ખેડૂતો માટે દરેક મુશ્કેલીઓનો સામનો કરવો એ સામાન્ય બાબત છે, કારણ કે ખેતી એક એવો વ્યવસાય છે જેમાં કુદરતનો સાથ ન મળે તો કશું જ શક્ય બનતું નથી. શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ ત્રણ ઋતુઓના આધાર પર ખેતીમાં થોડા ઘણા માત્રામાં નુકસાનીનો અનુભવ થતો હોય છે..
એમાં પણ જો પાકને સમયસર પાણી અને જાળવણી ન મળી રહે તો ખેતરમાં મોટા પાયે નુકશાનીનો ભય રહેલો હોય છે. પરંતુ વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં સાધલી ગામમાં રહેતા એક ખેડૂતને કુદરતી કારણોસર નહીં પરંતુ કોઈ વ્યક્તિની મૂળ ખામીના કારણે ખેતરમાં ખૂબ મોટું નુકસાન થયું છે.
યોગેશભાઈ નટવરભાઈ પટેલ સાધલી ગામમાં રહીને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓના પરિવારની મોટા ભાગની આવક ખેતીમાંથી જ થાય છે. તેઓનું ખેતર દિવેર ગામ તરફ જતા રસ્તા પર આવેલા પ્લાન્ટની બાજુમાં છે. આ ખેતર કુલ પાંચ વીઘા જેટલું મોટું છે. જેમાં તેઓએ એરંડાના પાકનું વાવેતર કર્યું હતું..
આ વર્ષે એરંડા પાક ના ભાવ આસમાનની ઉંચાઈઓ અડકી રહ્યા છે. એટલા માટે જે ખેડૂતો એરંડાના પાકનું વાવેતર કર્યું હતું અને સૌ ખેડૂતોને ખૂબ મોટી માત્રામાં પૈસાની આવક થઈ રહી છે. યોગેશભાઈ પણ એમ વિચારીને જ દિવેલાનું વાવેતર કર્યું હતું પરંતુ કોઈ અજાણ્યા વ્યક્તિએ તેમના ખેતરમાં ખૂબ મોટું નુકસાન પહોંચાડયું છે..
જ્યારે યોગેશભાઈના ખેતરમાં દિવેલાનો પાક તૈયાર થઇ ગયો હતો. એ સમય દરમ્યાન તેઓએ દિવેલાને કાપી ને સુકવણી કરવા માટે ખેતરમાં દિવેલાનો ઢગલો કર્યો હતો. આખા ખેતરમાં દિવેલા સિવાય અન્ય કોઈ પણ વસ્તુ હતી નહીં. તેઓ દિવસ દરમિયાન એ પાક નું ધ્યાન રાખતા હતા..
પરંતુ રાત્રે તેઓને પાકને રેઢો મૂકીને ઘરે જવું પડતું હતું. આ વાતનો ફાયદો લઈને અજાણી વ્યક્તિએ યોગેશભાઈ ના ખેતર માં પડેલા દિવેલાના ઢગલાને આગ આપી દીધી હતી. જેના કારણે તેમના ખેતરમાં પડેલા 12 ક્વિન્ટલ દિવેલા સળગીને ખાખ થઇ ગયા હતા. જ્યારે યોગેશભાઈ સવારે ખેતરે જવા માટે નીકળ્યા ત્યારે રસ્તામાં તેઓને ગામના લોકોએ જણાવ્યું કે તેમના ખેતર માં આગ લાગી હતી..
તેઓ તાત્કાલિક ધોરણે ખેતરે પહોંચ્યા અને જોયું તો દિવેલા નો ઢગલો બળીને ખાખ થઈ ગયો હતો. આ જોતાની સાથે જ તેઓ ખૂબ દુઃખી થઈ ગયા હતા. કારણ કે નાના બાળકની જેમ તેઓએ પાકને ઉછેર કર્યો હતો. માત્ર પાકને નીચે એટલી જ વાર હતી પરંતુ પાકને વેચીને પૈસા મળે એ પહેલાં તેઓ ના ખેતરમાં કોઈકે પાકને સળગાવી નાખ્યો હતો..
જેના પગલે તેઓને કુલ ૮૫ હજાર રૂપિયાનું નુકસાન થયું હતું. આ બાબતને લઈને યોગેશભાઈ વિચારમાં મુકાઇ ગયા હતા કે આખરે આ પ્રકારની હરકત કરનાર વ્યક્તિ કોણ હશે. અને તેને શા માટે આ પ્રકારનું પગલું ભર્યું હશે. યોગેશભાઈ ગ્રામ પંચાયતને પણ આ બાબતની અરજી આપી છે…
તેમજ પોલીસમાં પણ આ બાબતને લઈને ફરિયાદ નોંધાવી છે. આ ઘટના અંતરિયાળ ગામ વિસ્તારમાં બની હોવાથી ત્યાં કોઈ પણ પ્રકારનો સીસીટીવી કેમેરો નથી. એટલા માટે આરોપી કોણ છે..? અને તે શા માટે આ પ્રકારનું કાર્ય કરી રહ્યો છે..? તેની કોઇ જાણકારી મળી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!