની ધરતી પર 3 ટેસ્ટ જીતનાર પ્રથમ ભારતીય કેપ્ટન

વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં બેટિંગનો રેકોર્ડ
• ઇનિંગ – 113 • રન – 5864 • એવરેજ – 54.80 • સદી – 20 • અર્ધસદી – 18 • બેવડી સદી – 7 • સર્વોચ્ચ સ્કોર – 254*

BCCIએ કોહલીનો ખાસ આભાર માન્યો
વિરાટના ટ્વીટ પર બીસીસીઆઈએ ભારતીય ક્રિકેટમાં તેના યોગદાનનો આભાર માન્યો છે. બોર્ડે ટ્વીટ કર્યું, ‘બીસીસીઆઈ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને તેની પ્રેરણાદાયી નેતૃત્વ ક્ષમતા માટે અભિનંદન આપે છે જેણે ટીમને ઉંચાઈઓ પર પહોંચાડી છે. તેણે 68 ટેસ્ટ મેચોમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું, જેમાંથી ટીમ ઈન્ડિયાએ 40માં જીત મેળવી હતી.કોહલીએ પોતાના મેસેજમાં આગળ લખ્યું કે, ‘હું હંમેશા દરેક બાબતમાં મારું 120 ટકા આપવામાં વિશ્વાસ રાખું છું અને જો હું એવું ન કરી શકું તો હું જાણું છું કે આ કરવું યોગ્ય નથી. મારે મારા હૃદયમાં સંપૂર્ણ સ્પષ્ટતા હોવી જરૂરી છે અને હું ટીમ સાથે અપ્રમાણિક ન હોઈ શકું.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.