ગોઝારો અકસ્માત / કિમ નજીક ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટતા SRP જવાનોની બસ ઉભેલા ટ્રક સાથે જોરદાર અથડાઈ, જુઓ આટલા જવાનોની હાલત ગંભીર

ટોપ ન્યૂઝ ગુજરાત

વડોદરાથી જવાનો સુરતના ઉધના જઈ રહ્યા હતા

કીમ ચાર રસ્તા નજીક આવેલા સીયાલજ પાટિયા પાસે એસ. આર. પી. જવાનોને લઇ જઈ રહેલી બસને ટ્રક સાથે અકસ્માત નડ્તા ભાગદોડ મચી ગઇ હતી. ઉભેલી ટ્રક પાછળ SRP જવાનાઓની બસ ભટકાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 17 જેટલા જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં ચારની હાલત ગંભીર ગણાવાઈ રહી છે.

કીમ ચાર રસ્તા નજીક આવેલા સીયાલજ પાટિયા પાસે આજે વહેલી સવારે અકસ્માતની ઘટના બની હતી. વડોદરા એસ. આર. પી. કેમ્પથી 27 જેટલા જવાનોને લઇ સુરતના ઉધના જઈ રહ્યા હતા. એસ. આર. પી.જવાનોની બસના ચાલકે રોડ ઉપર ઉભેલી ટ્રક સાથે પાછળથી બસ અથડાવી દેતા જોરદાર અસ્ક્મત સર્જાયો હતો. વધુ પડતા ધુમ્મસના કારણે અકસ્માત સર્જાયો હોવાની વાત સામે આવી હતી.

બસમાં સવાર 27 પેકીના 4 જવાનોને ગંભીર ઈજાઓ થઇ હતી જયારે 13 જવાનોને સામાન્ય નાનીમોટી ઈજાઓ થઇ હતી. તમામ ઈજાગ્રસ્તોને કીમ ચાર રસ્તા ખાતે આવેલી ખાનગી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. ઘટના ની જાણ પોલીસને થતા કોસંબા પોલીસ તેમજ એસ. આર. પી. ની ટીમ ઘટના સ્થળે પહોચી હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.