અમદાવાદ : સોલા પોલીસ સ્ટેશનમાં આત્મહત્યાનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. આરોપી પતિએ પત્નીને લિવ ઇનમાં રહેતી પોતાની ગર્લફ્રેંન્ડ સાથે મળી પત્નીને આત્મહત્યા કરવા મજબૂર કરી હતી. પતિ 32 વર્ષથી બાળક ન થવાને કારણે ગર્લફ્રેન્ડ સાથે રહેતો હતો. આખરે પત્નીનો કાંટો કાઢવા માટે પતિએ પત્નીને જ મજબુર કર્યાનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે.
પોલીસ ગિરફતમાં આવેલ આરોપી મહાદેવ પંચાલ અને લિવ ઇનમાં રહેતી મહિલાએ ભેગા મળી એવી ઘટનાને અંજામ આપ્યો કે કૈલાસબહેન આત્મહત્યા કરવા માટે મજબૂર બન્યા. મૃતક કૈલાશબેનના નાના ભાઈએ નોંધાવેલ ફરિયાદ પ્રમાણે બહેન કૈલાશના લગ્ન મહાદેવ સાથે 32 પહેલા થયા હતા.
આશરે 3 વર્ષ પહેલાં તેમના બનેવીએ આરોપી મહિલા હંસા સાથે અનૈતિક સંબંધ હોય તેને ભગાડી ઘરે લાવી પત્નીની જેમ રાખતો હતો. ફરિયાદ પ્રમાણે જ્યારથી હંસા ઘરે આવી ત્યારથી તેની બહેન કૈલાશ સાથે અત્યાચાર અને માનસિક શારીરિક ત્રાસ આપવાનું શરૂ થયું હતું.
પોલીસ તપાસમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેમની બહેનને બાળક થયું ન હતું, જેના કારણે તેમને ત્રાસ આપવામાં આવતો હતો. બહેનનું ઘર તૂટે નહીં એ માટે અલગ લોકો દ્વારા તેમને સમજાવવામાં આવ્યા હતા. છતાંય બનેવી મહાદેવ દ્વારા ત્રાસ આપવાનું યથાવત રહ્યું હતું.
એવી પણ વાત સામે આવી છે કે, આરોપી મહાદેવ લિવ ઇનમાં રહેતી હંસાને પોતાની ફેક્ટરી દતાલી ગામ ખાતે રાખતો હતો. ત્યાં પણ ફરિયાદી દ્વારા સમજાવાની કોશિશ કરવામાં આવી હતી. પરતું ત્યાં પણ આરોપી મહાદેવએ તેની પત્નીને માર માર્યો હતો.
જેના કારણે 3 જાન્યુઆરીના રોજ કૈલાશબેને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જે આપઘાતને છુપાવવા માટે આરોપી મહાદેવ અને લિવ ઇન રિલેશનમાં રહેતી હંસાએ આપઘાતને કુદરતી મોતમાં ખપાવી દેવા અનેક પ્રયાસ કર્યા હતા. આ કિસ્સામાં સંતાનપ્રાપ્તિની ઘેલછામાં મહાદેવે અન્ય સ્ત્રી મહિલા સાથે મૈત્રી કરાર તો કર્યો પરંતુ એ સંબંધ અંતે તેને અને હંસા બંનેને જેલના સળિયા સુધી લઈ ગયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!