ભગવાન ની ભક્તિ માં લિન થયા શ્વાનો, કૂતરાઓનો આ વિડીયો જોઈ તમારા મનમાં તેમના પ્રત્યે સંવેદના વધી જશે : જુઓ વિડિઓ

ધર્મ

આપણે રોજ બરોજ આપણા ઘરે અને મંદિરે જઈને ભગવાનની પૂજા, અર્ચના કરતા હોઈએ છીએ. ભગવાન માત્ર માણસ પૂરતા સીમિત હોતા નથી. તેને આ ધરતી પર રહેલા દરેક નાના મોટા સજીવ જીવને સાચવવાના હોય છે. અને એવું પણ નથી કે ભગવાનની પૂજા માત્ર મનુષ્ય જાતિ જ કરે છે. ( વિડિઓ નીચે આપેલો છે )

ભગવાનની પૂજા ના અનેક વિડીયો આપણે પ્રાણીઓના અને પશુઓના જોઈ શકતા હોઈએ છીએ કે જેમાં ભગવાનની પૂજા કરવા તે મંદિરે આવતા હોય છે. એવો એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો સુરત જિલ્લાનો છે. સુરત જિલ્લામાં આવેલું એક શિવ મંદિર કે જ્યાં સવારે સાંજ આરતી થતી હોય તેમાં એક દિવસ આરતીમાં ત્રણથી ચાર શ્વાન પહોંચ્યા હતા.

અને આરતીમાં જોડાઈને ભગવાન ની પૂજામાં લિન થઇ ને ઉભા હતા. વીડિયોમાં જોઈ શકાય છે તેમ માણસની જેમ જ શ્વાનો પણ ભગવાનને પૂજાનો અને આરતી નો આનંદ લઈ રહ્યા છે.

આપણે શ્વાન ને રસ્તા ઉપર રખડતા ભટકતા તો જોયા હશે. પરંતુ ક્યારેય આવી રીતના મંદિરમાં ભગવાન ની આરતીનો લ્હાવો લેતા તો ભાગ્ય જ જોયા હશે. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ની સાથે જ લોકો આ શ્વાન નો પ્રત્યે સંવેદના દર્શાવી રહ્યા છે. અને અનેક અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

શ્વાન પણ ભગવાનની આરતીમાં ઊભા રહીને પોતાનું યોગદાન આપી રહ્યા છે. આવા વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ લોકોને આવા જાનવર પ્રત્યેની પ્રીતિ વધી જતી હોય છે. આપણા સમાજમાં કેટલાક લોકો એવા પણ છે કે તે પાલતુ કૂતર ઓ ને પોતાના ઘરમાં રાખતા હોય છે. અને શ્વાન એટલા બધા વફાદાર હોય છે કે તે તેની વફાદારી ક્યારેય છોડતા હોતા નથી.

( વિડિઓ જોવા અહીં ક્લિક કરો : https://twitter.com/i/status/1572920220242808836 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.