આર્યન-અનન્યાની વધુ એક ચૅટ આવી સામે / ડ્રગ્સ કેસમાં વ્હોટ્સએપ ચેટ બન્યા ‘ટાઇમ બોમ્બ’, જુઓ આર્યન અને અનન્યાની સામે એવા પુરાવા સામે આવ્યા છે કે હવે બંને જશે જેલમાં

ટોપ ન્યૂઝ બોલિવૂડ

સ્ટાર કિડ્સની ડ્રગ્સ ચેટનો ઘટસ્ફોટ:આર્યને કહ્યું- કાલે કોકેન લઈએ, અનન્યા બોલી- ચરસની ડિમાન્ડ વધારે છે

  • આર્યન ખાનની નવી વ્હોટ્સએપ ચેટમાં ડ્રગ્સ અંગે વાતચીત

શાહરુખના દીકરા આર્યન ખાનના ડ્રગ્સ કેસમાં રોજ નવા નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. ડ્રગ્સ કેસમાં હવે અનન્યા પાંડે પણ ફસાઈ છે. ડ્રગ્સ અંગે અનન્યા તથા આર્યનની નવી ચેટ્સ મળી છે. આર્યન તથા અનન્યાની આ ચેટમાં NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો)નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આર્યને NCBના નામથી ડરાવ્યા
આર્યન ખાન તથા અનન્યા પાંડે વચ્ચેની વ્હોટ્સએપ ચેટના જે સ્ક્રીનશોટ્સ સામે આવ્યા છે, તેમાં એક સ્ક્રીનશોટ ગ્રુપ ચેટનો છે. આ ચેટમાં આર્યને ‘કોકેન ટુમોરો’ની વાત કરી હતી. તો અન્ય એક ચેટમાં મિત્રોને NCBના નામ પર ધમકાવતો જોવા મળે છે.

વ્હોટ્સએપ ચેટ શેની છે?
વ્હોટ્સએપ ચેટમાં આર્યન ખાન અચિત કુમાર પાસેથી થોકબધ ડ્રગ્સ ખરીદવાની વાત કરે છે. આર્યન ખાને અચિત કુમાર પાસેથી 80 હજાર રૂપિયાનું વીડ (ડ્રગ્સ) મગાવ્યું હતું.

ચેટમાં અનન્યા-આર્યન વચ્ચે શું વાતચીત થઈ?
પહેલી ચેટ જુલાઈ, 2019ની છે. આ વ્હોટ્સએપ ચેટમાં અનન્યા પાંડે તથા આર્યન ખાન ડ્રગ્સ પર ચર્ચા કરે છે. આર્યને વીડ કહ્યું. આના પર અનન્યાએ કહ્યું હતું કે આની ઘણી જ ડિમાન્ડ છે.

આર્યન-અનન્યાની વ્હોટ્સએપ ચેટ
અનન્યા પાંડેઃ ઠીક છે , આર્યનઃ Weed, અનન્યાઃ આ ડિમાન્ડમાં છે, આર્યનઃ હું સીક્રેટલી તારી પાસેથી લઈ લઈશ, અનન્યાઃ ઠીક છે
તે જ દિવસે અનન્યા-આર્યનની બીજી ચેટ
અનન્યાઃ હું હવે આ બિઝનેસમાં છું, આર્યનઃ તું Weed લાવી?, આર્યનઃ અનન્યા, અનન્યાઃ મને મળે છે.

NCBને આ જ વર્ષની એટલે કે 2021, 18 એપ્રિલની એક ચેટ મળી છે. આ ચેટમાં આર્યન ખાન પોતાના બે મિત્રોને કોકેન અંગે પૂછે છે.

આર્યનઃ કાલે કોકેન લઈએ, આર્યનઃ હું તમારા માટે લોકો માટે લઈને આવું છું, આર્યનઃ By NCB, આર્યને અન્ય સ્ટાર કિડ્સ સાથે પણ વાત કરી, આર્યન ખાનના ફોનમાંથી મળેલા વ્હોટ્સએપ ચેટમાં બે અન્ય લોકો સાથે ગ્રુપ ચેટ થઈ હતી. આ ત્રણેય ડ્રગ્સ અંગે વાત કરતા હતા. NCB પાસે આર્યન ખાનની તમામ ચેટ્સ છે. આ ચેટ્સમાં અનન્યા પાંડે ઉપરાંત ત્રણ બીજા સ્ટાર કિડ્સ સાથે વાત થઈ હતી.

ચેટ્સ અંગે અનન્યા પાંડેની પૂછપરછ થઈ
NCBએ આ જ ચેટ્સના આધારે અનન્યા પાંડે તથા આર્યનની પૂછપરછ કરી છે. આર્યન હાલમાં આર્થર રોડ જેલમાં બંધ છે. અનન્યાની બેવાર પૂછપરછ કરવામાં આવી છે.

