ખંભાતના PI તો દારૂની રેડ પાડવા ગયા હતા, પણ ત્યાં તેમણે જે જોયું એ જોઈને તમારું કાળજું કંપી ઉઠશે : જુઓ વિડિઓ

ગુજરાત ટોપ ન્યૂઝ

પોલીસની નોકરી પણ કપરી હોય છે, ખાખી કપડામાં રૂઆબ છાંટતો પોલીસ અધિકારી-જવાન તો આખરે માણસ છે. કયારેક એવુ પણ મને છે જે પોલીસનો નોકરીનો ભાગ નથી છતાં નજર સામે એવી ઘટના ઘટે ત્યારે પોલીસને લાગે કે તેણે માણસ તરીકે પણ કઈક કરવુ જોઈએ આવુ જ કઈક ખંભાત ગ્રામ્ય પોલીસના ઈન્સપેકટર આર.એમ.ખાંટ સાથે બન્યુ હતું.

તેઓ પોતાની નોકરીના ભાગ રૂપે તેમના વિસ્તારના લીસ્ટેડ બુટલેગરની તપાસમાં નિકળ્યા હતા, પરંતુ ઝુંપડાની બહાર બેઠેલી એક સ્ત્રીની દશા જોઈ તેમની અંદર રહેલા માણસે તેમને એક સારૂ કામ કરવાની ફરજ પાડી હતી. 2010ની બેંચના પોલીસ અધિકારી આર.એમ.ખાંટ તેમના વિસ્તારમાં દારૂ વેચતા અગાઉ પકડાયેલા હોય તેવા બુટલેગરની ત્યાં તપાસ કરવા નિકળ્યા હતા.

અગાઉ ખંભાત પોલીસના ચોપડે જયોત્સના ઠાકોર દેશી દારૂ વેંચતા પકડાઈ હતી. જયારે ઈન્સપેકટર ખાંટ જયોત્સના ઘરે ઝુંપડા ઉપર પહોચ્યા ત્યારે તેમણે જોયુ તો જયોત્સાના ચાલી પણ શકતી ન્હોતી. તેનો પગ સુઝેલો હતો, આથી તેમણે તેની પુછપરછ કરતા ખબર પડી કે તેને પગમાં કોઈ બીમારી છે.

પરંતુ તેની પાસે દવા કરવાના પણ પૈસા નથી. જયારે જયોત્સના ઝુપડામાં જોયુ તો બે ટંકના ખાવાની પણ કોઈ વ્યવસ્થા ન્હોતી, તો જયોત્સના દવા કેવી રીતે કરાવે તેવો પણ પ્રશ્ન હતો. પીઆઈ ખાંટે જયોત્સનાને મદદ કરવાનું આશ્વાસન આપ્યુ અને ખંભાતના સ્થાનિક ડૉકટરો પાસે તેનું નિદાન કરાવ્યુ પણ રીપોર્ટ આવ્યો તો તેઓ ચૌંકી ઉઠયા કારણે પ્રાથમિક તારણ એવુ હતું કે જયોત્સના પગનાં કેન્સરની ગાંઠ છે તેને સારવાર માટે અમદાવાદ કેન્સર હોસ્પિટલ લઈ જવી પડે તેમ હતી.

ખાંટે પોતાના સ્ટાફ સાથે જયોત્સનાને અમદાવાદ કેન્સર હોસ્પિટલ મોકલી અને નિદાન અંતે એવુ નક્કી થયુ કે કેન્સર એટલુ વધી ગયુ છે તેનો પગ કાપવો પડશે, હવે જયોત્સનાને બચાવવા માટે તેનો પગ કાપવો અનિવાર્ય હતો, તેનું અમદાવાદમાં ઓપરેશન થયુ આ બધી જ વ્યવસ્થા ખંભાત પોલીસ દ્વારા કરવામાં આવી.

ઓપરેશનના પંદર દિવસ સુધી જયોત્સના કેન્સર હોસ્પિટલમાં હતી તેની તમામ સારવાર સહિતની વ્યવસ્થા પોલીસ દ્વારા કરવામાં આવી તેને જયારે રજા આપવામાં આવી ત્યારે તેને લેવા ખંભાત પોલીસે વાહનની વ્યવસ્થા પણ કરી. પીઆઈ ખાંટે જણાવ્યુ કે આ કામ પણ પોલીસનું જ છે, હવે જયોત્સનાને કૃત્રીમ પગ બેસાડવો પડશે જેના કારણે તે એકલી ચાલી શકે. જેની વ્યવસ્થા પણ અમે કરી રહ્યા છીએ જુઓ વિડીયો જયોત્સના ઠાકોર શુ કહે છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://youtu.be/iDGq28PftQk )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *