હજી નાટક કરો / બર્થડે પર યુવકે કેક કાપી અને મોઢામાં કેન્ડલ પકડી, ત્યાં મિત્રોએ કર્યું એવું કે તરત જ ભડભડ કરતો સળગી ગયો બર્થડે બોય : જુઓ વિડિઓ

ઇન્ડિયા

નાનકડી એવી ભૂલ કઈ રીતે જીવલેણ પુરવાર થાય છે એ જોવા મળ્યું મહારાષ્ટ્રના અંબરનાથમાં. અહીં બર્થડે સેલિબ્રેશન દરમિયાન એક યુવક નાનીએવી મીણબત્તીથી ભડકેલી આગની જ્વાળાની ઝપેટમાં આવી ગયો અને ગંભીર રીતે દાજી ગયો. આ ઘટના મંગળવારની છે.

જન્મદિવસના જશ્નમાં ભંગ પડ્યા બાદ રાહુલ નામનો આ બર્થડે બોય હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બુવાપાડા વિસ્તારમાં રહેતા રાહુલનો મંગળવારે જન્મદિવસ હતો. મિત્રોએ જન્મદિવસને ખાસ બનાવવાની સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી હતી. સજાવટની સાથે સરપ્રાઈઝ આપવા માટે ઈંડાં અને લોટ પણ લાવ્યા હતા.

રાહુલને બર્થડે કેપ પહેરાવવામાં આવી અને કિંગનો ક્રાઉન પણ પહેરાવવામાં આવ્યો. મિત્રો દ્વારા ગોઠવવામાં આવેલી પાર્ટીમાં રાહુલે જેવી જ કેપ કાપી તેના મિત્રોએ મોઢામાં સળગતી કેન્ડલ મૂકી દીધી. એ બાદ પહેલા માથામાં ઈંડાં ફેંકવામાં આવ્યાં અને પછી લોટ નાખવામાં આવ્યો. એને કારણે મોઢામાં દબાયેલી કેન્ડલમાંથી નીકળેલા તણખાએ રાહુલને આગની જ્વાળામાં ઝપેટી લીધો.

જ્યાં સુધી આજુબાજુના લોકો કંઈ સમજે એ પહેલા રાહુલનું શરીર અડધાથી વધુ સળગી ગયું હતું. ગમે તેમ કરીને લોકોએ આગ પર કાબૂ મેળવ્યો અને રાહુલને હોસ્પિટલમાં દાખલ કરાવ્યો.

લોટ જ્વલનશીલ હોય છે અને ફૂલઝરવાળી કેન્ડલમાંથી નીકળેલા તણખાની ઝપેટમાં આવતાં તે સળગી ગયો. રાહુલ પર લોટ ફેંકનારે જ તેને હોસ્પિટલ પહોંચાડ્યો. ડોકટરે કહ્યું હતું કે આગને કારણે રાહુલનો જીવ તો બચી ગયો, પરંતુ તેને ફરી સ્વસ્થ થતાં ઘણો સમય લાગશે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/04/14/88-mh-bday-video-prithvy1_1649909527/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.