આલે લે તારે / પતિએ પોતાની પત્ની સાથે કર્યું એવું કામ કે પછી તો નણદોઈ સહીત આખા પરિવારે કર્યું એવું કે જાણીને તમારા હોશ ઉડી જશે

અમદાવાદ ટોપ ન્યૂઝ

પૂર્વ મહિલા ક્રાઇમ પોલસે એક ચર્ચાસ્પદ ઘટનાના આરોપીની ધરપકડ કરી છે. એક એવો આરોપી કે જેણે પોતાના સાળાની પત્નીને બજારમાં વેચી નાખવાની ટેલિફોનિક ધમકી આપી હતી. આ ઘટનાની ફરિયાદ નોંધાતા આરોપી ફરાર થઈ ગયો હતો. આખરે મહિલા ક્રાઇમ બ્રાન્ચે આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડયો છે.

મહિલા ક્રાઇમ બ્રાંચના સકંજામાં રહેલા આરોપીનું નામ છે રમજાન અકબરઅલી તવર. ફરિયાદી મહિલાનો આરોપ છે કે, આરોપીએ તેની સાથે શારીરિક છેડછાડ કરી હતી. એટલું જ નહીં ફરિયાદી મહિલાએ પોતાના પતિ સબ્બીર વિરુદ્ધ શારીરિક અત્યાચાર કરીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ નોંધાતા આરોપી પતિ ફરાર થઇ ગયો છે. ફરિયાદની હકીકત જાણીને પોલીસના સકંજામાં દેખાતા આ નણદોઇએ ફરિયાદી મહિલાને ધમકી આપી અને તારી કિંમત બોલ તને ખરીદી લઈશ અને બજારમાં વેચી નાખીશ તેવી ટેલિફોનિક ધમકી આપતા મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

જેમાં ફરિયાદના આધારે પોલીસે આરોપી રમજાન અકબરઅલી તવરની રાજસ્થાનમાંથી ધરપકડ કરી લીધી છે. ફરિયાદી મહિલાએ થોડા મહિના અગાઉ ફરિયાદ કરી હતી કે, પતિ નણદોઈ તથા તેના સાસુ-સસરા તેના પર અસહ્ય શારિરીક અને માનસિક અત્યાચાર કરે છે. તેનો પતિ અવારનવાર તેની સાથે બળજબરીપૂર્વક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરે છે.

આ ઘટનાની જાણ પકડાયેલા આરોપી રમજાનને થતા આરોપીએ ફરિયાદી મહિલા અને તેના પરિવારજનોને રૂબરૂ અને ફોન પર ધમકી આપી આપી હતી. જેમાં પોલીસે તપાસ દરમિયાન હાલ આરોપી રમજાનને ઝડપી પાડયો છે. ફરિયાદીના પછી સબીરને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

પોતાની પત્ની સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરનાર સબ્બીર ચેજરાને પકડવા પોલીસે અલગ અલગ ટિમ બનાવી ધરપકડની કવાયત તેજ કરી છે. ત્યાર આરોપી પકડાયા બાદ શુ નવા ખુલાસા થાય તે જોવું રહ્યું.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *