આલે લે તારે / ઢોરને પકડવા જતા મકાનના પહેલા માળે ચડી ગઈ ગાય, પછી અચાનક ધડામ દઈને નીચે ખાબકી : જુઓ વિડિઓ

અમદાવાદ ટોપ ન્યૂઝ

અમદાવાદ રખડતા ઢોરો ના આંતકને કારણે અવાર નવાર અકસ્માતો સર્જાતા હોય છે. તેમજ આ અકસ્માતોમાં લોકો પોતાના જીવ પણ ગુમાવતા હોય છે. ત્યારે આ ઘટનાના નિવારણ સ્વરૂપે ‘રખડતાં ઢોર નિયંત્રણ કાયદો’ મુજબ ઢોર પકડ પાર્ટી દ્રારા ઘણાં બધા ઢોરને પકડી પાડવામાં આવ્યાં છે.

જેને પગલે માલધારી સમાજ દ્વારા આંદોલન પણ કરવામાં આવી રહ્યું છે. આ સ્થિતિ દરમિયાન એક વિચિત્ર ઘટના સામે આવી છે. જાણવા મળ્યું છે કે, રખડતાં ઢોર પકડવા જતાં એક ગાય એક માળના મકાન ઉપર ગેલરીમાં પહોંચી ગઈ હતી. તેમજ જ્યારે એક વ્યક્તિ આ ગાયને પકડવા માટે જાય છે ત્યારે ગાય ગેલરીમાંથી નીચે કૂદકો મારે છે અને નીચે પડે છે.

આ ઘટનાનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના અમદાવાદના ગોમતીપુરના વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે. પહેલા માળેથી નીચે કૂદતા ગાયને પગ અને માથાના ભાગે ઈજા પહોંચી હતી. ત્યારબાદ ગાયને સારવાર માટે ઢોરવાડામાં ખસેડવામાં આવી હતી.

સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયો મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગ દ્વારા આ વીડિયો અમદાવાદનો છે કે આવી કોઈ ઘટના અમદાવાદમાં બની છે કે કેમ એ અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી અને તેમને આ બાબતે કોઈ જાણ પણ ન હોવાનું જાણવા મળ્યું છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Trishul News (@trishulnews)


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *