ગાઝિયાબાદના પોશ વિસ્તાર ઈન્દિરાપુરમમાંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં, એક યુવકે સગીરાને ગર્ભવતી બનાવી, પછી જ્યારે સગીરાએ તેના પર લગ્ન કરવા માટે દબાણ કર્યું ત્યારે આ નરાધમ યુવકે તેની હત્યા કરી નાખી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, 19 એપ્રિલના રોજ ગાઝિયાબાદના ઈન્દિરાપુરમ પોલીસ સ્ટેશન વિસ્તારના કાનવાણીમાં આ સગીરાની લાશ રોડ પર પડેલી મળી આવી હતી. રોષે ભરાયેલા સ્વજનોએ રસ્તો રોકીને પ્રદર્શન કર્યું હતું. આ પછી આજે પોલીસે સગીર ગર્ભવતી યુવતીની હત્યા તેના પ્રેમી રાહુલે કરી હોવાનો ખુલાસો કર્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, રાહુલ પીડિત પરિવારના ગામનો રહેવાસી છે અને તેમની સાથે અહીં પણ રહેતો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, રાહુલ અને સગીરા વચ્ચે પ્રેમસંબંધ હતો, જે બાદ આ યુવકે સગીરાને ગર્ભવતી બનાવી હતી. ગર્ભવતી થયા બાદ યુવતી સતત લગ્ન માટે દબાણ કરતી હતી.
જયારે રાહુલ આ સગીરા સાથે લગ્ન કરવા માંગતો ન હતો. તેથી રાહુલે 18 તારીખે યુવતીને મળવા બોલાવી હતી અને તે સગીરાની જ ઓઢણી વડે ગળું ઘોટી હત્યા કરી નાખી હતી. ત્યારબાદ આરોપી ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!