આજે આર્યનના જામીન પર સુનવણી
શાહરૂખના દિકરા આર્યનની આજે સુનવણી છે ત્યારે અનન્યા સાથેની તેની વધુ એક ચૅટ વાયરલ થઇ છે. થોડા દિવસ પહેલા અનન્યાએ આર્યનને ગાંજાનો જુગાડ કરી આપ્યો હતો તેવી વાત સામે આવી હતી પરંતુ હવે એવું લાગે છે કે અનન્યા પાંડેની મુશ્કેલીઓ વધતી જાય છે.

ગાંજો લાવી છે?
આર્યન અને અનન્યા વચ્ચે ચોંકાવનારી વાતો થઇ હોવાનું સામે આવ્યું છે. વાયરલ થયેલા સ્ક્રિનશૉટમાં સામે આવ્યું કે આર્યને અનન્યાને પૂછ્યું, તું ગાંજો લાવી છે? તેના પર અનન્યાએ કહ્યું, હા હું લાવી રહી છું. બાદમાં આર્યને કહ્યું કે, હું તારી પાસેથી છુપાઇને લઇ લઇશ.

સાથે જ આર્યનની ઘણી ચૅટ NCBએ કોર્ટમાં સબમિટ કરાવી છે. જેની અસર આજે થનારી સુનવણી પર થશે તેવું કહેવામાં આવી રહ્યું છે. અનન્યાની વાત કરીએ તો તેની સાથે NCB 3 વાર પૂછપરછ કરી ચૂકી છે. આજે અધિકારી આર્યન મામલામાં કોર્ટમાં બિઝી રહેશે. તેવામાં આજે અનન્યાની પૂછપરછ નહી થાય પરંતુ આ ચૅટ વાયરલ થયા બાદ જલ્દી જ તેની પૂછપરછ કરવામાં આવશે.

આર્યને મિત્રોને આપી NCBની ધમકી
આર્યનની ચૅટ પરથી ખ્યાલ આવે છે કે પહેલા તે તેના મિત્રોને કોકેનનો નશો કરવા માટે કહે છે અને બાદમાં NCBની મજાક I AM GETTING YOU FU***D BY NCB કહીને ઉડાવે છે. પહેલા તો તે અનન્યા સાથે ડ્રગ્સને લઇને વાત કરે છે અને એક્ટ્રેસ પાસેથી ગાંજો મંગાવે છે.

3 સ્ટારકિડની થઇ શકે પૂછપરછ
વૉટ્સઍપ ચૅટમાં આર્યન અચિત કુમાર પાસેથી ડ્રગ્સ લેવાની વાત કરી રહ્યો હતો. આર્યને અચિત પાસેથી 80000 રૂપિયાનું ડ્રગ્સ મંગાવ્યું હતું. અનન્યા સિવાય 3 સ્ટારકિડ્સની પણ પૂછપરછ થાય તેવું બની શકે છે. તેમાં સંજય કપૂરની દીકરી શનાયા કપૂરનું નામ પણ સામેલ છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

3.30 કલાક લેટ પહોંચી અનન્યા
NCBએ શુક્રવારે અનન્યાને પૂછપરછ માટે બોલાવી હતી અને 11 વાગ્યાનો સમય આપ્યો હતો. અનન્યા બપોરે 2.30 વાગે પહોંચી હતી જેના કારણે સમીર વાનખેડે ગુસ્સે થયા હતા.

સમીર વાનખેડેએ અનન્યાને ધમકાવી
સતત બીજા દિવસે પણ મોડા આવવાના કારણે સમીર વાનખેડે અનન્યા પર ભડકી ઉઠ્યા હતો. તેમણે કાયદા વ્યવસ્થાનું મહત્વ સમજાવ્યું હતું. વાનખેડેએ અનન્યાને કહ્યું કે તમને 11 વાગે બોલાવવામાં આવ્યા હતા અને તમે આટલા વાગે આવી રહ્યાં છો. અધિકારીઓ તમારી રાહ જોઇને બેઠા હતા. આ કોઇ પ્રોડક્શન હાઉસ નથી સેન્ટ્રલ એજન્સીની ઓફીસ છે. માટે જે સમયે બોલાવવામાં આવે તે સમયે પહોંચી જવાનું રાખો.

