શું ગુનો કર્યો કોહલીની કારે? / જાણો શા માટે પોલીસ સ્ટેશનમાં ભંગારની જેમ પડી છે વિરાટ કોહલીની અઢી કરોડની લક્ઝૂરિયસ કાર

ટોપ ન્યૂઝ સ્પોર્ટ્સ

ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ભારતીય એક્સ કેપ્ટન વિરાટ કોહલી તેમની આક્રમક બેટિંગ માટે જાણીતા છે. રન મશીન વિરાટ કોહલી મેદાન પર હંમેશા ખૂબ જ આક્રમક જોવા મળે છે. વિરાટ આ સમયે દુનિયાના સૌથી અમીર ક્રિકેટરોમાંથી એક છે. ભારતીય કેપ્ટનની ભારે લોકપ્રિયતાને લીધે તેમને ડઝનો બ્રાન્ડના પોસ્ટર બોય બનાવી દીધા છે. યુવા ક્રિકેટર વિરાટ કોહલીને પોતાના રોલ મોડેલ માને છે. ટી-2, વનડે અથવા ટેસ્ટમાં વિરાટ કોહલી અલગ જ અંદાજમાં બેટિંગ કરે છે. હાલમાં જ વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી રાજીનામુ આપીને તેના ફેન્સને ચોંકાવી દીધા હતા.

વિરાટ કોહલી પાસે વર્તમાનમાં ઘણી લક્ઝરી કાર છે. કોહલી લક્ઝરી કારના શોખીન છે. તેમની પાસે ઘણી સારી લક્ઝરી કાર છે. કોહલી લાંબા સમયથી ઓડી ઈન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. કોહલી ઓડી ઇન્ડિયાની દરેક નવી કારના લોન્ચિંગ પર ખાસ જોવા મળે છે.

તો વિરાટ કોહલીને દર વખતે ગિફ્ટમાં નવી કાર મળે છે. આ પછી જૂની કારનું શું થાય છે? આ સવાલ ઘણીવાર ફેન્સના મનમાં આવે છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની એક જૂની કાર મહારાષ્ટ્રના પોલીસ સ્ટેશનમાં પડી છે. કોહલીની તે કાર પર પોલીસ સ્ટેશનમાં ધૂળ ચડી ગઈ છે. જોકે, વિરાટ કોહલી પર કોઈ અપરાધ નથી છતાં તેમની કાર પોલીસ સ્ટેશનમાં ધૂળ ખાઈ રહી છે.

જ્યારે ઓડી ઇન્ડિયાએ નવું R8 મોડેલ લોન્ચ કર્યું ત્યારે ભારતીય કેપ્ટન દ્વારા ઉપયોગ કરાતાં જૂના મોડેલને વેચવાનો નિર્ણય કર્યો હતો. આ વર્ષ 2012ની ઓડી R8 હતી. વિરાટ કોહલીની પહેલી ઓડી કાર હતી. વર્ષ 2016માં વિરાટે એક બ્રોકર દ્વારા સાગર ઠક્કર નામના એક વ્યક્તિને પોતાની ઓડી વેચી દીધી હતી.

એક વેબસાઇટના રિપોર્ટ મુજબ સાગર પછી એક ઘોટાળામાં સામેલ હતો. જેના લીધે તેમની કાર પોલીસે જપ્ત કરી લીધી હતી. અત્યારે તે કાર મહારાષ્ટ્રના પોલીસ સ્ટેશનમાં ધૂળ ખાઈ રહી છે. સાગર ઠક્કરે આ કાર તેની ગર્લફ્રેન્ડને ગિફ્ટમાં આપવા માટે વિરાટ પાસેથી ખરીદી હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.