ગુસ્સાનું ખરાબ પરિણામ / આપણા જ જવાને BSF હેડક્વાટર્સમાં અંધાધૂંધ ફાયરિંગ કર્યું, જુઓ આ ફાયરિંગમાં 4 જવાનોના કરુણ મોત અને 7 ઈજાગ્રસ્ત, કારણ જાણીને ચોંકી ઉઠશો

ટોપ ન્યૂઝ ઇન્ડિયા

પંજાબના અમૃતસર જિલ્લામાં BSF (સીમા સુરક્ષા દળ)ના હેડક્વાર્ટરમાં રવિવારે સવારે એક જવાને ફાયરિંગ કર્યુ હતુ. ફાયરિંગમાં 5 જવાનોના મોત થયા છે અને 2 ગંભીર રીતે ઘાયલ છે. જ્યારે, ફાયરિંગ કરનાર જવાને પોતાને પણ ગોળી મારી દીધી હતી. હોસ્પિટલમાં લઈ જતા સમયે તેનું પણ મોત થયું હતુ. ફાયરિંગ કરનાર જવાનની ઓળખ 144 બટાલિયનના કોન્સ્ટેબલ સત્યપ્પા તરીકે થઈ છે. ડ્યુટી વિવાદ બાબતે ફાયરિંગ કર્યું હોવાની ચર્ચા થઈ રહી છે.

ખાસા સ્થિત અમૃતસર હેડક્વાર્ટરના મેસમાં બટાલિયન 144ના એક જવાન દ્વારા અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું હતુ. જવાન પોતાની ડ્યુટી બાબતે નારાજ હતો. રવિવારે સવારે તે મેસમાં આવ્યો હતો અને પોતાની સર્વિસ રાઈફલથી અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું, જેમાં 5 જવાનો શહીદ થયાના સમાચાર પ્રાપ્ત થયા છે. આ ફાયરિંગમાં બે જવાન ગંભીર છે, જ્યારે અન્યને નાની-મોટી ઈજાઓ થઈ છે. ઘટના બાદ જવાને પોતાને પણ ગોળી મારી દીધી હતી. જ્યારે ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જણાવવામાં આવી રહ્યું છે કે BSFના કોન્સ્ટેબલ સત્યપ્પાએ ફાયરિંગ કર્યું હતું. તે મહારાષ્ટ્રનો રહેવાસી છે. કામના ભારણને કારણે સુતપ્પા ખૂબ જ પરેશાન હતો. આ બાબતે તેણે અગાઉ એક અધિકારી સાથે દલીલ પણ કરી હતી. રવિવારે સવારે તેણે પોતાની રાઈફલથી ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ બાદ મેસમાં નાસભાગ મચી ગઈ હતી અને ઘણા લોકો ઘાયલ થયા હતા.

મળતી માહિતી મુજબ, બટાલિયન 144ના જવાનો ખાસા સ્થિત બીએસએફ હેડક્વાર્ટરના મેસમાં નાસ્તો કરી રહ્યા હતા. આ દરમિયાન બટાલિયન 155ના કોન્સ્ટેબલ સત્યપ્પાએ ગુસ્સામાં આવીને અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો. કહેવામાં આવ્યું છે કે સત્યપ્પા ડ્યુટીને લઈને નારાજ હતો. આ ઘટનાથી હેડક્વાર્ટરમાં ખળભળાટ મચી ગયો હતો.

ફાયરિંગ બાદ કોન્સ્ટેબલ સત્યપ્પાએ પોતાને પણ ગોળી મારી દીધી હતી. ચાર જવાનોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે કોન્સ્ટેબલ સત્યપ્પા અને 2 ઘાયલ જવાનોને તાત્કાલિક સારવાર માટેહોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક તપાસ બાદ ડોક્ટરોએ સત્યપ્પાને મૃત જાહેર કર્યો હતો. મૃતક જવાનના પરિજનો અને બીએસએફના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આ મામલે પોલીસને માહિતી પણ આપવામાં આવી છે. અમૃતસર BSF મેસ ફાયરિંગની ઘટના બાદ BSFના અધિકારીએ કહ્યું, આ એક કમનસીબભરી ઘટના છે. આ ઘટનામાં 5ના મોત થયા છે. ઘાયલો પૈકી એકની હાલત ગંભીર છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.