DSP ભાન ભૂલ્યા / નઈ જેવી બાબતમાં DSP ટુવાલ પહેરીને રસ્તા પર રિટાયર્ડ બેન્ક અધિકારી સાથે મારામારી કરી, લાફા ઝીંકી દંડો લઈને પાછળ દોડ્યા : જુઓ વિડિઓ

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

ઘટના પછી DSPએ મારપીટની ફરિયાદ નોંધાવી હતી

મધ્યપ્રદેશના ઈન્દોરમાં લોકાયુક્તના DSPએ પોતાના પાડોશી એવા રિટાયર્ડ બેન્ક અધિકારી સાથે મારામારી કરી હતી. તેઓ ટુવાલ પહેરીને ઘરની બહાર આવ્યા હતા અને પાડોશીને લાફા મારવા લાગ્યા હતા. બંને તરફથી મારામારી થવા લાગી હતી. પાડોશી રિટાયર્ડ બેન્ક અધિકારી ભાગવા લાગ્યા તો DSP દંડો લઈને દોડ્યા હતા. વિવાદ DSPની કાર પર ધૂળ અને ઘરમાં કચરો ફેંકવાને લઈને થયો હતો. ઘટના પછી DSPએ મારપીટની ફરિયાદ નોંધાવી હતી.

રવિવારે કનાડિયા ક્ષેત્રની લક્ષ્ય વિહાર કોલોનીમાં આ ઘટના બની હતી. આ વીડિયો સોમવારે બહાર આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, ઉજ્જૈનમાં ફરજ બજાવતા લોકાયુક્ત DSP વેદાંત શર્મા પરિવારની સાથે ઈન્દોરમાં રહે છે. પાડોશમાં રહેતા સંદીપ વિજના મકાનમાં કામ ચાલી રહ્યું છે. એને કારણે ધૂળ DSPની કાર અને ઘર પર પડી રહી હતી. વિજ રિટાયર્ડ બેન્ક અધિકારી છે.

DSPએ પોલીસ ફરિયાદમાં કહ્યું હતું કે લગભગ 6 મહિનાથી સંદીપના ઘરમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. તેમના ત્યાંથી ધૂળ ઊડીને ઘરની બહાર પાર્ક કરાયેલી કાર પર પડતી હતી. વેદાંત શર્માએ જણાવ્યું હતું કે ઘરના કમ્પાઉન્ડમાં ઘણી વખત કચરો નાખવામાં આવે છે. સંદીપ વિજને જ્યારે તે તેના માટે સમજાવવા પહોંચ્યા તો તેમણે મારામારી શરૂ કરી હતી. પોલીસે DSP વેદાંત શર્માની ફરિયાદ પર સંદીપની સામે કેસ નોંધ્યો છે.

DSPની માફી માગવા ગયો હતોઃ સંદીપ વિજ
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાંથી રિટાયર્ડ થયેલા આસિસ્ટન્ટ જનરલ મેનેજર સંદીપ વિજનું કહેવું છે કે હું અમદાવાદ રહું છું. DSP વેદાંત શર્માને થોડી મુશ્કેલી હતી, આ કારણે તેઓ ભોપાલ આવ્યા હતા. અહીં આવ્યા પછી તે તેમની માફી માગવા ગયા હતા. માફી માગતી વખતે DSP વેદાંત શર્માએ તેમની સાથે મારામારી કરી હતી અને તેમને દંડો લઈને મારવા ગયા હતા. તેમણે ભાગીને પોતાનો જીવ બચાવ્યો છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2021/12/27/83_1640620577/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.