ક્રિકેટ રસિયાઓ માટે ખરાબ સમાચાર / કેમ ટિમ ઇન્ડિયામાં તિરાડ વધી રહી છે?, કોહલીએ સાઉથ આફ્રિકા સામે વન-ડે સીરીજમાંથી નામ પાછું લીધું, કારણ જાણીને હેરાન થઇ જશો

ટોપ ન્યૂઝ સ્પોર્ટ્સ

સાઉથ આફ્રિકાની મેચમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા એક સાથે નહીં રમે. આ સંજોગો છે કે કેપ્ટનશિપનો વિવાદ એ ખબર નથી, પરંતુ સાચી વાત એ છે કે, સાઉથ આફ્રિકામાં બંને ખેલાડીઓ જશે ખરા પરંતુ ટેસ્ટ અને વનડેમાં એક સાથે રમવાના નથી.

ભારતને સૌથી પહેલાં ત્રણ ટેસ્ટ મેચોની સીરિઝ રમવાની છે. ત્યારપછી ત્રણ વન-ડે મેચોની સીરિઝ રમવાની છે. રોહિત ઘાયલ હોવાના કારણે ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. જ્યારે મીડિયા રિપોર્ટ પ્રમાણે વિરાટ વન-ડેમાંથી તેનું નામ પરત લેવાનો છે. રોહિતને તાજેતરમાં જ વિરાટ પાસેથી વન-ડેની કેપ્ટનશિપ લઈને કેપ્ટન બનાવાયો છે. ત્યારથી જ મીડિયા રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, વિરાટ પાસેથી કેપ્ટનશિપ લઈ લીધી હોવાથી તે દુ:ખી છે.

રોહિત ઘાયલ હોવાથી ટેસ્ટમાંથી બહાર
ભારતીય ટીમ સાઉથ આફ્રિકા મેચ માટે 16 ડિસેમ્બરે રવાના થવાની છે. ત્રણ ટેસ્ટ મેચોની સીરિઝની પહેલી મેચ 26 ડિસેમ્બરે થવાની છે. ટેસ્ટ સીરિઝમાં વિરાટ કોહલી ટીમને કેપ્ટનશિપ કરશે. વન-ડે સીરિઝ 19 જાન્યુઆરીથી રમાવાની શરૂ થશે. ટેસ્ટ ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. જ્યારે વન-ડે માટે ટીમની જાહેરાત થવાની બાકી છે.

આ દરમિયાન રોહિત સોમવારે મુંબઈમાં પ્રેક્ટિસ દરમિયાન ઘાયલ થયો હતો. તેના હાથમાં ઈજા આવી છે. જોકે વન-ડે સીરિઝ સુધી તે ફિટ થઈ જાય તેવી શક્યતા છે. BCCI ટેસ્ટ સીરિઝમાં રોહિત નહીં રમે તેવી જાહેરાત કરીને ગુજરાતના બેડ્સમેન પ્રિયાંક પંચાલને ટીમમાં સામેલ કર્યા છે.

વન-ડે નહીં રમે વિરાટ
લન-ડે માટે વિરાટની જગ્યાએ રોહિતને ટીમને કેપ્ટનશિપ આપવામાં આવી છે. ટેસ્ટ સીરિઝ પછી 3 વન-ડે મેચની સીરિઝ 19 જાન્યુઆરીથી શરૂ થવાની છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે વિરાટ કોહલી તેમની દિકરી વામિકાના પહેલા બર્થ-ડે પર પરિવાર સાથે રહેવા માંગા છે. તેમની દિકરીનો બર્થ-ડે 11 જાન્યુઆરીએ છે. જ્યારે ત્રીજી ટેસ્ટ પણ 11થી 15 જાન્યુઆરી વચ્ચે જ રમાવાની છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રામણે કોહલી થર્ડ ટેસ્ટ પછી તેના પરિવાર સાથે સમય પસાર કરવાનું આયોજન કરી રહ્યો છે.

રોહિત કરી ચૂક્યો છે વિરાટના વખાણ
રોહિત શર્મા કેપ્ટન બન્યા પછી BCCI TVને આપવામાં આવેલા ઈન્ટરવ્યુમાં વિરાટના વખાણ કરી ચૂક્યો છે. રોહિતે કહ્યું હતું કે, કોહલીએ 5 વર્ષ સુધી ભારતીય ટીમને ફ્રન્ટથી લીડ કરી છે. કોહલીએ દરેક મેચમાં તેનું બેસ્ટ પર્ફોમ આપવાનો ટ્રાય કર્યો છે. તેની કેપ્ટનશિપમાં ટીમે ક્યારેય પાછળ વળીને જોયું નથી. મારા માટે કોહલીની કેપ્ટનશિપમાં રમવાનો અનુભવ શાનદાર રહ્યો છે. અમે બંનેએ ઘણી મેચ સાથે રમી છે અને દરેકને એન્જોય કરી છે. આગળ પણ એવું જ કરીશું. એક ટીમ તરીકે અમારે વધારે મજબૂત બનવાનું છે અને અમારુ ફોકસ તેના પર જ છે.

