સુરેન્દ્રનગર જીલ્લામાં આવેલું ચોટીલા ધામ કે જ્યાં ચોટીલા ડુંગર પર મા ચંડી ચામુંડા વિરાજમાન છે. માતા ચામુંડા 64 જોગણીઓના અવતારમાના એક છે. જ્યાં રોજના હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. અહીં દર્શને આવનાર દરેક શ્રદ્ધાળુઓની માતા ચામુંડા મનોકામના પૂર્ણ કરે છે. આ મંદિર ડુંગર પર આવેલું છે, જ્યા સુધી જવા માટે 1000 પગથિયાં ચડીને જવું પડે છે.
ચોટીલા ચામુંડા મંદિરમાં હજારો ભક્તો માતાના દર્શન કરવા માટે આવે છે અને પોતાના દુખ માતાજીને કહે છે. એવું કહેવામાં આવે છે કે માતા બધાની તકલીફો અને દુખો સાંભળે છે અને તેને દૂર પણ કરે છે. હવે એવું છે કે, આ મંદિરમાં સિક્કા ચોંટાડવામાં આવે છે અને કેમ લોકો એવું કરે છે તેવો પ્રશ્ન અચૂક તમને થયો હશે.
તો જણાવી દઇએ કે, એવી માન્યતા છે કે જો કોઇએ કાળા જાદુ કે મેલી વિદ્યા કરી હોય અથવા તો તમે કોઇના વશમાં હોવ તો અહીં આવી સિક્કો ચોંટાડવામાં આવે છે. લાખો શ્રદ્ધાળુઓ અહીં આવી અને સિક્કા ચોંટાડે છે.
શ્રી ચામુંડા માતાજીનું પ્રખ્યાત મંદીર ચોટીલાના ડુંગર પર આવેલું છે, જ્યાં પહોંચવા માટે નીચેથી ઉપર સુધી પગથીયાં પણ બનાવવામાં આવેલાં છે. આ ડુંગરની ઉંચાઇ 1,173 ફુટ જેટલી છે. શ્રદ્ધાળુ લોકો માતાજીનાં દર્શનાર્થે દરરોજ મોટી સંખ્યામાં આવતા હોય છે.
ચોટીલા મંદીર ટ્રસ્ટ દ્વારા ચાલતા અન્નક્ષેત્રમાં જમવાની તથા રહેવાની નિ:શુલ્ક વ્યવસ્થા ઉપલબ્ધ છે. આ ધાર્મિક સ્થળ ગુજરાતનાં મુખ્ય યાત્રાધામો પૈકીનું એક પૌરાણીક અને અગત્યનું યાત્રાધામ છે. ચોટીલા પ્રસિધ્ધ ગુજરાતી સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીનું જન્મ સ્થળ પણ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!