રિયા ચક્રવર્તી હોય દીપિકા પાદુકોણ કે પછી આર્યન ખાન ડ્રગ્સ કેસ. આ તમામ કેસમાં એક વસ્તુ કોમન હોય તો તે છે સેલેબ્સની વ્હોટ્સએપ ચેટ. આર્યન ખાન અને અનન્યા પાંડેની વ્હોટ્સએપ ચેટને કારણે નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટ અનન્યાના દરવાજે પણ પહોંચી ગયું છે. બોલિવુડ સાથે સંકળાયેલા સોર્સના જણાવ્યા પ્રમાણે, મહિનાઓ કે ઇવન વર્ષો અગાઉ વ્હોટ્સએપ પર કરેલી ચેટથી થતા ખુલાસાથી હવે સેલેબ્સના પરસેવા છૂટી રહ્યા છે. તેને કારણે હવે સેલેબ્સ પોતાની ચેટ અને ઈવન ફોનનો ડેટા પણ સંપૂર્ણ રીતે ડિલીટ કરવાના ચક્કરમાં પડી ગયા છે.

આ પહેલાં સુશાંત સિંહ રાજપૂત કેસમાં પણ વ્હોટ્સએપ ચેટ્સે અનેક ખુલાસા કર્યા હતા. તો રાજ કુંદ્રા પોર્ન કેસમાં પણ વ્હોટ્સએપ ચેટથી અનેક ઘટસ્ફોટ થયા. હવે સવાલ એ થાય છે કે વ્હોટ્સએપ ચેટ ખરેખર આટલું મોટું રિસ્ક ફેક્ટર છે કે તેને કારણે તમારે જેલની હવા ખાવી પડે? વ્હોટ્સએપ ચેટ એન્ડ ટુ એન્ડ ઈન્ક્રિપ્ટેડ છે તો સેલેબ્સની ચેટ કેવી રીતે લીક થઈ રહી છે?

એન્ડ ટુ એન્ડ ઈન્ક્રિપ્શન
ઈન્વેસ્ટિગેટિવ વેબસાઈટ ProPublicaના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે વ્હોટ્સએપે આશરે 1 હજાર કન્ટેન્ટ રિવ્યૂઅર હાયર કર્યા છે. આ કન્ટેન્ટ રિવ્યૂઅર વ્હોટ્સએપ પર ટ્રાન્સફર થતાં કન્ટેન્ટ જોઈ શકે છે. અર્થાત્ વ્હોટ્સએપ પર તમારાં કન્ટેન્ટ જરાય પ્રાઈવેટ નથી. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વ્હોટ્સએપ કર્મચારી યુઝર્સના કન્ટેન્ટ જોઈ શકે છે, સાંભળી શકે છે અને વાંચી શકે છે. જોકે વ્હોટ્સએપ દાવો કરે છે કે યુઝર કન્ટેન્ટ એન્ડ ટુ એન્ડ ઈન્ક્રિપ્ટેડ છે.
બોલિવુડના વિવાદિત કેસ સાબિત કરે છે કે તમે ભલે ચેટ ડિલીટ કરી હોય, પરંતુ તમારી ચેટ હિસ્ટ્રી ઉજાગર થઈ શકે છે. ભલે તમારી પાસે એન્ડ ટુ એન્ડ ચેટ ઈન્ક્રિપ્શન કેમ ન હોય! આ ચેટ બેકઅપ તરીકે તમારા ફોન અને ક્લાઉડ સ્ટોરેજમાં સેવ રહે છે.

આ જગ્યાએ સેવ થાય છે વ્હોટ્સએપ ચેટ
વ્હોટ્સએપ અકાઉન્ટ ક્રિએટ કરતાં સમયે કંપની ડેટા એક્સેસ કરવાની પરમિશન માગે છે. તેમાં તમારું લોકેશન, કેમેરા, કોન્ટેક્ટ, ફોટો, વીડિયો સહિતની પરમિશન હોય છે. આ પરમિશન ન આપો તો તમારું વ્હોટ્સએપ કામ નહિ કરે. વ્હોટ્સએપમાં ડિફોલ્ટ સેટિંગને કારણે તમારા ડેટાનું દરરોજ બેકઅપ લેવાય છે. તેથી જો તમે ખરેખર તમારી વ્હોટ્સએપ ચેટ ડિલીટ કરવા માગો છો તો તેને તમામ પ્લેટફોર્મ્સ પરથી ડિલીટ કરી દો. આ તમામ રીત અપનાવી તમારી વ્હોટ્સએપ ચેટ ડિલીટ કરી શકો છો….