કોહલી રોહિતની કેપ્ટનશીપમાં રમવા નથી માંગતો?
આનો અર્થ એ થશે કે વિરાટ કોહલી રોહિત શર્માની કેપ્ટનશીપમાં રમતા જોવા નહીં મળે. ભારતનો સાઉથ આફ્રિકા પ્રવાસ 26 ડિસેમ્બરથી શરૂ થશે, જ્યાં તેણે 3 મેચની ટેસ્ટ શ્રેણી અને એટલી જ મેચોની વનડે શ્રેણી રમવાની છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 19 જાન્યુઆરીથી પ્રથમ વનડે મેચ રમાશે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ કોહલી પોતાની પુત્રી વામિકાના પ્રથમ જન્મદિવસની ઉજવણી માટે સમય કાઢી રહ્યો છે.

વામિકાનો જન્મ ગયા વર્ષે 11 જાન્યુઆરીએ થયો હતો અને ટેસ્ટ સિરીઝ પૂરી થયા બાદ કોહલી પોતાના પરિવાર સાથે રજાઓ ગાળવાનો પ્લાન બનાવી રહ્યો છે. દક્ષિણ આફ્રિકા સામે છેલ્લી ટેસ્ટ મેચ 11 જાન્યુઆરીથી શરૂ થશે અને વનડે મેચ 19 જાન્યુઆરીથી શરૂ થશે. દક્ષિણ આફ્રિકા સામેની વનડે ટીમની જાહેરાત કરવામાં આવી નથી. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પણ 4 ટી20 મેચ રમવાની હતી, પરંતુ ઓમિક્રોનના કારણે 17 ડિસેમ્બરથી 26 ડિસેમ્બર સુધી પ્રવાસ પાછળ ધકેલવો પડ્યો હતો, જેના કારણે ટી20 શ્રેણી રદ કરવામાં આવી હતી.

ગયા મહિને, વિરાટ કોહલીને ન્યુઝીલેન્ડ સામેની T20I શ્રેણી માટે પણ આરામ આપવામાં આવ્યો હતો અને મુંબઈ ટેસ્ટમાં પરત ફરતા પહેલા કાનપુર ટેસ્ટ માટે પણ આરામ આપવામાં આવ્યો હતો, જે ભારતે શાનદાર રીતે જીત્યો હતો. તેણે અગાઉ 2021 T20 વર્લ્ડ કપમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું, જે ભારત માટે સફેદ બોલ ક્રિકેટમાં કેપ્ટન તરીકે તેની છેલ્લી મેચ હતી. રોહિત શર્માએ અત્યાર સુધી 10 વનડેમાં ભારતની કેપ્ટનશીપ કરી છે. તેની કેપ્ટનશિપમાં ભારતે એશિયા કપ ટ્રોફી પણ જીતી છે.

BCCI સામે મોટી મુશ્કેલી : વિરાટ કોહલી પાસેથી વનડેની કેપ્ટનશીપ છીનવીને રોહિત શર્માને સોંપવામાં આવી છે અને હવે સમાચારો અનુસાર વિરાટ કોહલી દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની વનડે શ્રેણીમાંથી આરામ લેવા જઈ રહ્યો છે. વિરાટ કોહલીના આરામના સમાચાર પણ ચોંકાવનારા છે કારણ કે તેને ટી20 વર્લ્ડ કપ 2021 બાદ ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની ટી20 આંતરરાષ્ટ્રીય શ્રેણી અને એક ટેસ્ટ મેચમાંથી આરામ આપવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં મોટો સવાલ એ છે કે વિરાટ કોહલી આ પગલું કેમ ઉઠાવી રહ્યો છે? અત્યારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI માટે મુશ્કેલી વધી ગઈ છે.

રોહિત શર્મા હેમસ્ટ્રિંગની ઈજાને કારણે દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. તેની ઈજા ગંભીર હોવાનું કહેવાય છે અને આવી સ્થિતિમાં માનવામાં આવે છે કે તે દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની વનડે શ્રેણી રમી શકશે નહીં. આવી સ્થિતિમાં, બીસીસીઆઈ સામે સમસ્યા એ છે કે હવે વનડે શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કોણ કરશે? જો વિરાટ કોહલી પાસેથી કેપ્ટન્સી છીનવી લેવામાં આવી છે, તો તે તેના માટે ઉપલબ્ધ નહીં હોય. બીસીસીઆઈએ પણ વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાના વાઇસ કેપ્ટનની જાહેરાત કરી નથી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.