વોર્નરનું પોપટ થઈ ગયું / વોર્નરનો દાવ અવળો પડ્યો : રોનાલ્ડો બનવાની કોશિશમાં ડેવિડ વોર્નરની સાથે થઈ જોવા જેવી

ટોપ ન્યૂઝ સ્પોર્ટ્સ

વોર્નર ના બની શક્યા રોનાલ્ડો:પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કોકા કોલાની બોટલો હટાવી, ICCના કહેવાથી પાછી મૂકવી પડી

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ યુરો કપ-2020માં એક પ્રેસ કોન્ફરન્સમાં તેમની સામે મૂકેલી કોકા કોલાની બોટલો હટાવી દીધી હતી. તેના કારણે કોકા કોલાને કરોડોનું નુકસાન થયું હતું. હવે ઓસ્ટ્રેલિયાના સલામી બેટર ડેવિડ વોર્નરે શ્રીલંકા સામેની મેચ પછી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રોનાલ્ડો બનવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમને સફળતા નહતી મળી.

ડેવિડ વોર્નરની સામે બે કોકા કોલાની બોટલો રાખી હતી. તેમણે બંને બોટલો ત્યાંથી હટાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમની સામે બેઠેલા ICCના એક અધિકારીએ તેમને આવું કરતાં રોક્યા હતા. વોર્નરે આ દરમિયાન કહ્યું કે, મારે આ અહીંજ મૂકવી પડશે. જો એ રોનાલ્ડો માટે યોગ્ય છે તો મારા માટે પણ ઠિક છે.

વોર્નરે કરી ફોર્મમાં વાપસી
શ્રીલંકા સામે મેચ પહેલાં ડેવિડ વોર્નરના ફોર્મ પર સતત સવાલો ઉભા કરવામાં આવતા હતા. IPL ફેઝ-2 અને વોર્મ મેચ સિવાય સાઉથ આફ્રિકા સામે તેઓ વધારે રન નહતા કરી શક્યા. પરંતુ શ્રીલંકા સામેની મેચમાં તેમણે 65 રન કરીને આ સ્ટાર ખેલાડીએ ફોર્મમાં વાપસી કરી લીધી છે.

મેચમાં શું થયું?
T-20 WCની 22મી મેટમાં ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને 7 વિકેટથી હરાવ્યા. ટોસમાં હારીને પહેલાં બેટિંગ કરીને 154 રનનો સ્કોર કર્યો હતો. ટીમના ઘણાં ખેલાડીઓએ સારી ઓપનિંગ કરી પરંતુ વધારે સારો સ્કોર કરી શક્યા નહીં. ઓસ્ટ્રેલિયા માટે એડમ જમ્પા, મિચેલ સ્ટાર્ક અને પેટ કમિંસે 2-2 વિકેટ લીધી. 155 રનના ટાર્ગેટ કાંગારુ ટીમે 17 ઓવરમાં માત્ર 3 વિકેટ ગુમાવીને પૂરો કરી લીધો હતો.

શ્રીલંકા વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાએ મેળવેલી જીતમાં ઓપનર બેટ્સમેન ડેવિડ વોર્નર (David Warner)ની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. વોર્નર લાંબા સમય પછી ફોર્મમાં જોવા મળ્યો હતો અને તેણે 42 બોલમાં 10 ચોગ્ગાની મદદથી 65 રનની ઈનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયન ટીમના જીતના નાયક ડેવિડ વોર્નર જ્યારે પ્રેસ ફોન્ફરન્સ કરવા પહોંચ્યા, ત્યારે તેમણે કંઈક એવું કર્યું કે જેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

જોકે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ડેવિડ વૉર્નરની સામે કોકા કોલાની બે બોતલો પડી હતી. વોર્નર આ બોટલોને ઉઠાવીને ટેબલ પાછળ પગની નીચે મૂકવા વાગ્યા હતા. વોર્નરે કહ્યું, મારે અહીં જ રાખવી પડશે. જો આ રોનાલ્ડો માટે યોગ્ય છે તો મારા માટે પણ યોગ્ય છે. પરંતુ ત્યાં હાજર ICC અધિકારીએ તેમણે આવું કરતા રોકી દીધા હતા.

એક બાજુ જ્યાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo) જેવું કરવાની કોશિશમાં ડેવિડ વોર્નર આ બોતલોને હટાવવા લાગ્યા હતા, પરંતુ બીજી બાજુ તેમણે જ આ બોતલોને ફરીથી ટેબલ પાસે રાખવી પડી હતી. કેટલાક પ્રશંસકોએ તેને વિપરીત ડેવિડ વોર્નરની મુશ્કેલી ગણાવી છે.

એક બાજુ જ્યાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo) જેવું કરવાની કોશિશમાં ડેવિડ વોર્નર આ બોતલોને હટાવવા લાગ્યા હતા, પરંતુ બીજી બાજુ તેમણે જ આ બોતલોને ફરીથી ટેબલ પાસે રાખવી પડી હતી. કેટલાક પ્રશંસકોએ તેને વિપરીત ડેવિડ વોર્નરની મુશ્કેલી ગણાવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 6 વિકેટ ગુમાવીને 154 રન બનાવ્યા હતા. લક્ષ્યાંકનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ 17 ઓવરમાં મેચ જીતી લીધી હતી. ઓપનર એરોન ફિન્ચ અને ડેવિડ વોર્નરે ઓસ્ટ્રેલિયાને સારી શરૂઆત અપાવી, પાવરપ્લેમાં 63 રન બનાવ્યા, જે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીનો સૌથી વધુ સ્કોર છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.