જાગો અધિકારીઓ જાગો / ઘોર નિંદ્રામાં રહેલું તંત્ર ક્યારે ઉઠશે? ખુલ્લી ગટરમાં કાર ખાબક્યા બાદ એવી ફંગોળાઈ કે વિડીયો જોઈને તમે અધિકારીનો કાઠલો પકડશો

ગુજરાત ટોપ ન્યૂઝ

રાજ્યના રાજકોટ(Rajkot) શહેરમાં ડ્રેનેજ શાખાની બેદરકારી(Negligence of drainage branch)થી અવારનવાર રસ્તા પર ગટરના ઢાંકણા ખુલ્લા રહી જતા હોવાને કારણે અનેક અકસ્માતો સર્જાય છે. પરંતુ ડ્રેનેજ શાખાની ઘોર બેદરકારીના દૃશ્યો સીસીટીવી(Scenes of negligence captured on CCTV)માં ઝડપાઈ ગયા છે. જેમાં ટ્રાફિકથી સતત ધમધમતી મવડી ચોકડી નજીક ગટરનું ઢાંકણું ખુલ્લું રહી ગયું હતું અને નવી નક્કોર કિયા કાર અંદર ખાબકતા ફંગોળાઈ ગઈ હતી. જોકે બાજુમાં પસાર થઈ રહેલા બાઇકચાલકનો જીવ બે સેકન્ડમાં જ બચી ગયો હતો. કારણ કે, ફંગોળાયેલી આખે આખી કાર બાઇકચાલક પર જ પડવાની હતી પરંતુ ભાગ્યે બાઈકચાલકનો જીવ બચી ગયો હતો.

ઘટનાની જાણ થતા ડ્રેનેજ શાખા થા દોડતી: ઘટનાને પગલે બરાબર આ સમયે જ ત્યાંથી પસાર થતો એક બાઈક ચાલકનો જીવ ભાગ્યે બચી ગયો હતો. ઘટનાને લીધે આજુબાજુમાં રહેલા લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા. ઘટના નજીકનાં સીસીટીવીમાં કેદ થતા તેના વિડીયો પણ સામે આવ્યા છે. જેને કારણે ઘોર નિંદ્રામાં રહેલું તંત્ર સફાળું બેઠું થયું છે અને ત્યારબાદ તાબડતોબ કામગીરી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ રાજકોટના મવડી ચોકડી નજીક મહાનગરપાલિકાની ડ્રેનેજ શાખા દ્વારા પુલ પાસેના રોડ પર ગટરનું ઢાંકણું ખુલ્લું રહી ગયું હતું. જાહેર રસ્તા પર લોકોનો જીવ જોખમાય તે રીતે આ ગટરનું ઢાંકણું ખુલ્લું હતું. જેમાં ત્યાંથી પસાર થતી નવી નક્કોર કિયા કાર ગટરમાં ખાબકીને હવામાં ફંગોળાઈ હતી. આ સમયે એક બાઇકચાલક પણ ભાગ્યે બચ્યો હતો. આ ઘટનાનો વીડિયો વાઇરલ થતા તંત્રએ તાત્કાલિક આ મામલે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે ડ્રેનેજ શાખાની આ બેદરકારી ભારે ચર્ચાનો વિષય બની છે.

મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, કાર ફંગોળાઈ તે જ સમયે એરબેગ ખુલ્લી જતા કારચાલકનો પણ માંડ માંડ બચાવ થયો છે. જોકે કારનું સાયલેન્સર કારમાંથી નીકળી ગયું હતું અને કારને નુકસાન થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, રસ્તા પર આવા જીવલેણ ગટરના ઢાંકણા લોકો માટે માથાના દુઃખાવો બની ગયા છે.

જોકે બાજુમાં પસાર થઈ રહેલા બાઇકચાલકનો જીવ બે સેકન્ડમાં જ બચી ગયો હતો. કારણ કે, ફંગોળાયેલી આખે આખી કાર બાઇકચાલક પર જ પડવાની હતી પરંતુ ભાગ્યે બાઈકચાલકનો જીવ બચી ગયો હતો. ઘટનાને પગલે બરાબર આ સમયે જ ત્યાંથી પસાર થતો એક બાઈક ચાલકનો જીવ ભાગ્યે બચી ગયો હતો. ઘટનાને લીધે આજુબાજુમાં રહેલા લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા.

આ ઘટનાનો વીડિયો વાઇરલ થતા તંત્રએ તાત્કાલિક આ મામલે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે ડ્રેનેજ શાખાની આ બેદરકારી ભારે ચર્ચાનો વિષય બની છે. મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, કાર ફંગોળાઈ તે જ સમયે એરબેગ ખુલ્લી જતા કારચાલકનો પણ માંડ માંડ બચાવ થયો છે. જોકે કારનું સાયલેન્સર કારમાંથી નીકળી ગયું હતું અને કારને નુકસાન થયું હતું.

(વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://www.instagram.com/reel/CXA3iDVojkK/?utm_source=ig_web_copy_link )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.