અરરર…આ પાકિસ્તાનીઓ ક્યારે સુધરશે? / પાકિસ્તાનમાં ફરી બેકાબૂ થઈ ભીડ, જાહેરમાં મહિલાઓનું ચીરહરણ કરી ડંડાથી મારી મારીને ભૂત બનાવી દીધી, કારણ જાણીને ચોંકી જશો

ટોપ ન્યૂઝ વર્લ્ડ

જે સમયે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન ભીડની હિંસા પર જ્ઞાન આપી રહ્યા હતા, ચાર મહિલાઓ સાથે ક્રૂરતાની તમામ હદો ત્યારે પાર થઈ રહી હતી. ફૈસલાબાદમાં કેટલાક યુવકોએ મહિલાઓ સાથે મારપીટ કરી અને તેમના કપડાં પણ ફાડી નાખ્યા. રસ્તાની વચ્ચેવચ મહિલાઓ સાથે હેવાનીયત આચરવામાં આવી અને ઈમરાન સરકારની પોલીસને કઈ જ ખબર નહતી. આ ઘટનાનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ઘટનાને લઈને સરકાર પ્રત્યે જનતામાં ગુસ્સો : વીડિયો સાથે દાવો કરાયો છે કે મહિલાઓ ચોરી કરતી પકડાઈ હતી. જેના બદલામાં તેમની કપડાં ઉતારી દેવાયા અને ડંડાથી પીટાઈ કરવામાં આવી. આ ઘટનાને લઈને લોકોમાં સરકાર પ્રત્યે ખુબ ગુસ્સો છે. જો કે બાજમાં પંજાબ પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી હોવાની વાત કરી છે. પોલીસનું કહેવું છે કે વારદાતમાં સામેલ આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે.

ઈમરાન ખાને કહ્યું- હિંસા સહન નહીં કરાય : આ બાજુ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનનું કહેવું છે કે તેમની સરકાર ધર્મના નામ પર ભીડની હિંસાને સહન નહીં કરે અને આ માટે જવાબદાર લોકોને છોડશે નહીં. ઈમરાન ભીડ દ્વારા માર્યા ગયેલા શ્રીલંકન નાગરિક પ્રિયંતા કુમારા માટે પ્રધાનમંત્રી કાર્યાલયમાં આયોજિત એક શોકસભાને સંબોધી રહ્યા હતા. કુમારાની ગત અઠવાડિયે પંજાબ પ્રાંતના સિયાલકોટમાં ઈશનિંદના આરોપમાં ભીડે પીટાઈ કરીને હત્યા કરી હતી અને તેમના મૃતદેહને આગ લગાવી હતી.

સિયાલકોટ જેવી ઘટનાઓ શરમની વાત : ઈમરાન ખાને કહ્યું કે પાકિસ્તાન એકમાત્ર એવો દેશ છે જેની સ્થાપના ઈસ્લામના નામ પર થઈ હતી પરંતુ સિયાલકોટ જેવી ઘટનાઓ શરમની વાત છે. તેમણે કહ્યું કે આપણે સંપૂર્ણ રીતે અલગ દિશામાં જઈ રહ્યા છીએ અને રાષ્ટ્રએ પયગંબરના જીવનનો અભ્યાસ કરવો જોઈએ. ખાને કહ્યું કે સિયાલકોટના વેપારી સમુદાયે મૃતક શ્રીલંકન નાગરિકના પરિવાર માટે 1 લાખ ડોલર ભેગા કર્યા છે. તેમણે કહ્યું કે પીડિત પરિવારને સરકાર પણ આર્થિક મદદ કરશે.

આ ઘટનાને લઈને લોકોમાં સરકાર પ્રત્યે ખુબ ગુસ્સો છે. જો કે બાજમાં પંજાબ પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી હોવાની વાત કરી છે. પોલીસનું કહેવું છે કે વારદાતમાં સામેલ આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે. આ બાજુ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનનું કહેવું છે કે તેમની સરકાર ધર્મના નામ પર ભીડની હિંસાને સહન નહીં કરે અને આ માટે જવાબદાર લોકોને છોડશે નહીં. ઈમરાન ભીડ દ્વારા માર્યા ગયેલા શ્રીલંકન નાગરિક પ્રિયંતા કુમારા માટે પ્રધાનમંત્રી કાર્યાલયમાં આયોજિત એક શોકસભાને સંબોધી રહ્યા હતા.

કુમારાની ગત અઠવાડિયે પંજાબ પ્રાંતના સિયાલકોટમાં ઈશનિંદના આરોપમાં ભીડે પીટાઈ કરીને હત્યા કરી હતી અને તેમના મૃતદેહને આગ લગાવી હતી. ઈમરાન ખાને કહ્યું કે પાકિસ્તાન એકમાત્ર એવો દેશ છે જેની સ્થાપના ઈસ્લામના નામ પર થઈ હતી પરંતુ સિયાલકોટ જેવી ઘટનાઓ શરમની વાત છે. તેમણે કહ્યું કે આપણે સંપૂર્ણ રીતે અલગ દિશામાં જઈ રહ્યા છીએ અને રાષ્ટ્રએ પયગંબરના જીવનનો અભ્યાસ કરવો જોઈએ.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.