પાટીદારો માટે મોટું નિવેદન / ‘પાટીદારો’ ને OBCમાં લેવા કે નહિ તેના અધિકારો વિષે કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ આપ્યું આ મહત્વનું નિવેદન

ગુજરાત ટોપ ન્યૂઝ

કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી રામદાસ આઠવલેએ કેવડિયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધા પછી વડોદરામાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તે પછી તેમણે દાદા સાહેબ ફાળકેના નામ સાથે સંકળાયેલી સંસ્થા આયોજિત કાર્યક્રમમાં ગ્લોબલ યુથ આઇકોન એવોર્ડ્સનું વિતરણ કર્યું હતું. રામદાસ આઠવલેએ જણાવ્યું હતું કે, પાટીદારોને OBCમાં લેવા કે નહીં તેના અધિકાર રાજ્યોને આપ્યા છે. ગુજરાત સરકારને વિનંતી છે કે, પાટીદારોનો OBCમાં સમાવેશ કરવાનો નિર્ણય જલ્દીથી લે.

4 રાજ્યોમાં ભાજપ-એનડીએ સત્તામાં આવશે
દેશના વિવિધ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ અંગે રામદાસ આઠવલેએ જણાવ્યું હતું કે, પક્ષપલટાની કોઈ વિપરીત અસર નહીં થાય અને વડાપ્રધાનની આગેવાની હેઠળ એન.ડી.એ.ને ચાર રાજ્યોમાં જ્વલંત સફળતા મળશે. પંજાબમાં પણ ભાજપ કેપ્ટનના સાથથી મજબૂત દેખાવ કરશે. ઉત્તરપ્રદેશમાં ભાજપ 300થી વધુ બેઠકો પર જીતશે. કિસાન આંદોલન ફરીથી કરવા અંગે તેમણે જણાવ્યું કે, વડાપ્રધાને કૃષિ કાયદા પાછા લીધાં છે, એમએસપી માટે સમિતિ બનાવી છે, ત્યારે પુનઃ આંદોલનનું કોઈ ઔચિત્ય જણાતું નથી.

Leave a Reply

Your email address will not be published.