ક્લાઉડ બેકઅપ ડિસેબલ કરો
વ્હોટ્સએપ ચેટ તમારી મરજી વગર અન્ય કોઈ વ્યક્તિના હાથમાં ન આવે તેના માટે ઓટોમેટિક ક્લાઉડ ઓપ્શન ડિસેબલ કરો. આ ઓપ્શન ડિસેબલ કર્યા બાદ વ્હોટ્સએપ અનઈન્સ્ટોલ કર્યા પછી તમારી ચેટ રિકવર નહિ થાય. ડિસેબલ કરવા માટે WhatsApp Settings > Chats > Chat Backup > Back up to Google Drive option > select Never સ્ટેપ્સ ફોલો કરો.

આ સિવાય તમે ગૂગલ ડ્રાઈવ ઓપન કરી વ્હોટ્સએપ બેકઅપ ફાઈલ ડિલીટ કરો તે પણ જરૂરી છે. ડિલીટ કર્યા બાદ તેને trashમાંથી પણ ડિલીટ કરો. આ સિવાય ફોનના ઈન્ટર્નલ સ્ટોરેજમાંથી પણ બેકઅપ ફાઈલ ડિલીટ કરો. તેના માટે માય ફાઈલમાં જઈ ઈન્ટર્નલ સ્ટોરજમાં વ્હોટ્સએપ ફોલ્ડરમાં જઈ બેકઅપ ઓપ્શનલ સિલેક્ટ કરો.

બેકઅપ ડિલીટ થઈ જવાથી ચેટ ખરેખર ડિલીટ થઈ જશે?
આ મામલે અમે 2 એક્સપર્ટ સાથે વાત કરી. સાયબર સિક્યોરિટી અને ક્લાઉડ કમ્પ્યુટિંગ એક્સપર્ટ રિતુ માહેશ્વરીનું કહેવું છે કે જ્યારે આપણે ફોન અથવા ક્લાઉડ સ્ટોરેજમાંથી કોઈ ડેટા ડિલીટ કરીએ છીએ તો તે ડેટા ઈમેજ તરીકે સેવ રહે છે. આવા કેસમાં સોફ્ટવેરની મદદથી ડેટા રિકવર કરી શકાય છે. વ્હોટ્સએપ પર તમે સેન્ડ કરેલો મેસેજ બંને તરફથી ત્યારે ડિલીટ કરી શકો છો જ્યારે રિસીવરે તમારો મેસેજ જોયો ન હોય.

ટેક એક્સપર્ટ અભિષેક તેલંગનું કહેવું છે કે, સોશિયલ મીડિયાા પર કોઈ અકાઉન્ટ ડિલીટ કરીએ છીએ ત્યારે કંપની 30થી 45 દિવસ સુધી અકાઉન્ટ ડેટા સંભાળી રાખે છે. કંપની એવું માને છે કે યુઝર પ્લેટફોર્મ પર કમબેક કરી શકે છે. અર્થાત્ અકાઉન્ટ ડિલીટ કર્યા બાદ પણ ડેટા 45 દિવસ સુધી સિક્યોર રહે છે.

હંમેશ માટે ડેટા ડિલીટ કરવાની ટિપ્સ
ફોન, ટેબ્લેટ અથવા લેપટોપ ડેટા ફિઝિકલ સ્ટોરેજ અથવા ક્લાઉડ પર સ્ટોર થાય છે. ફિઝિકલ સ્ટોરેજ અર્થાત ઈન્ટર્નલ સ્ટોરેજમાંથી કોઈ ફોટો કે વીડિયો ડિલીટ થાય છે તો તે ‘બિન’ ફાઈલમાં જાય છે. અહીં તે 30 દિવસ સુધી રહે છે અને તેને રિકવર કરી શકાય છે.
હાર્ડ ડ્રાઈવ અથવા કાર્ડ સ્ટોરેજ યુઝ કરતી સિસ્ટમ રાઈટેબલ અને નોન રાઈટેબલ સેક્ટર બનાવે છે. ફોનનો નોન રાઈટેબલ ડેટા ડિલીટ કરવામાં આવે તો તે રાઈટેબલ બની જાય છે. ડિલીટ ડેટા નવો ડેટા ન આવે ત્યાં સુધી ઓવર રાઈટ નથી થતો. અર્થાત તમે જે ડેટા ડિલીટ કરવા માગો છો તેને હંમેશ માટે ડિલીટ કરવા માટે તેની સાથે કેટલોક બિન જરૂરી ડેટા પણ સતત ડિલીટ કરવો પડશે.
અન્ય પ્લેટફોર્મ કે ક્લાઉડ પર સ્ટોર ન હોય તેવો ફોનનો ડેટા ફેક્ટરી ડેટા રીસેટ કરી હંમેશાં માટે ડિલીટ કરી શકાય છે. આ રિસેટ બાદ ફોન ફેક્ટરીમાંથી તૈયાર થઈને તમારા હાથમાં આવ્યો હશે તેવી કન્ડિશનમાં થઈ જશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.