શું તમે ક્યારેય વિચાર્યું છે…કે બાથરૂમમાં જ કેમ આવે છે સારા સારા આઈડિયા? જાણો સ્ટડીમા થયો આ ચોંકાવનારો ખુલાસો

લાઇફસ્ટાઇલ

તમે ક્યારેય એવું અનુભવ્યું છે કે જ્યારે ફૂવારા નીચે ન્હાતા હોવ કે બાથરૂમમાં સ્નાન કરતા હોવ, ટોઈલેટમાં હોવ ત્યારે સારા વિચારો આવે છે? દાયકાઓથી વૈજ્ઞાનિકો શાવર ઈફેક્ટ વિશે વાત કરતા આવ્યા છે. હાલમાં આ અંગે બે નવા પ્રયોગ પણ હાથ ધરાયા જેથી ખબર પડી શકે કે આખરે બાથરૂમમાં સારા આઈડિયા આવવા પાછળનું કારણ શું?

તો ચાલો પહેલા વાત કરીએ પહેલા સ્ટડીની….આ સ્ટડી વર્જિનિયા યુનિવર્સિટીમાં ફિલોસોફી ઓફ કોગ્નીટિવ સાયન્સના રિસર્ચર જેક ઈરવિંગે કર્યો છે. રિસર્ચર જેકનું એવું કહેવું છે કે કારણ વગરનું કોન્સન્ટ્રેશન તમારી કલ્પનાશક્તિ કે રચનાત્મકતાનું દુશ્મન હોય છે. કોઈ એક સમસ્યાનું સમાધાન શોધવા માટે સતત કામ કરતા રહવાને બદલે તમે બ્રેક લઈ લો તે વધુ સારું. કે પછી થોડીવાર બીજું કામ કરો.

જેમ કે બાથરૂમાં ન્હાવું. બાથરૂમનું વાતાવરણ તમારા મગજને એકદમ ફ્રી કરી નાખે છે. તમે અલગ અલગ દિશાઓમાં વિચારવાનું શરૂ કરો છો. એ પણ બીજા કોઈ પણ જાતના કોન્સન્ટ્રેશન વગર. કોઈ પણ વધ્ન વગર. તમે વિચારોની લહેરો સાથે ડૂબકીઓ લગાવવાનું શરૂ કરી દો છો.

આ સાથે જ અલગ અલગ વિચારો, વિષયો પર વિચારવા લાગો છો. આથી ત્યાંથી એક સારો આઈડિયા સામે આવવાની શક્યતાઓ વધુ રહેલી છે. જો તમે કોઈ ખુબ જ બોરિંગ કામ સતત કરી રહ્યા હોવ તો તમારી ક્રિએટિવિટી અને નવા આઈડિયા ખતમ થવા લાગશે.

તમારું ધ્યાન અસલ સમસ્યાથી ભટકી જશે. તમે ફક્ત એક જ સમસ્યા પર અટકીને રહી જશો. કોઈ દીવાલનું રંગકામ ચાલતું હોય અને તેને જોયા કરવું એ એક બોરિંગ કામ છે. કે પછી કોઈ પણ એવું કામ જે સતત એક જ રૂટીનમાં કર્યા કરવું. જ્યાં સુધી તમે કઈંક એવું કામ ન કરો કે જેમાં તમે પોતે સામેલ ન હોવ.

જેમ કે પગપાળા ચાલવું, બગીચાકામ કરવું, કે પછી ન્હાવું. આ બધા એવા કામ છે કે જે તમને ઓછા લેવલ પર વ્યસ્ત રાખે છે, જેનાથી ક્રિએટિવિટી વધે છે. ઈતિહાસ સાક્ષી છે કે શાવર ઈફેક્ટ પર કરાયેલા રિસર્ચના પરિણામો એક જેવા નહતા. જ્યારે તમે કોઈ એવું કામ કરો જેમાં કોઈ પણ પ્રકારની ડિમાન્ડ હોતી નથી, જેમ કે ધ્યાન લગાવવાની, ભૂલો ન કરવાની જેમ કે ન્હાવું, ટોઈલેટ જવું, ત્યારે તમારું દિમાગ બંધનોથી મુકત હોય છે.

પછી તે વિચારવાનું શરૂ કરી દે છે. આજુ બાજુનું વિચારે છે. પરંતુ આ વાત અનેક સ્ટડી પ્રમાણિત કરવામાં ચૂકી ગયા. જે ઈરવિંગે કહ્યું કે જૂના પ્રયોગોની ડિઝાઈનોમાં ભૂલ હોઈ શકે છે. આથી જૂના સ્ટડી એ જાણી શક્યા નહીં કે ફ્રી થિંકિંગ, અને ફોક્સ્ડ થિંકિંગમાં સંતુલન રાખવું પડે છે.

જ્યારે તેઓ તો દિમાગનું ધ્યાન વહેંચાઈ કેવી રીતે જાય છે તેના પર સ્ટડી કરી રહ્યા હતા છતાં જૂના સ્ટડીઝ એ નથી જણાવી શકતા કે દિમાગ ન્હાતી વખતે કેમ આટલું ફ્રી હોય છે. વર્ષ 2015માં એક સ્ટડી આવ્યો હતો જેમાં કહેવાયું હતું કે જો માણસ પોતાના કામથી અલગ વધુ વિચારે તો તે ક્રિએટિવ આઈડિયા લાવી શકે નહીં. એટલે કે ફોકસ વગરના વિચાર બેકાર હોય છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *