આલે લે…પાછી ઉર્વશીને ટ્રોલર્સે ઉપાડી લીધી / જુઓ VIDEO પંત રમતો હતો ત્યારે સ્ટેડિયમમાં ઉર્વશીએ એવું કર્યુ કે વીડિયો જોઈને લોકોએ કહ્યું…. 

ટોપ ન્યૂઝ બોલિવૂડ સ્પોર્ટ્સ

T20 વર્લ્ડ કપમાં ભારત પાકિસ્તાનની મૅચ હતી જેમાં ભારત ખુબ ખરાબ રીતે હાર્યું હતુ પરંતુ તે મૅચમાં લોકોએ ઉર્વશીને પણ નોટિસ કરી હતી.

  • પંતને ચીયર કરવા આવેલી ઉર્વશી થઇ ટ્રોલ
  • લોકોએ કહી દીધું ટ્રાય કરવાનું બંધ કર
  • પાકિસ્તાન સામે ભારતની શરમજનક હાર

ઋષભ પંતને ચીયર અપ કરતી હતી
ઉર્વશી અને પંતની ડેટિંગના સમાચાર ઘણા સમયથી આવી રહ્યાં છે. ત્યાં સુધી પણ કહેવામાં આવ્યું કે પંતે ઉર્વશીને વૉટ્સઍપ પર બ્લોક પણ કરી દીધી હતી. તે બાદ પંતને બર્થ ડે વિશ કરી અને હવે મૅચ જોવા પણ આવી ગઇ હતી. આ જોઇને ફેન્સે તેને ટ્રોલ કરવાની શરૂઆત કરી દીધી હતી.

ઉર્વશીને લઇને યુઝર્સે શું કહ્યું?
એક યુઝરે સોશ્યલ મીડિયા પર ઉર્વશીને ટ્રોલ કરતાં લખ્યું કે, ઉર્વશી પંતને એટલે ચીયર અપ કરી રહી છે કારણકે પંત તેને અનબ્લોક કરી દે. અન્ય એક યુઝરે લખ્યું કે, અનબ્લોક થઇ જઇશ, ટ્રાય કરવાનું બંધ કર.

પાકિસ્તાને રચ્યો ઇતિહાસ
કેપ્ટન કોહલી ભારતીય ક્રિકેટનો પહેલો એવો કેપ્ટન છે જેના નેતૃત્વમાં પાકિસ્તાને ભારતને પ્રથમ વખત વર્લ્ડ કપમાં હરાવ્યું છે. દેશના ક્રિકેટના ઇતિહાસમાં, 24 ઓક્ટોબર 2021 પહેલા વર્લ્ડકપમાં કોઈ પણ કેપ્ટન પાકિસ્તાન સામે હાર્યો ન હતો. ICC T20 વર્લ્ડ કપ-2021ના સુપર-12 તબક્કાની પ્રથમ મેચમાં ભારતને આ હાર મળી હતી.

દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં બાબર આઝમની કેપ્ટનશીપમાં પાકિસ્તાને ભારતને 10 વિકેટે હરાવી ઈતિહાસ રચ્યો હતો. આ મેચ પહેલા ભારત અને પાકિસ્તાનની ટીમ વનડે અને ટી 20 વર્લ્ડ કપમાં કુલ 12 વખત સામસામે આવી હતી પરંતુ પાકિસ્તાન જીતી શક્યું ન હતું. T20 વર્લ્ડ કપમાં હવે પાકિસ્તાને પોતાનું ખાતું ખોલ્યું છે. આ હાર ચોક્કસપણે ટીમ ઇન્ડિયાને ડંખશે.

કોહલીએ હારનું કારણ કહ્યું
વિરાટે કહ્યું કે પહેલી 6 ઓવરમાં પાકિસ્તાને શાનદાર બોલિંગ કરી અને જેના કારણે અમે વધારે રન ન બનાવી શક્યા. 7 વિકેટ પર માત્ર 151 રન જ બનાવી શકી અને પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને એકલા હાથે જ આ સ્કોર અચીવ કરી લીઝો હતો. પાકિસ્તાનની એક પણ વિકેટ ગઇ નહોતી.

હારનું સૌથી મોટું કારણ
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, પાકિસ્તાની બોલર શાહીન આફ્રીદીના કારણે 2 વિકેટ ગુમાવી અને જેથી ભારતીય ટીમ દબાવમાં આવી ગઇ હતી. બસ આ જ કારણ છે કે બીજા 20-25 રન ન બનાવી શકી અને ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતની આ હાર શરમજનક હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

 

Leave a Reply

Your email address will not be published.