500 વર્ષ કરતા પણ વધુ પૌરાણિક ઋણ મોચન પંચમુખી હનુમાનના દર્શન કરી અત્યારે જ આશીર્વાદ લો

ધર્મ

આપણા આ દેશમાં ઘણા સ્થળો એવા છે કે જયાં ચમત્કારી મંદિરો આવેલા છે તેવા જ એક મંદિરની આજે વાત કરવા માટે જઈ રહયા છીએ કે જે આવેલું છે આપણા રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ભરૂચ જિલ્લાના કુકરવાડા ગામમાં.આ ગામ આવેલું છે નર્મદા નદીના કિનારે.

કુકરવાડા ગામમાં પવિત્ર નર્મદા નદી પસાર થાય છે ત્યાં આ નદીના કિનારા પર આશરે પાંચસો વર્ષ કરતા પણ વધુ પૌરાણિક ઋણ મોચન પંચમુખી હનુમાન દાદાનું પ્રાચીન અને ભવ્ય મંદિર આવેલું છે.અહીં આ મંદિરમાં દર શનિવારે તેમજ મંગળવારે તેમજ હનુમાન જ્યંતી જેવા તહેવાર પર ભક્તોની ખૂબ મોટી સંખ્યામાં ભીડ જોવા મળે છે.

ચાલો અમે તમને જણાવીએ કે આ મંદિરના ઈતિહાસ વિશે નામ કેવી રીતે પાડવામાં આવ્યું. નર્મદા નદીના કાંઠા પર કુદરતના સાનિધ્યમાં અને મનમોહક વાતાવરણમાં આ પંચમુખી હનુમાનજી દાદાનું મંદિર આવ્યું છે.આ મંદિર અંદાજે 525 વર્ષ કરતા પણ વધારે જૂનું હોવાનું મનાય છે.

ગામના કોઈ ભાગ્યશાળી અને ધર્મમાં માનનારા ભક્તને સપનું આવેલું કે ગામની બાજુમાં આવેલી ટેકરી પર આજથી બરાબર એક વર્ષ પછી જો ખોદકામ કરવામાં આવશે તો ત્યાંથી ભગવાન પ્રગટ થશે.પરંતુ બન્યું એવું કે ગામના લોકો તો આ વાત જાણીને અધિરા બન્યા અને તેમની ધીરજ ખૂટી ગઈ અને ફક્ત છ મહિના જેટલા ટૂંકાગાળામા જ ટેકરી પર ખોદકામ કરવા લાગી ગયા.

ગામલોકોએ જે જગ્યા હતી ત્યાં જ ખોદકામ ચાલુ કર્યું માંડ 4 થી 5 ફૂટ જેટલું જ ખોદકામ થયું હશે અને ત્યાંથી તો એક મોટી શિલા મળી આવી.આ શિલા પર નાના બાળકોના મુખ જેવા આકારના પાંચ મુખારવિંદ જોવા મલ્યા જેથી ગ્રામજનોની ખુશીનું કોઈ જ ઠેકાણું ના રહ્યું અને ગ્રામજનોએ તેનું નામ આપ્યું પંચમુખી હનુમાનજી.

આજે તો આ પંચમુખી હનુમાનજી ભક્તોમાં ઋણ મોચન હનુમાનજી તરીકે પ્રખ્યાત થયા છે.કોઈ માણસને જો કરજ થયું હોય કે દેવું થઈ ગયું હોય ત્યારે તે માણસ આ પંચમુખી હનુમાનજી કે આજે તો ઋણ મોચન હનુમાનજી તરીકે પ્રખ્યાય બન્યા છે તેમના સાનિધ્યમાં આવીને સાચી શ્રદ્ધા અને મનમાં વિશ્વાસ રાખી બે હાથ જોડીને પ્રાર્થના કરી કરે છે તેની અરજ ભગવાન સાંભળે છે અને તેને ધીમે ધીમે ઋણમાંથી મુક્ત કરે છે.

અહીં આ મંદિરમાં દર બેસતા વર્ષના દિવસે એટલે કે નવા વર્ષના પહેલા જ દિવસે મોટો મેળો ભરાય છે.નર્મદા પુરાણમાં પણ પંચમુખી હનુમાનજીને ઋણ મોચન હનુમાનજી તરીકે ઓળખવામાં આવ્યા છે.અહીં હનુમાન જયંતીના દિવસે ભજનનું આયોજન કરવામાં આવે છે અને મહાપ્રસાદ રાખવામાં આવે છે જેનો લાભ ઘણા ભક્તો લે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.