અરરર…જુઓ હલકાઈ બતાવી / આ કેવો ધંધો ચાલુ કર્યો છે બિગબોસ હાઉસમાં? જુઓ આ અભિનેતાના હલકા વર્તનથી છોકરીઓની ઈજ્જતને ખતરો

ટોપ ન્યૂઝ બોલિવૂડ

સલમાન ખાનના સૌથી પોપ્યુલર શો “બિગબોસ”નો ત્રીજો સપ્તાહ ચાલી રહ્યો છે અને હવે ઘરવાળા વચ્ચે ઇક્વેશન બનતા અને બગડવાના શરૂ થઇ ગયા છે. છેલ્લા દિવસોમાં આપણે જોયુ હતુ કે કેવી રીતે તેજસ્વી પ્રકાશ ઘરના કંટેસ્ટેંટ વિશાલ કોટિયન સાથે ઘણુ એંટરટેન કરી રહી હતી. બંને કેમેરામાં એકસાથે આવી ઘરની વાતો શેર કરતા હતા. પરંતુ હવે તેજસ્વીને વિશાલ કોટિયન સાથે મજાક મસ્તી પસંદ નથી આવી રહી. છેલ્લા એપિસોડમાં આપણે જોયુ કે, તેજસ્વીએ વિશાલના સેંસ ઓફ હ્યુમરને ડર્ટી કહી દીધુ.

ટીવીના સૌથી વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસમાં આ વખતે વસ્તુઓ ઘણા લેવલ ઉપર જતી જોવા મળી રહી છે. એક્શન હોય કે રોમાન્સ, કંટેસ્ટેંટ દરેક બાબતમાં હદ પાર કરતા જોવા મળી રહ્યા છે. સારી વાત એ છે કે જંગલવાસીઓ પણ મુખ્ય ઘરનો હિસ્સો બની ગયા છે. એટલે કે, હવે જે થશે તે એક જ ઘરની અંદર થશે. સ્પર્ધકો દ્વારા મર્યાદા ઓળંગવાની વાત કરીએ તો તેજસ્વી પ્રકાશ મોટાભાગે વિશાલ કોટિયન વિશે ફરિયાદ કરતા જોવા મળે છે.

તેજસ્વીએ વિશાલ પર ગેરવર્તન કરવાનો અને ખૂબ નજીક આવવાનો આરોપ લગાવ્યો છે. તેજસ્વી પ્રકાશે કહ્યું કે તે ઘણી વખત વિશાલને કહેવાની રીતો શોધે છે કે તે તેના વર્તનથી અસહજ અનુભવે છે પરંતુ તે સતત અભદ્ર વર્તન કરવાનું જારી રાખે છે. જય ભાનુસાલી સાથેની વાતચીતમાં તેજસ્વી પ્રકાશે કહ્યું, ‘હું ખૂબ જ વાસ્તવિક છું. મેં તેમની પીઠ પાછળ ક્યારેય ખરાબ વાત કરી નથી, પરંતુ તેમનુ હ્યુમર શુ છે? ‘આ ગળે લાગી જા.’ આ બધુ ગંદુ હ્યુમર છે અને જે ક્યારેય ટેલિકાસ્ટ નહીં કરી શકે.

જય પણ તેજસ્વીની વાત સાથે સંમત થાય છે અને કહે છે કે તેને વિશાલની ભાષા પણ મહિલાઓ પ્રત્યે અપમાનજનક લાગે છે. આના પર તેજસ્વી પ્રકાશે કહ્યું, ‘હા.. છોકરીઓ માટે ગંદી રીતે… તે મને ચઢી ચઢીને ગળે લગાવે છે. હું તેમને ઘણી વાર ધક્કો મારુ છું. હું મજાકમાં કરું છું જેથી તેને ખરાબ ન લાગે… હું જાણું છું કે તેમનો આવો કોઈ ઇરાદો નથી પણ આ હ્યુમર નથી.

તેજસ્વીનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. જ્યાં તેજસ્વીના ચાહકો ખુશ છે કે તેણે પોતાની વાત સાચી રીતે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે, તો વિશાલના ચાહકો આ બધું સાંભળીને ખુશ નથી અને વિવિધ પ્રકારની કોમેન્ટ્સ કરી રહ્યા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.