હિજાબ વિવાદ /જાણો આ હિજાબ મામલે અલ્લાહ-હુ-અકબર પોકારનાર વિદ્યાર્થિની કોણ છે? જુઓ મહત્વનું નિવેદન : VIDEO

ટોપ ન્યૂઝ ઇન્ડિયા

કર્ણાટકમાં મંગળવારે એક વાઇરલ વીડિયોને કારણે હિજાબ પહેરવાની ચર્ચાએ જોર પકડ્યું છે અને તેના પર સતત પ્રતિક્રિયાઓ આવી રહી છે.

આ વીડિયોમાં એક હિજાબ પહેરેલી વિદ્યાર્થીની પોતાનું સ્કૂટર પાર્ક કરીને માંડ્યા જિલ્લાની પ્રિ-યુનિવર્સિટી કૉલેજમાં ક્લાસ તરફ જાય છે અને એક ટોળું તેમની પાછળ જાય છે. ભગવા મફલર પહેરીને જયશ્રી રામના ઉગ્ર નારા લગાવતું ટોળું વિદ્યાર્થીની તરફ આગળ વધે છે, ત્યાર બાદ વિદ્યાર્થિની પણ જવાબી પ્રતિક્રિયામાં ભીડ સામે થાય છે અને તેના બંને હાથ ઊંચા કરીને અલ્લાહ-હો-અકબરના નારા લગાવે છે.

એ છોકરી કોણ છે?
મીડિયા અહેવાલો અનુસાર, ભીડની સામે ઊભી રહીને ઉગ્ર સૂત્રોચ્ચારો કરતી આ વિદ્યાર્થીનું નામ મુસ્કાન છે અને તે મૈસુર-બેંગલુરુ હાઇવે પર પીઈએસ આર્ટસ, સાયન્સ અને કૉમર્સ કૉલેજમાં બીકોમના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. મુસ્કાને બાદમાં કેટલીક મીડિયા સંસ્થાઓ સાથે વાત કરી અને સમગ્ર ઘટના વિશે પોતાનો પક્ષ જણાવ્યો. મુસ્કાને કહ્યું કે તેમના જેવી અન્ય પાંચ વિદ્યાર્થિની સાથે પણ આવી જ ઘટના બની હતી.

આ ઘટના અંગે મુસ્કાને અખબાર ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, હું અસાઈનમેન્ટ સબમિટ કરવા જઈ રહી હતી, મેં જોયું તો મારી કૉલેજમાં પ્રવેશદ્વાર પહેલા જ કેટલીક વિદ્યાર્થિઓને હિજાબ પહેરવા બદલ હેરાન કરવામાં આવી રહી હતી, તે રડી રહી હતી. હું અહીં ભણવા આવું છું, મારી કૉલેજ મને આ કપડાં પહેરવાની પરવાનગી આપે છે. એ ભીડમાં માત્ર 10% વિદ્યાર્થીઓ મારી કૉલેજના હતા, બાકીના બહારના હતા. તેમની વર્તણૂક મને પરેશાન કરતી હતી અને મેં તેનો જવાબ આપ્યો હતો.”

પરંતુ તેમણે કહ્યું કે તેમને કૉલેજના પ્રિન્સિપાલ અને અન્ય સ્ટાફ સહિત હિંદુ સહાધ્યાયીઓનો ટેકો હતો. મુસ્કાને કહ્યું, “મારા કૉલેજ પ્રશાસન અને પ્રિન્સિપાલે મને ક્યારેય બુરખો પહેરવાથી રોક્યા નથી. કેટલાક બહારના લોકો આવીને અમારા પર દબાણ કરી રહ્યા છે, આ લોકો અમને રોકવાવાળા કોણ? અમારે શા માટે તેમનું સાંભળવું જોઈએ?

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://youtu.be/VTyjGtO-Xtw )

મુસ્કાને ટીવી ચેનલ એનડીટીવીને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, “જ્યારે હું કૉલેજમાં જતી હતી ત્યારે તેઓ મને પ્રવેશવા દેતા ન હતા, કારણ કે મેં બુરખો પહેર્યો હતો. હું જેમતેમ કરીને કૉલેજમાં અંદર આવી ગઈ, ત્યાર બાદ તેણે જયશ્રી રામના નારા લગાવવાનું શરૂ કર્યું. તો મેં પણ અલ્લાહ-હો-અકબરના નારા લગાવવાનું શરૂ કર્યું. મુસ્કાને આ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ‘ભીડમાં માત્ર 10 ટકા છોકરાઓ કૉલેજના હતા. બાકીના બહારના હતા.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published.