કચ્છમાં કબરાઉ ખાતે માતા મોગલ સાક્ષાત બિરાજે છે. અહીં વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે. માતાજીના આશીર્વાદ મેળવીને ભક્તો ધન્યતા અનુભવતા હોય છે. અહીં માતાની ગાદી મણિધર બાપુ સંભાળે છે અને તેમને પણ ભક્તો મળવા આવે છે.
મણીનગર બાપુ અવારનવાર ભક્તોને માતાજીની સિંહ આપે છે જેને સાંભળીને લોકો પણ ગદગદ થઈ જતા હોય છે. ભક્તોને મણીધર બાપુ જણાવે છે કે તેમની માનતા માતાએ કેવી રીતે સ્વીકારી છે. તેઓ માતાની પ્રસન્ન કરવાના ઉપાય પણ જણાવે છે.
તેમનું જણાવવું છે કે અહીં માતા હાજરાહજૂર બિરાજે છે અને જે પણ ભક્ત તેમના ઉપર શ્રદ્ધા રાખે તેની ઈચ્છા અચૂક પૂરી થાય છે અહીં આવેલો કોઈ પણ ભક્ત દુઃખી મનથી પરત જતો નથી.
ભક્તો પણ તેમની માનતા પૂરી થતાની સાથે જ અહીં દર્શન કરવા દોડી આવે છે. પછી તે ભલે ગમે એટલા દૂર રહેતા હોય તે તુરંત કચ્છ આવી જાય છે. ઘણા લોકો તો હજારો રૂપિયા લઈને આવે છે. પરંતુ મોગલ ધામ ખાતે મણીધર બાપુ એક પણ રૂપિયો સ્વીકારતા નથી.
આવી જ રીતે પોતાની માનતા પૂરી કરવા માટે એક વ્યક્તિ હજારો રૂપિયા લઈને મણીધર બાપુ પાસે પહોંચ્યો હતો. રૂપિયા જોઈને મણીધર બાપુએ તેમને જે શબ્દો કહ્યા તે દરેક ભક્ત એ જાણવા જેવા છે.
આ વ્યક્તિ મોરબીથી આવ્યા હતા અને તેમનું નામ મુકેશભાઈ હતું તેમની માનતા પૂરી થતાં તેઓ મોગલ ધામ દર્શન કરવા આવ્યા અને સાથે જ રાજી ખુશીથી માતાજીના મંદિરમાં 5100 અર્પણ કરવાની ઈચ્છા રાખતા હતા.
તેમણે આ રૂપિયા મણીધર બાપુને આપ્યા અત્યારે મણીધર બાપુએ રૂપિયા હાથમાં લઈને કહ્યું કે માતાએ તમારી માનતા સ્વીકાર કરી લીધી છે. ત્યાર પછી 5100 ની ઉપર એક રૂપિયા મૂકીને બધા જ રૂપિયા પરત કરી દીધા અને કહ્યું કે આ રૂપિયા હવે તમારા ઘરની દીકરી અને બહેનને આપી દેજો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!