ફેન્સની આતુરતાનો અંત આવ્યો / વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની પરી જેવી દીકરી વમિકની પેહલી ઝલક આવી સામે, ક્યુટનેસ કુટી કુટીને ભરી છે : જોઈલો વિડિઓ

ટોપ ન્યૂઝ બોલિવૂડ સ્પોર્ટ્સ
બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી દીકરી વામિકા સાથે ગુરુવારે દક્ષિણ આફ્રિકા જવા રવાના થયા હતા. ભારત 26 ડિસેમ્બરથી દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચની ટેસ્ટ સીરીઝ રમશે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ટીમના અન્ય સભ્યો સાથે એરપોર્ટ પર જોવા મળ્યા હતા. વિરાટ બસમાંથી ઉતરતાની સાથે જ ત્યાં હાજર પેપરાજીઓને દીકરી વામિકાના ફોટા ન લેવાની વિનંતી કરતા જોવા મળ્યા હતા. તેમણે પેપરાજીને કહ્યું, બેબીનો ફોટો ના લેતા પ્લીઝ. અનુષ્કા જ્યારે બસમાંથી નીચે ઉતરી ત્યારે તેણે દીકરી વામિકાને ખોળામાં પકડી હતી.

અનુષ્કા શર્મા આજે વહેલી સવારે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. તેની સાથે તેના પતિ વિરાટ કોહલી અને તેમની પુત્રી વામિકા પણ હતી. વાસ્તવમાં વિરાટ કોહલી ભારતીય ટીમ સાથે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જઈ રહ્યો હતો. તેની સાથે વામિકા અને અનુષ્કા પણ જોવા મળી હતી. વહેલી સવાર હતી તેથી તેને અપેક્ષા નહોતી કે કોઈ પેપરાજીને તેમને સ્પોટ કરશે. આ માટે તેમણે વામિકાના ચહેરાને ઢાંક્યો ન હતો. જેના કારણે લોકોને નાનકડી વામિકાની મનોહર ઝલક જોવા મળી હતી.

અભિનેત્રી અનુષ્કા શર્માએ બ્લેક ટ્રેકસૂટ અને સફેદ સ્નીકર્સ પહેર્યા હતા. વામિકા અને તેની આયા એરપોર્ટ પર એક કતારમાં જોવા મળ્યા હતા. નોંધનીય છે કે, અનુષ્કા અને વિરાટ દીકરી વામિકનો ચહેરો નથી બતાવતા. બંને નથી ઈચ્છતા કે તેમની દીકરીનો ચહેરો સાર્વજનિક થાય, આ માટે તેઓ હંમેશા વામિકાના બેક ફોટો અપલોડ કરે છે. અનુષ્કા શર્મા અને તેની પુત્રી વામિકા વિરાટ કોહલી સાથે તેમની ટુર્નામેન્ટ માટે વિવિધ દેશોમાં પ્રવાસ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Virushka ❤️ (@viratanushkastuff)

કપલે લંડનમાં વામિકાના છ મહિનાની ઉજવણી પણ કરી હતી. જેની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી હતી. બાદમાં તે UAE ગઇ જ્યાં ટીમ ઇન્ડિયાએ ICC T20 વર્લ્ડ કપ રમ્યો. જો કે ભારતીય ક્રિકેટ ટીમ ફાઈનલ માટે ક્વોલિફાઈ કરી શકી ન હતી. અનુષ્કા શર્માએ અહીં વિરાટનો જન્મદિવસ ઉજવ્યો હતો અને તેની તસવીરો પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

નાની વામિકા દેખાવમાં માતા અનુષ્કા અને પિતા વિરાટ જેવી જ છે. બંનેની ઝલક તેના ચહેરા પર જોઈ શકાય છે. વામિકાનો ચહેરો બિલકુલ અનુષ્કા શર્મા જેવો છે જ્યારે તેની આંખો અને ભમર વિરાટ જેવી છે. વામિકા આંખ ના પલકારા વિના સીધી કેમેરા તરફ જોઈ રહી હતી. આ તસવીરને વામિકાની પહેલી ઝલક માનવામાં આવે છે.

અનુષ્કા શર્માએ આ વર્ષે 11 જાન્યુઆરીએ દીકરી વામિકાને જન્મ આપ્યો હતો. ત્યારથી વિરાટ અને અનુષ્કા તેમના પેરેન્ટહુડનો આનંદ માણી રહ્યા છે. અનુષ્કા અને વિરાટ તેમની પુત્રી સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતા જોઈ શકાય છે. તે અવારનવાર આવી દીકરીની તસવીરો શેર કરે છે, પરંતુ તેમાં ક્યારેય તેની દીકરીનો ચહેરો દેખાતો નથી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.