સોશિયલ મીડિયા પર વીડિયો બનાવવાના ચક્કરમાં યુવા પેઢી ન કરવાનું કરી બેસે છે. નિયમો તોડે છે, તો ક્યારેક વીડિયો બનાવવાની લ્હાયમાં જીવ ગુમાવી બેસે છે. ત્યારે રાજકોટમાં યુવકો પણ સોશિયલ મીડિયામાં વીડિયો બનાવવાનો ચક્કરમાં ભાન ભૂલ્યા હતા. શહેર ના BRTS રૂટ પર યુવકોએ ઘોડા દોડાવ્યા હતા.
એટલુ જ નહિ, બે યુવકોએ ઘોડા પર ઉભા રહીને જોખમી સ્ટંટ પણ કર્યા હતા. ત્યારે ઘોડેસવારી કરતા યુવાનોના વીડિયો વાયરલ થયા છે. રાજકોટમાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં કેટલાક યુવકો બીઆરટીએસ ટ્રેક પર ઘોડા દોડાવી રહ્યાં છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, 6 જેટલા યુવકો નિયમોનું ભંગ કરી BRTS રૂટ પર ઘોડેસવારી કરી રહ્યા છે.
ગુજરાતી ગીત ‘લટકે હાલો ને નંદલાલ’ સાથે વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. જ્યાં સુધી ઘોડા દોડાવવાની વાત આવે છે ત્યા સુધી તો બરાબર હતું કે સમજી શકાય કે રસ્તા પરથી ઘોડાની હેરફેર કરવામાં આવતી હોય. પરંતુ વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે, બે યુવકો ઘોડા પર ઉભા રહીને જોખમી સ્ટંટ કરી રહ્યાં છે.
બીઆરટીએસના રુટ પર આ સવારી જોખમી બની રહે છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, આ ઘોડદોડ વીડિયો બનાવવાની લ્હાયમાં કરવામાં આવી રહ્યો છે. જો રસ્તા પરથી આ સમયે અન્ય વાહનો પસાર થાય તો અવાજથી ઘોડા બેકાબૂ બની શકે છે. તેનાથી દુર્ઘટના પણ સર્જાઈ શકે છે.
વીડિયો બનાવવાના ચક્કરમાં રાજકોટના BRTS રુટ પર યુવકોની જોખમી સવારી, ઘોડા પર ઉભા રહી કર્યાં સ્ટંટ #Gujarat #Rajkot #ZEE24Kalak pic.twitter.com/OMWchbylNY
— Zee 24 Kalak (@Zee24Kalak) April 13, 2022
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!