દિવસે ને દિવસે ગુજરાતમાં ‘ક્રાઇમ રેટમાં વધારો’ / ગુજરાતને કોની નજર લાગી : સુરત અને ગાંધીનગર બાદ હવે વેરાવળમાં ઘરમાં ઘૂસીને યુવતીને ગળામાં છરી મારી, જુઓ લોહીના ફુવારા ઉડ્યા

ટોપ ન્યૂઝ ગુજરાત

સુરતમાં ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ પછી એક બાદ એક હુમલાઓના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. બે દિવસ અગાઉ ગાંધીનગરમાં સગીરાનું ગળું કાપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આજે સુરતમાં યુવકની ધમકીઓને કારણે અગ્નિસ્નાન કરનાર પરિણીત મહિલાનું મોત નિપજ્યું છે. તેવામાં હવે ગીરસોમનાથના વેરાવળમાં યુવતીને ગળામાં છરી મારવામાં આવી છે. ગુજરાતમાં યુવતીઓ અને સગીરાઓ પર હુમલાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. સુરત અને ગાંધીનગર બાદ ગીર સોમનાથના વેરાવળમાં પણ ઘરમાં એકલી રહેલી યુવતી પર અજાણ્યા શખ્સ દ્વારા હુમલાની ઘટના બની છે.

વેરાવળના પોશ ગણાતા ટાગોર સોસાયટીમાં આવેલા મકાનમાં આ ઘટના બની હતી. ઘરમાં યુવતી એકલી હતી ત્યારે જ અજાણ્યા શખ્સે ઘરમાં ઘૂસી યુવતી પર છરી વડે હુમલો કર્યો હતો. યુવતીએ બચવા માટે બૂમો પાડતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા. લોકોએ લોહી લુહાણ હાલતમાં યુવતીને સારવાર માટે ખસેડી હતી. ઘટનાસ્થળ પરથી એસિડની બોટલ પણ મળી આવતા ચકચાર મચી છે. આરોપી એસિડ એટેકના ઈરાદે ઘૂસ્યો હોવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. ત્યારે, પોલીસે હુમલાખોરને ઝડપી પાડ્યો છે.આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે વેરાવળમાં સોમવારે સાંજે ટાગોર 2 વિસ્તારમાં એક યુવતી પર અજાણ્યા શખસે તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી ગળા અને પડખામાં છરીના ઘા ઝીંકી દીધા હતા. યુવતી ઘરે એકલી હતી ત્યારે એક બાઈકસવાર શખસ હાથમાં એસિડ લઈને ઘરમાં ઘૂસ્યો હતો. પરંતુ યુવતી કંઈ સમજે તે પહેલા તેનો પર જીવલેણ હુમલો થયો હતો. જોકે સદનસીબે એજ સમયે યુવતીની નાની બહેન આવી જતા આ યુવાન ડરીને નાની બેનને ધક્કો મારીને ભાગી ગયો હતો. આ ઘટનાને પગલે બૂમાબૂમ થઈ જતા પાડોશીઓ ભેગા થયા હતા.

અજાણ્યા શખસે યુવતીને ત્રણ ઘા મારતા યુવતીના શરીરમાંથી લોહીના ફુવારા ઉડ્યા હતા અને દીવાલો લોહીવાળી થઈ હતી. ત્યારબાદ યુવતીને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. બીજી તરફ પોલીસને ઘરમાં એસિડની બોટલ પણ મળી આવી હતી.

( વિડિઓ જોવા માટે ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/02/21/24-junagadh-yuvti-humlo-bharat-shailesh1_1645458418/mp4/v360.mp4 )

વેરાવળના ટાગોરનગર-2માં હરભોલે નજીક રહેલા ભાવેશ જોશી અને તેમના પત્ની કોઈ કારણોસર બહાર ગયા હતા. તેમની દીકરી તેજસ્વીની (ઉ.વ,22) ઘરે એકલી હતી ત્યારે સાંજના સમયે કોઈ અજાણ્યો શખસ મોઢે રૂમાલ બાંધીને ઘરમાં ઘૂસ્યો હતો અને યુવતી કઈ સમજે તે પહેલા તીક્ષ્ણ હથિયારથી યુવતીના ગળા પર ત્રણ જેટલા ઘા મારી દીધા હતા. તે સમયે યુવતીની નાની બહેન આવી જતા આ શખ્સ ભાગી ગયો હતો. ત્યારબાદ ઘરમાં સર્જાયેલા દ્રશ્યો જોઈને નાની બહેન ગભરાઈ ગઈ હતી અને તેણે બૂમાબૂમ કરી મૂકતા સ્થાનિકો ભેગા થયા હતા અને તાત્કાલિક યુવતીને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કાઈ હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.