‘ડોન કે ઈન્તેજાર’ / જાણો કોણ છે આ કુખ્યાત ગેંગસ્ટર, જેની વાટ બારા મુલ્કોની પોલીસ જોઈ રહી હતી, જાણીને તમે પણ ગોથું ખાઈ જશો

ગુજરાત ટોપ ન્યૂઝ

ભારતના ગુજરાત, રાજસ્થાન, કેરળ સહિતના અનેક રાજ્યોમાં હત્યા, લૂંટ, ધાડ, ખંડણી સહિત અનેક ગુનાઓ આચરેલ રાજસ્થાનના ગેંગસ્ટરની ગુજરાત ATS એ ધરપકડ કરી. કોણ છે આ ગેંગ અને આ ગેંગસ્ટર? શું છે ગેંગસ્ટરની ક્રાઇમ કુંડળી? આવો જાણીએ આ  અહેવાલમાં…

ગુજરાત ATS ની ટીમને માહિતી મળી હતી કે, રાજસ્થાનનો ગેંગસ્ટર અમદાવાદના હીરાવાડી વિસ્તારમાં આવનાર છે. જે બાતમીના આધારે ગુજરાત ATS ની ટીમે છટકું ગોઠવી રાજસ્થાનના કુખ્યાત ગેંગસ્ટર અરવિંદસિંહ શેતાનસિંહ બિકાને ઝડપી લીધો હતો. ગેંગસ્ટર અરવિંદસિંહ બીકા કઈક કરે એ પહેલા જ ગુજરાત ATS ની ટીમે ઘૂંટણિયે પાડી દીધો હતો.

રાજસ્થાનનો આ કુખ્યાત ગુનેગાર એક નહિ બે નહિ પરંતુ 35 જેટલા ગુનાઓમાં સંડોવાયેલો છે. જેમાં મુખ્ય હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ, ધાડ, ચોરી, ખંડણી, જેલ તોડીને ભાગી જવું, પોલીસ જાપ્તામાંથી ફરાર થવું, પોલીસ જાપ્તા પર ફાયરિંગ કરવું, પોલીસ જાપ્તા પર ફાયરિંગ કરી પોતાના સાગરીતને ભગાવવા જેવા 35 ગંભીર ગુનાઓ આચરેલ છે.

ગુજરાત ATS ની ટીમે આ ગેંગસ્ટરને ઝડપ્યો ત્યારે ઘાતક હથિયારો પણ મળી આવ્યા હતા. જેમાં બે પિસ્તોલ, એક દેશી તમંચો અને પાંચ જીવતા કારતૂસ મળી આવતા ATS એ અરવિંદસિંહ વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

1 – વર્ષ 2016 માં રાજસ્થાનમાં પોલીસ પર ફાયરિંગ કરી પોતાના સાગરીતને ભગાડ્યો હતો.
2 – રાજસ્થાનના સિરોહીના શિવગંજ વિસ્તારમાં યુવક પર ફાયરિંગ કર્યું હતું.
3 – 2016 માં અમદાવાદના કાલુપુરમાં આંગડિયા પેઢીના કર્મચારી પર ફાયરિંગ કરી લુંટ ચલાવી હતી.
4 – 2017 માં બનાસકાંઠાના ધાનેરામાં બેંક લૂંટ કરી હતી.
5 – 2017 માં ડીસા જેલ તોડી ફરાર થયો હતો.
6 – 2018 માં પ્રાંતિજમાં તમાચો બતાવી લૂંટ ચલાવી.
8 – 2018 માં પાટણમાં ચાણસ્મામાં આંગડિયા પેઢીમાં કર્મીને હથિયાર બતાવી લૂંટ ચલાવી.
8 – બનાસકાંઠામાં પેટ્રોલ પંપ પર લૂંટ ચલાવી હતી.
9 – બનાસકાંઠામાં દૂધ મંડળીમાં કર્મી પાસેથી 18 લાખની લૂંટ ચલાવી હતી.

ઝડપાયેલ ગેંગસ્ટર પોતાની ગેંગમાં ૨૦ જેટલા સક્રિય સાગરીતો રાખે છે. ત્યારે ગુજરાતના અમદાવાદમાં આ ગેંગસ્ટરનું શું કામ આવવાનું થયું? કોને મળવાનો હતો? અમદાવાદમાં કોના સંપર્કમાં છે? આ તમામ સવાલોના જવાબ ગુજરાત ATS શોધી રહી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.