ભાવનગર / Video : ભાવનગરની મુલાકાતમાં કેમ અકળાયા DyCM નીતિન પટેલ, વીડિયોમાં અધિકારીઓને જુઓ કેવા ખખડાવ્યા

ગુજરાત ભાવનગર

મુલાકાત બાદ નીતિન પટેલે પણ વાત સ્વીકારી કે 15 વર્ષ પહેલા બનાવવામાં આવેલ આ બિલ્ડીંગનું કામ નબળું છે.

  • ભાવનગરની મુલાકાતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ
  • નીતિન પટેલે સિવિલ હોસ્પિટલ ખાતે લીધી મુલાકાત
  • હોસ્પિટલની જર્જરીત હાલત જોઈ નીતિન પટેલ અકળાયા
  • જવાબદાર અધિકારીઓને નીતિન પટેલે સ્થળ પર જ ખખડાવ્યા

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અકળાયા
ભાવનગર ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સિવિલ હોસ્પિટલ ,લેપરસી હોસ્પિટલ,કેન્સર હોસ્પિટલની મુલાકાત લીધી હતા. મુલાકાત સમયે સિવિલ હોસ્પિટલની જર્જરિત હાલત જોઈ તેઓ અકળાયા. આ સાથે જ સ્થળ પર જ અધિકારીઓને ખખડાવ્યા પણ હતા.

અધિકારીઓને સ્થળ પર જ ખખડાવ્યાં
મુલાકાત બાદ નીતિન પટેલે પણ વાત સ્વીકારી કે 15 વર્ષ પહેલા બનાવવામાં આવેલ આ બિલ્ડીંગનું કામ નબળું છે અને તેની રજુઆત પણ આવી છે. હવે નવું બિલ્ડીંગ બનાવવા માટે વિચારણા હાથ ધરાવમાં આવી છે.

ભાવનગરની મુલાકાતે નીતિન પટેલ
નોંધનીય છે કે ગુજરાત સરકારે કોરોના વાયરસના કેસ ઓછા થતાં સરકારી કામો કેટલા ચાલી રહ્યા છે તેની તપાસ કરવા માટે મંત્રીઑને આદેશ આપવામાં આવ્યા છે જે હેઠળ નીતિન પટેલ ભાવનગરની મુલાકાતે પહોંચ્યા હતા. આ મુલાકાત સમયે વિભાવરી દવે, જીતુ વાઘાણી પણ ઉપસ્થતિ હતા. નીતિન પટેલે મોટી જાહેરાત કરતાં કહ્યું કે ભાવનગરમાં મેન્ટલ હોસ્પિટલ માટે પણ કામ આગળ વધારવામાં આવશે અને પ્રસી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં 50 બેડની મેન્ટલ હોસ્પિટલ બનાવવામાં આવશે.

(Source From VTV News )

Leave a Reply

Your email address will not be published.