મુખ્યમંત્રી સુધી પહોંચ્યો મામલો / સુરતના સેવાસણની પૂર્ણા નદીમાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનનનો પર્દાફાશ, જુઓ CM અને કલેક્ટર સુધી ફરિયાદ પહોંચતા થયું એવું કે….

ટોપ ન્યૂઝ સુરત

સુરતના મહુવાના સેવાસણમાં આવેલી પૂર્ણા નદીમાં ચાલતું ગેરકાયદે રેતી ખનન ઝડપાયું છે. શ્રીજી કન્સ્ટ્રક્શન એજન્સી દ્વારા ગેરકાયદે રેતી ખનન ઝડપાયું છે. સ્થાનિકોએ CM અને કલેક્ટરને ફરિયાદ કરતા તંત્ર હરકતમાં આવ્યું છે. કલેક્ટરની સૂચના બાદ પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

ગઈ કાલ સવારથી જ શરૂ થયેલી કાર્યવાહી મોડી સાંજ સુધી ચાલી હતી. જેમાં પોલીસે 48 ટ્રકો, 2 સ્ટીમર, 5 નાની બોટ, બે હિટાચી મશીન સહિત કરોડોનો મુદ્દામાલ કબજે કર્યો છે.

જણાવી દઇએ કે, સુરત જિલ્લાના સેવાસણ ગામમાંથી વહેતી પૂર્ણા નદીમાંથી છેલ્લાં ઘણાં સમયથી ગેરકાયદે રેતીખનન થતું હતું. જે અંગે ગ્રામજનોની અનેક રજૂઆત બાદ પણ કોઈ જ કાર્યવાહી હાથ ન ધરાતા છેવટે મુખ્યપ્રધાન સુધી લેખિતમાં ફરીયાદ કરાઇ હતી.

આ ફરિયાદના આધારે બારડોલીના પ્રાંત અધિકારી SDM સ્મિત લોઢાએ શનિવારના રોજ સ્થળ પરથી ટ્રકો સહિત કરોડોની મશીનરી અને સાધનો જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી હતી. જેના કારણે રેતી માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાઇ ગયો હતો.

આ તપાસમાં બારડોલી પ્રાંત અધિકારીની સાથે મહુવા અને બારડોલી મામલતદાર, નાયબ મામલતદાર, મહુવા પોલીસ મથકનાં સ્ટાફ સહિત મામલતદારનો સ્ટાફ કામે લાગી ગયો હતો. હાલમાં આ મામલે વધુ તપાસ શરૂ છે. જો કે, તપાસ પૂર્ણ કર્યા બાદ સુરત ભૂસ્તર વિભાગને આગળની તપાસ સોંપવામાં આવશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.