સુરતમાં દીકરીઓ અસુરક્ષિત / સુરતમાં માતા પાસે સુઈ રહેલી 5 વર્ષની બાળકીનું અપહરણ, જુઓ દુષ્કર્મ આચર્યા બાદ માસુમ બાળકી સાથે જે કર્યુ એ જાણીને તમારું લોહી ઉકળશે

ટોપ ન્યૂઝ સુરત

સુરતમાં નાની બાળાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ સતત બનતી આવી છે, ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. સુરતના પુણા વિસ્તારમાં વહેલી સવારે પાર્કિંગ વિસ્તારમાંથી એક પાંચ વર્ષની બાળકીની હત્યા કરાયેલી લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. તપાસમાં પાંચ વર્ષીય બાળકી શ્રમજીવી પરિવારની હોવાનું બહાર આવ્યું છે.

અપહરણ બાદ તેની સાથે દુષ્કર્મ થયું હોવાની વિગતો સામે આવતાં ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસે એક આરોપીની ધરપકડ કરી હોવાની જાણકારી મળી છે. સુરતના પુણા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની બાળકીનું બે ઈસમ દ્વારા મોડી રાત્રે 2.30 વાગ્યા આસપાસ અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેની સાથે દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાખવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરાઈ રહી છે.

જોકે આ બાળકીની હત્યા કરાયેલી લાશ સુરતના પુણા વિસ્તારમાં આવેલા ભૈયાનગરના પાર્કિંગ પ્લોટમાંથી મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની જાણકારી મળતાં સ્થાનિક લોકોએ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી.

પરિવાર સાથે સૂતેલી હોવા દરમિયાન જ તેનું બે ઈસમ દ્વારા પણ કર્યા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. જોકે પોલીસે ગણતરીની કલાકોમાં એક આરોપીની ધરપકડ કરી તેની પૂછપરછ શરૂ કરી હતી. ત્યારે બીજા આરોપીને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, સાથે દુષ્કર્મ બાદ હત્યાની ઘટના સામે આવતાં સ્થાનિક લોકોનો પોલીસ સામે રોષ ભભૂકી ઊઠયો હતો. આરોપી લલનસિંહ મધ્યપ્રદેશનો વતની અને મજૂરીકામ કરતો હોવાનું સામે આવ્યું છે.

એસીપી બી.એમ.વસાવાએ જણાવ્યું હતું કે રાત્રે અઢી વાગ્યે બાળકીને ઉઠાવી જવાઈ હોવાની જાણ શ્રમિક પરિવારે પોલીસને કરી હતી. જેથી બાળકીને શોધવા માટે પોલીસે ગંભીરતાપૂર્વક તપાસ હાથ ધરી હતી. એમાં બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો, જેને હાલ પીએમ માટે મોકલી અપાયો છે. પોલીસે આરોપી લલનસિંહ, જે મધ્યપ્રદેશનો રહેવાસી છે તેને ઝડપી લીધો છે. હાલ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસે ગણતરીના કલાકમાં બાળકીની હત્યા કરનાર આરોપી લલનસિંહને પકડી પાડ્યો છે. પુણાગામ પોલીસે જણાવ્યુ કે, દીકરીના પિતાએ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી કે તેમની દીકરીને કોઈ શખ્સ લઈને ભાગી ગયો હતો. આખી ટીમ એક્ટિવ કરીને શોધઓળ ચાલુ કરી હતી. બાળકી વધુ પડતી રડતી હતી અને બૂમાબૂમ કરતી હતી, તેખી લલને તેનુ ગળુ દબાવીને હત્યા કરી હતી. તેને માર્યા બાદ તેને કચરામાં નાંખી દીધી હતી. આરોપી લલનસિંહ મધ્યપ્રદેશન રહેવાસી છે, પૂણા ગામમાં મજૂરીકામ કરીને પોતાનુ ગુજરાન ચલાવે છે.

મૂળ મધ્યપ્રદેશનો વતની અને પુણાના ભૈયાનગરમાં મજૂરીકામ કરતા લલનસિંહ નામના આરોપીએ સૂતેલી બાળકીને ઉઠાવી જઈ અપહરણ કર્યું હતું. બાદમાં હત્યા કરી હોવાની પોલીસની પૂછપરછમાં કબૂલાત કરી હતી. હાલ પોલીસે લલનસિંહ સાથે અન્ય કોણ આરોપી છે તેમજ બાળકીને શા માટે અપહરણ કરી હત્યા કરી તથા દુષ્કર્મ કર્યું છે કે કેમ એ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.