મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાનું પ્રખ્યાત બાગેશ્વર ધામના મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રી હાલમાં ખુબ જ ચર્ચામાં છે અને તેમના પર અંધશ્રદ્ધા ફેલાવવાનો આરોપ પણ લાગ્યો છે ત્યારે બાગેશ્વર ધામના મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રીએ આ અંગે જણાવતા કહ્યું છે કે, અમે કોઈ ભગવાન નથી અને અમે ભગવાન છીએ તેવો ક્યારેય દાવો નથી કર્યો. આત્મા જ પરમાત્મા છે. (વિડિઓ નીચે આપેલો છે)
મહત્વનું છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રી પર નાગપુરમાં કથા અધવચ્ચે છોડી દેવાનો આરોપ પણ છે. બાગેશ્વર ધામના મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રીએ એક ઈન્ટરવ્યુમાં આ આરોપો વિશે વિગતવાર વાત કરી હતી અને પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાને બબ્બર શેર ગણાવ્યા હતા.
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, હું કોઈ તપસ્વી નથી, પરંતુ મારું આખું બાળપણ તપસ્યામાં વીત્યું છે. બાળપણથી જ હનુમાન ચાલીસાનો પાઠ કરતો આવ્યો છું. મારા ગુરુજીએ જે કહ્યું તે મે અનુભવ્યું છે. હનુમાનજીના ચરણોમાં બેસીને સાધના કરી ધ્યાન ધર્યુ છે અને તેનું જ પરિણામ છે કે આજે સનાતન હિંદુ ધર્મનો ફેલાવો કરી શકુ છુ. (વિડિઓ નીચે આપેલો છે)
આ દરમિયાન તેમણે મહારાષ્ટ્રની સમિતિનો આભાર પણ માન્યો હતો. તેમણે કહ્યું હતું કે, મીડિયાને મેનેજ કરીને કોઈ પણ પ્રખ્યાત થઈ શકે છે, પરંતુ જો તે સત્ય ન હોય તો તેમને ઉતારી પાડવામાં આવશે. અમારા વિશે એવું દર્શાવવામાં આવ્યું હતું કે, સ્પષ્ટતા કરતી વખતે અમારી આંખોમાં આંસુ આવી ગયા હતા. (વિડિઓ નીચે આપેલો છે)
પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ વધુમાં કહ્યું હતું કે, ઘણા મુસ્લિમ લોકો પણ અમારી સાથે જોડાયેલા છે. અમારે ત્યાં ઘણા ખ્રિસ્તીઓ પણ આવે છે. સાથે જ અન્ય સંપ્રદાયના લોકો પણ આવે છે. મનુષ્ય તરીકે, અમે દરેક ધર્મના લોકોને મદદ કરીએ છીએ. જે અમારી સામે આવશે તે સનાતની બનશે, અમે બાલાજીને પ્રાર્થના કરીશું.
अपने सभी भक्तों के लिए पूज्य सरकार का ‘’संदेश’’ pic.twitter.com/nkOqxM7A8A
— Bageshwar Dham Sarkar (Official) (@bageshwardham) January 19, 2023
બાગેશ્વરના મહારાજને જયારે પૂછવામાં આવ્યું કે, તમારા દરબારમાં આવે છે, તે લોકો પોતાને ને પોતાને મારવા લાગે છે, તે સમયે લોકોને શું થાય છે? આ પ્રશ્ન પર તેમણે જણાવતા કહ્યું હતું કે, આ નકારાત્મક અને સકારાત્મક ઉર્જા વચ્ચેની લડાઈ છે. અમે જરા પણ અંધશ્રદ્ધા ફેલાવતા નથી. લોકો જાતે જ રસ્તો શોધતા શોધતા દરબારમા આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો