પ્રેમમાં પાગલ પ્રેમી / જુઓ હોટલના રૂમમાં એવું તો શું થયું કે પ્રેમિકાની હત્યા કરી પ્રેમીએ કર્યો એવો કાંડ કે જાણીને તમને પણ લાગશે ઝાટકો

રાજકોટ

રાજકોટની હોટેલમાં સગીરાની હત્યા કર્યા બાદ આપઘાતનો પ્રયાસ કરનાર યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે. છેલ્લા 19 દિવસથી આરોપી જેમિશની રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જે દરમિયાન તેનું મોત થયું છે. મહત્વનું છે કે, 4 માર્ચે રાજકોટની નોવા હોટલમાંથી એક સગીરાનો મૃતદેહ મળ્યો હતો. જેની હત્યા તેના જ કથિત પ્રેમી જેમિશે કરી હોવાનો ખુલાસો થયો હતો. યુવતીની હત્યા બાદ જેમિશે પણ એસિડ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે બાદ તેની સારવાર ચાલી રહી હતી.

રાજકોટમાં પ્રેમની ઘટનાનો કરૂણ અંજામ આવ્યો. તારીખ 4 માર્ચ 2022 શુક્રવાર રાત્રે 10 વાગ્યાની આસપાસ પોલીસને ફોન આવ્યો હતો કે, કરણપરા વિસ્તારમાં આવેલી હોટલ નોવામાં એક યુવક અને યુવતીએ સામુહિક આપઘાત કર્યો છે. જેના પગલે એ-ડિવીઝન પોલીસનો સ્ટાફ હોટલ નોવા પહોંચ્યો હતો. જો કે, ત્યાં પહોંચતા યુવતી મૃત હાલતમાં હતી જ્યારે યુવક ગંભીર હાલતમાં બેભાનાવસ્થામાં હતો. જેના પગલે ગંભીર હાલતમાં મુળ પોરબંદરનાં રહેવાસી જેમિશ ધનરાજ દેવાયતકાને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જો કે, 19 દિવસથી હોસ્પિટલમાં જેમિશની સારવાર ચાલી રહી હતી. જે દરમિયાન તેનું મૃત્યુ થયું છે.

પોલીસ તપાસમાં પ્રથમ દ્રષ્ટીએ આ કેસ સામુહિક આપઘાતનો હોવાનું લાગ્યું હતું. જો કે ઉંડાણ પૂર્વક તપાસ કરતા જેમિશે તેની પ્રેમિકા સગીરાની હત્યા કરી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, મૃતક સગીરા જામનગરની વતની હતી. જ્યારે ઇજાગ્રસ્ત જેમિશ દેવાયતકા પોરબંદરનો વતની છે. બન્ને જામનગરમાં મળ્યા બાદ એક બીજાના મિત્ર બન્યા હતા. તા. 4 માર્ચ 2022 શુક્રવારે સવારે જેમિશ અને સગીરા હોટલ નોવામાં પહોંચ્યા હતા.

ત્યારબાદ સવારે 10 થી 10:30 વાગ્યે પ્રેમિકાને ગળામાં પેકેજીંગ માટેની લોકર પટ્ટી વડે તેની હત્યા કરી નાખી હતી. હત્યા બાદ જેમિશ મૃતદેહની પાસે આખો દિવસ બેઠો રહ્યો અને લાશનો કઇ રીતે નિકાલ કરવો તે વિશે વિચારતો રહ્યો હતો. લાશનો નિકાલ કરવાનો કોઇ રસ્તો નહિં મળતા અંતે તેને પણ સાંજે એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે, તેના ભાઇને ખબર પડતા તે પહોંચ્યો અને યુવકને સારવાર માટે ખસેડ્યો હતો.

પોલીસનાં જણાવ્યા અનુસાર, આરોપી જેમિશ દેવાયતકા તેની સગીર પ્રેમિકાને લઇને સવારે 9 વાગ્યે હોટલ નોવા પહોંચ્યો હતો. જ્યાં બન્નેએ પોતાનાં આઇ.ડી કાર્ડ આપ્યા હતા અને રૂમ બુક કરાવ્યો હતો. રૂમમાં અંદર ગયા બાદ એક કલાકમાં જ જેમિશે સગીરાને ગળામાં પેકેજીંગ લોકર પટ્ટી ગળામાં નાખીને હત્યા કરી નાંખી હતી. પોલીસ તપાસમાં રૂમમાંથી એસિડની બોટલ, પેકેજીંગ લોકર પટ્ટી 2, બ્લેડ અને પાણીની બોટલ કબજે કરી હતી. પોલીસનાં પ્રાથમિક તારણમાં જેમિશ સગીર પ્રેમિકાની હત્યાનાં પ્લાન સાથે જ હોટલમાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. તેના કારણે જ આ તમામ વસ્તુઓ સાથે હતી.

તો બીજી તરફ મૃતક સગીરા પિતાનો દાવો છે કે, પુત્રી દરરોજ કોલેજથી ઘરે બપોરે ભોજન કરવા આવે હતી પરંતુ શુક્રવારે નહિં આવતા ફોન કર્યો હતો. જો કે, ફોન સ્વિચ ઓફ આવતા પરિવારજનો મુંજાયા હતા અને સગીરના પિતરાઇ પાસેથી જેમિશનો નંબર મેળવ્યો હતો. જેમિશને ફોન કરતાની સાથે જ જેમિશે કહ્યું કે, મેં તમારી પુત્રીની હત્યા કરી નાખી છે. હું પણ આત્મહત્યા કરી રહ્યો છું. જો કે, સગીરાને પ્રેમ સબંધ હોવાની પણ જાણ નહોતી. ખાલી ફ્રેન્ડ સર્કલ હોય તેવી વાત કરતી હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.