ગુજરાતના રાજકોટમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક પિતાએ અઢી વર્ષની દીકરીના રડવાથી ગુસ્સે થઈને તેની હત્યા કરી નાખી. આ પછી લાશને ઝાડીઓમાં ફેંકી દીધી હતી. આ અંગેનો CCTV ફૂટેજ સામે આવ્યો છે. આ CCTV માં તે દીકરીના મૃતદેહને લઈ જતો જોઈ શકાય છે.
આરોપીએ પહેલા દીકરીનું માથું દિવાલ સાથે અથડાવ્યું અને પછી તેનું ગળું દબાવ્યું. પુત્રીની લાશ ફેંકીને તે પણ ઘરે પરત ફર્યો હતો. આ પછી, તેણે તેની પત્નીને પુત્રીના ગુમ થવાની ખોટી કહાની કહી અને તેની પત્ની સાથે તેની શોધમાં પણ લાગી ગયો.
આરોપી પિતાએ તેની પત્ની સાથે શુક્રવારે રાત્રે પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ બીજા શનિવારે ગોંડલ ચોકડી સામે ઝાડીઓમાંથી બાળકીની લાશ મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં બાળકીની ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.
બાળકીની ઓળખ કર્યા પછી, પોલીસે સીસીટીવી ફૂટેજની શોધ કરી અને શનિવારની બપોરનો એક ફૂટેજ મળ્યો, જેમાં આરોપી પિતા પુત્રીના મૃતદેહને લઈને જતો જોવા મળ્યો હતો. જો કે ત્યાં સુધીમાં આરોપી ફરાર થઈ ગયો હતો.
લોકેશન મળતાં જ રાજકોટ, વડોદરા, ગાંધીનગર અને મહેસાણાની ક્રાઈમ બ્રાન્ચની ટીમો સક્રિય થઈ હતી. આખરે સોમવારે સાંજે મહેસાણાના રેલવે સ્ટેશન પરથી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તે ટ્રેન દ્વારા યુપી ભાગી જવાની તૈયારીમાં હતો.
આરોપી અમિતે પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું કે અઢી વર્ષની અનન્યા તેની સાવકી દીકરી હતી. શુક્રવારે બપોરે તે તેની માતા પાસે જવાની જીદ કરતી હતી. જ્યારે અમિતે ના પાડી તો તે રડવા લાગી. તેણીને શાંત કરવાનો સખત પ્રયાસ કર્યો, પરંતુ તેમછતાં તે શાંત ન થઇ તો તેણે માસુમનું દિવાલ સાથે માથું પછાડ્યું. ત્યાર પછી તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. તે સમયે બાળકીની માતા કામ કરવા ગઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો