અરે બાપરે / તારક મેહતાની બબીતાજી એ આ શું કર્યું? જુઓ આટલા શોર્ટ કપડાં પહેરીને કર્યો ડાન્સ, કે જેઠાલાલ સહીત તમે પણ વિડિઓ જોઈને ભાન ભૂલી જશો : VIDEO

ટોપ ન્યૂઝ બોલિવૂડ

લોકપ્રિય સિરીયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ની બબીતાની પોસ્ટ ઈન્ટરનેટ પર આવતા ધૂમ મચાવે છે. હાલમાં મુનમુન દત્તાએ પોતાનો એક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. જેને જોઈને ચાહકોના શરીરનું તાપમાન વધી ગયુ છે. મુનમુન દત્તા આ વીડિયોમાં સની લિયોનીના લેટેસ્ટ ગીત પનઘટ પર ડાન્સ કરી રહી છે.

ટીવી અભિનેત્રી મુનમુન દત્તા (Munmun Dutta) હંમેશાં સોશિયલ મીડિયા પર અહેવાલોમાં ચમકતી રહે છે. જેના કારણે મુનમુન દત્તાના ફેન ફોલોઈંગની સંખ્યા દિનપ્રતિદિન વધતી જઈ રહી છે. ટીવી અભિનેત્રી મુનમુન પોતાની ફિટનેશને લઈને પણ ઘણી એક્ટિવ રહે છે, ત્યારે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં આ પ્રકારનો ધમાકેદાર ડાન્સના કારણે ચર્ચામાં છવાયા છે.

પનઘટ પર કર્યો ડાન્સ
આ વખતે મુનમુનની ચર્ચા થવા પાછળનું કારણ તે છે કે તેમનો એક વીડિયો વાયુવેગે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મુનમુન ઉર્ફે બબીતાજી (Babita Ji) ફેમસ સોન્ગ ‘પનઘટ પે મેનકા નાચે’ પર પોતાનો કાતિલ ડાન્સના મૂવ્સ દેખાડી રહી છે. આશ્ચર્યની વાત એ છે કે તેમણે એક શોર્ટ વનપીસ ડ્રેસ પહેરેલો છ, જુઓ આ શાનદાર વીડિયો…

બબીતાજીનો ડાન્સ જોઈને દરેક આશ્ચર્યમાં મૂકાયા
તમને જણાવી દઈએ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) માં બબીતાજી (Babita ji) ની ભૂમિકા ભજવનાર મુનમુન દત્તાએ પોતાનો એક વીડિયો શેર કર્યો છે. ટીવી અભિનેત્રીના ડાન્સ સ્ટેપને જોઈને હાલ દરેક લોકો આશ્ચર્યમાં મૂકાયા છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે મુનમુન
તમને જણાવી દઈએ કે મુનમુન પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે અવારનવાર ફેન્સ સાથે તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. આવી સ્થિતિમાં ચાહકો પણ તેની પોસ્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે.

થોડાં દિવસ પહેલાં જ મુનમુન દત્તા ‘બિગ બોસ 15’માં ગઈ હતી. તેણે કહ્યું હતું કે તે આ શોની ઘણી જ મોટી ફૅન છે. તે આ શોમાં જવા માટે ઘણી જ ઉત્સુક હતી. મુનમુન દત્તા લાંબા સમયથી આ શો જુએ છે. જ્યારે તેને આ શોમાં જવાની તક મળી ત્યારે તેણે તરત જ હા પાડી દીધી હતી.

ફિલ્મોમાં પણ કરી ચૂકી છે કામ
બબીતાજી એટલે મુનમુન દત્તાનો જન્મ 28 સપ્ટેમ્બર 1987ના રોજ પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં થયો છે. વર્ષ 2004માં તેમણે ZeeTV પરની સીરિયલ ‘હમ સબ બારાતી’થી ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મોની વાત કરીએ તો મુનમુન દત્તાની પહેલી ફિલ્મ કમલ હાસન સાથેની ‘મુંબઈ એક્સપ્રેસ’ (2005) હતી. આ સિવાય તે વર્ષ 2006માં ‘હોલિડે’માં જોવા મળી હતી. જો કે, તેને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોથી જ લોકપ્રિયતા મળી હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.