હત્યા કે પછી એક્સિડન્ટ / મોર્નિંગવૉકમાં ફુટપાથપર ચાલતા યુવકને બેકાબુ બોલેરોએ પાછળથી આવીને ઉડાડ્યો, વિડિઓ જોઈને તમારું કાળજું કંપી ઉઠશે : જુઓ વિડિઓ

અમદાવાદ ટોપ ન્યૂઝ

અમદાવાદ શહેરમાં હીટ એન્ડ રનની વધુ એક ઘટનામાં મોર્નિંગવોક પર નિકળેલા યુવાનનો ભોગ લેવાયો છે. વસ્ત્રાલમાં મોર્નિંગવોકમાં પર નિકળેલો યુવાન ફૂટપાથ પર ચાલી રહ્યો હતો છતાં બોલેરોએ અડફેટે લીધો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત વ્યક્તિનું ઘટનાસ્થળે અકસ્માતની 10 સેકન્ડમાં જ મોત નીપજ્યું હતું. ( વિડિઓ નીચે આપેલો છે )

જે રીતે આ અકસ્માતમાં થયો છે તેને જોતાં હત્યાની પણ શંકા સેવાઈ રહી છે. બોલેરો પિકઅપ વાનના ચાલકની બેદરકારી CCTV કેમેરામાં કેદ થઈ છે. આ ઘટનામાં બેફામ ગાડી હંકારતા બોલેરોના ચાલક સામે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદ શહેરમાં વસ્ત્રાલ વિસ્તારમાં શુક્રવારે સવારે 6 વાગ્યાના અરસામાં કેનારા બેંકથી થોડા આગળ શૈલેષ પ્રજાપતિ મોર્નિંગ વોક પર જતાં હતાં.

આ દરમિયાન પાછળથી પુરપાટ આવી રહેલી બોલેરો કારના ડ્રાઈવરે તેમને અડફેટે લીધાં હતાં. આ અકસ્માતમાં શૈલેષ પ્રજાપતિનું ગંભીર ઈજા થવાને કારણે અવસાન થયું હતું. ડ્રાઈવર આ ઘટના બાદ ફરાર થઈ ગયો હતો. આ વિસ્તારની જનતાએ બેફામ વાહન હંકારતા ડ્રાઈવરને પકડી પાડવા તથા તેની સામે તાત્કાલિક કાયદેસરની કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.

બેફામ ગાડી હંકારતા વાહન ચાલકો સામે સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી છે. વારંવાર થતા અકસ્માતને લઈને લોકો પરેશાન છે અને સાથે જ આ માટે ખાસ પગલા લેવાય તેવી ઈચ્છા પણ વ્યક્ત કરતા જોવા મળે છે.

અવારનવાર બનતી હિટ એન્ડ રનની ઘટનાઓમાં નિર્દોષ લોકોના મોત થવાના કારણે હવે લોકોમાં પણ રોષ ફેલાયો છે. હાલમાં આ ઘટનામાં બેફામ ગાડી હંકારતા કાર ચાલક સામે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/06/25/01-ahmedabad-heat-and-run_1656138328/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. ?

 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.?


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *